Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » રાંદેરના બે કુખ્યાત આરોપી સાહિલ અને ઇમ્તિયાઝ સદ્દામ ખંડણી અને બોગસ જીએસટી કૌભાંડ કેસમાં સંડોવાયેલા,અસામાજિક તત્વોથી ત્રાસેલા લોકોએ આરોપીઓ સામે ફટાકડા ફોડ્યા

    રાંદેરના બે કુખ્યાત આરોપી સાહિલ અને ઇમ્તિયાઝ સદ્દામ ખંડણી અને બોગસ જીએસટી કૌભાંડ કેસમાં સંડોવાયેલા,અસામાજિક તત્વોથી ત્રાસેલા લોકોએ આરોપીઓ સામે ફટાકડા ફોડ્યા

    City Today DailyBy City Today DailyAugust 12, 2025

    સુરત, તા.૧૨
    સુરતના રાંદેર વિસ્તારના બે કુખ્યાત આરોપી સાહિલ અને ઇમ્તિયાઝ સદ્દામ જે ખંડણી અને બોગસ જીએસટી કૌભાંડ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા. જેમનો પોલીસે આજે જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. આ ઘટના સમયે લોકોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો. જ્યારે બીજી તરફ પોલીસે આરોપીઓનો જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરતા લોકોએ આરોપીઓ સામે ફટાકડા ફોડી અને ગુલાબના ફૂલોની વર્ષા કરી પોલીસનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ બંને આરોપીઓ વિરૂદ્ધ બોગસ ડોક્યુમેન્ટ અને બોગસ જીએસટી બિલિંગ કૌભાંડના પણ ગુનાઓ નોંધાયો છે. તેઓ બોગસ બિલિંગ બનાવવાના કામ કરતા હતા જે અંગે ક્રાઈમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાઈ છે. ધનિક પરિવારમાંથી આવતો સદ્દામ સ્થાનિક વિસ્તારમાં ખંડણી ઉઘરાવવા અને લોકોને ધમકાવવા માટે કુખ્યાત છે. આ માથાભારે શખસોનો જાહેરમાં વરઘોડો કાઢી એસઓજી એ કાયદાનું ભાન કરાવ્યું છે. ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, રાંદેરના આ બે કુખ્યાત આરોપીઓ સાહિલ અને ઇમ્તિયાઝ સદ્દામને ખંડણીના ગુનામાં ઝડપી પાડવામાં આવ્યા છે. લાલગેટ અને મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં તેમની સામે ખંડણીનો ગુનો દાખલ થયો છે. આ બંને આરોપીઓ લોકોના મકાન અને જમીનના સોદાના બહાને હડપ કરી લેતા અને પછી તેમની પાસેથી નાણાં પડાવતા હતા.

    Post Views: 243
    અસામાજિક તત્વોથી ત્રાસેલા લોકોએ આરોપીઓ સામે ફટાકડા ફોડ્યા રાંદેરના બે કુખ્યાત આરોપી સાહિલ અને ઇમ્તિયાઝ સદ્દામ ખંડણી અને બોગસ જીએસટી કૌભાંડ કેસમાં સંડોવાયેલા
    Previous Articleપાંચ વર્ષ પહેલા એક્ટિવા ચોરાયું, છતાં મૂળ માલિકને આવી રહ્યાં છે ઈ-મેમા, પોલીસ ચોરને પકડવામાં નિષ્ફળ, પ્રજાનું રક્ષણ કરવાની જવાબદારી ધરાવતી પોલીસ શું ખરેખર પોતાનું કામ કરી રહી છે?
    Next Article માતા બે બાળક સાથે રેલવેટ્રેક પર સૂઈ ગઈ, ટ્રેનની અડફેટે મહિલાના બે કટકા થઇ ગયા, ત્રણ વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત, અન્ય બાળકની હાલત ગંભીર

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.