Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, September 11
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » બોગસ ક્રાઈમ બ્રાંચ ઓફીસરની ખોટી ઓળખ આપી ડિજીટલ અરેસ્ટ કરી રૂપિયા રૂા.૨૦ લાખ ૫૦ હજાર પડાવવી USDT. કન્વર્ટ કરવાનાં કેસમાં સુલતાન ઈમ્તિયાઝ અલુલા નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    બોગસ ક્રાઈમ બ્રાંચ ઓફીસરની ખોટી ઓળખ આપી ડિજીટલ અરેસ્ટ કરી રૂપિયા રૂા.૨૦ લાખ ૫૦ હજાર પડાવવી USDT. કન્વર્ટ કરવાનાં કેસમાં સુલતાન ઈમ્તિયાઝ અલુલા નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    City Today DailyBy City Today DailySeptember 9, 2025

    (સિટી ટુડે) સુરત,તા.09

    બોગસ ક્રાઈમ બ્રાંચ ઓફીસરની ખોટી ઓળખ આપી ડિજીટલ અરેસ્ટ કરી રૂપિયા રૂા.૨૦ લાખ ૫૦ હજાર પડાવવી યુ.એસ.ડી.ટી. કન્વર્ટ કરવાનાં કેસમાં સુલતાન ઈમ્તિયાઝ અલુલા નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    સાયબર ફ્રાઈમ સુરત પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૧૦૦૬૨૨૫૦૦૧૬/૨૦૨૫ થી ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ–૩૦૮(૭), ૨૦૪, ૩૩૬(૨), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨), ૬૧(૨), ૩(૫) તથા આઈ.ટી. એકટની કલમ–૬૬(સી), ૬૬(ડી) મુજબ નો ગુનો નોંધાયેલ અને સદરહું કામમાં ફરીયાદીની ફરીયાદ હકીકત મુજબ ગત તારીખ ઃ

    :૦૩/૦૩/૨૦૨૫ ના કલાક : ૯ :૦૦ થી તારીખ ઃ ૦૭/૦૩/૨૦૨૫ ના કલાક ૧૭ : ૩૦ દરમ્યાન મોબાઈલ નંબર : ૯૧૭૮૫ ૪૨૭૨૯ અને ૮૦૭૯૯ ૫૮૮૯૨ વોટસએપ વિડીયો કોલ ઉપર બ્લુ ડાર્ટ કુરીયર કંપનીમાંથી અમિતકુમાર તથા ક્રાઈમ બ્રાચ માંથી ડી.સી.પી. બોલતા હોવાનું ખોટી ઓળખ આપનાર તથા બેંક એકાઉન્ટ ધારક નાઓએ પુર્વઆયોજીત કાવતરું રચી તારીખ : ૨૬/૦૨/૨૦૨૫ ના રોજ તમારા નામથી પાર્સલ મુંબઈ થી બેંકોક બુક થયેલ હતું જેનો પાર્સલ નંબર : ૨૨૮૯૩૨૧૨૯૧૩ છે અને રીસીવરનું નામ ઝાંગ લીન છે જેમનો કોન્ટેક નંબર : + ૬૬૮૨૭૨૪૧૪૧૨ છે જે પાર્સલમાં પાંચ પાસપોર્ટ, ત્રણ એ.ટી.એમ. કાર્ડ, એક લેપટોપ, ચાર કીલો કાપડ તથા ૧૪૦ ગ્રામ એમ.ડી.એમ.એ. મળી આવેલ છે તથા ફરીયાદીના આધારકાર્ડ ઉપર સીમકાર્ડ એકટીવ થયેલ હોવાનું તથા કેનેરા બેંકમાં એકાઉન્ટ ઓપન થયેલ હોવાનું જણાવી આ બેંક એકાઉન્ટમાં મોટા પાયે નાણાકીય વ્યવહારો થયેલ છે અને મની લોન્ડરીંગ અને ફોર્ડ કેસમાં ઉપયોગમાં લેવાયેલ છે અને તે મની લોન્ડરીંગ અને ફોડના કેસમાં ફરીયાદીની પણ સંડોવણી જણાય આવેલ છે જો તપાસમાં સાથ સહકાર નહી આપો તો ધરપડક કરી જેલમાં નાખવામાં આવશે આ બાબતે મુંબઈ ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાંથી ગુનો નોંધાયેલ છે તેવી ધમકી આપી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન ઈન્ડીયા કન્સેન્ટ ટુ ટર્મસ ઓફ કોન્ફીડેન્શીયલ એગ્રીમેન્ટ ૨૦૨૫ (ડીટેકટીવ) એફ.આઈ.આર. નં.૨૨૧૨૧૮૬

    ઉપર પોલીસ ઓફીસ૨ ઈન્ચાર્જ બ્લેસીંગ રાજપુત આઈ.પી.એસ. (ડી.સી.પી. સાયબર) માં સહી કરેલ સિકકાવાળા ડેટ ઓફ ઈસ્યુ તારીખ : ૦૩/૦૩/૨૦૨૫ ઈન્વેસ્ટીગેશન યુનીટ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન ટીમ લેટર પેડ મોકલી ડરાવી અને ફરીયાદી નિર્દોષ હશે તો ફરીયાદીને છોડી દઈશું તેમ જણાવી ફરીયાદીના અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી ફેડરલ બેંક એકાઉન્ટ નંબર : ૧૫૯૬૦૧૦૦૦૬૩૬૨૫ માંથી રૂા.૧૦,00,000/- તથા ફેડ૨લ બેંક એકાઉન્ટ નં.૨૨૨૩૦૧૦૦૦૩૮૧૨૧ એકાઉન્ટ આઈ.એફ.એસ.સી. ૧૦,૫૦,૦૦૦/- મળી કુલ્લે રૂા.૨૦,૫૦,000/– ટ્રાન્સફર કરાવી લઈ ફરીયાદીના રૂપિયા પરત ન આપેલ હોય તે હકિકત દર્શાવી હાલની ફરીયાદ આપેલ છે.

    સદરહું ફરીયાદનાં અનુસંધાને ત.ક. અમલદારશ્રીએ આરોપી સુલતાન ઈમ્તિયાઝ અલુલા નાઓની ધ૨પકડ ક૨ેલ અને આરોપીને નામદાર કોર્ટ રૂબરૂ ૨જુ ક૨વામાં આવેલ જેઓએ જામીન ઉપર મુકત થવા નામદાર સેસન્સ કોર્ટમાં અરજી કરેલ. જે જામીન અરજીમાં આરોપી તર્ફે વકીલ શ્રી નદીમ એચ. ચૌધરી નાઓની મુખ્ય ૨જુઆત એ રીતની હતી કે, હાલના આરોપી નાઓએ ફરીયાદીની કોઈ બોગસ ક્રાઈમ બ્રાચ ઓફીસર તરીકે કોઈ વાત કરેલ નથી કે હાલના આરોપીએ ફરીયાદીને વોટસએપ ઉપર કોઈ આઈ.ડી. કાર્ડ મોકલેલ નથી તેમજ ડીજીટલ અરેસ્ટમાં જે ફોન નંબરનો ઉપયોગ થયેલ છે તે ફોન નંબર પણ હાલના આરોપીના નામ ઉપર નથી વધુમાં હાલના આરોપીનાં કોઈ બેંક ખાતાનો ઉપયોગ થયેલ હોય તેવું પણ પ્રથમ દર્શનીય રીતે ફલીત થતું નથી. જે તમામ હકીકત ઘ્યાને લઈ મહેરબાન સુરતનાં ૧૧ માં એડીશ્નલ સેસન્સ જડજ સાહેબશ્રીની કોર્ટ ઘ્વારા આરોપી સુલતાન ઈમ્તિયાઝ અલુલા નાઓને કેટલીક શરતોને આધીન જામીન ઉપર મુકત કરતો હુકમ ફ૨માવેલ છે.

    આરોપી સુલતાન ઈમ્તિયાઝ અલુલા નાઓ તર્ફે વકીલ શ્રી નદીમ એચ. ચૌધરી નાઓએ નામદાર સેસન્સ કોર્ટમાં દલીલો કરેલ હતી.

    Post Views: 389
    @DUBAI @USDT @SURATPOLICE
    Previous Articleસુરત શહેરમા ઈમ્તીયાઝ સદામ વિરૂધ્ધ નોંધાયેલા ખંડણીના જુદા જુદા ગુન્હાઓ પૈકી અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાના કામે આરોપી – ઈમ્તીયાઝ ઉર્ફે ઈમ્તીયાઝ સદામ S/0 ઈકબાલ બચાવ નાઓની રેગ્યુલર જામીન તથા આરોપી – સરફરાજ અલ્લારખા મુલતાની નાઓની આગોતરા જામીન અરજી નામંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ, સુરત
    Next Article પીરાન બીબીમા સાહેબા કબ્રસ્તાન, અમદુપુરા, કાલુપુર ખાતે દરિયાપુર મ્યુનિસિલ કાઉન્સિલરોના રૂા. ૨૦ લાખના સંયુક્ત બજેટમાંથી સી.સી. રોડ બનાવવાનું કામ પૂર્ણ થતાં લોકાર્પણ વિધિ

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.