(સિટી ટુડે) સુરત,તા.09
સુરત શહેરમા ઈમ્તીયાઝ સદામ વિરૂધ્ધ નોંધાયેલા ખંડણીના જુદા જુદા ગુન્હાઓ પૈકી અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાના કામે આરોપી – ઈમ્તીયાઝ ઉર્ફે ઈમ્તીયાઝ સદામ S/0 ઈકબાલ બચાવ નાઓની રેગ્યુલર જામીન તથા આરોપી – સરફરાજ અલ્લારખા મુલતાની નાઓની આગોતરા જામીન અરજી નામંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ, સુરત
કેસની હકીકત એવી છે કે,
-ઉપરોક્ત આરોપીઓની સામે અઠવાલાઈન્સ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૧૦૦૦૫૨૫૦૯૪૭/૨૦૨૫ થી તા.૧૨/૦૮/૨૦૨૫ ના રોજ જે ગુન્હો BNS એક્ટની કલમ ૩૦૮(૨), ૩૦૮(૫), ૧૨૬(૨) તથા જી.પી.એક્ટની કલમ ૧૩૫ મુજબનો નોંધાયેલો. સદર ગુન્હાના કામની ફરીયાદ ફરીયાદીશ્રી – ડો. મો. જાકીર ઐયુબભાઈ મેમણ નાઓએ આપેલ છે.
-ઉપરોક્ત ગુન્હાના કામના તપાસ કરનાર અધિકારીશ્રી દ્વારા આરોપી – ઈમ્તીયાઝ ઉર્ફે ઈમ્તીયાઝ સદામ S/0 ઈકબાલ બચાવ નાઓની ધરપકડ કરવામા આવેલ અને ત્યારબાદ હાલના આરોપી ઈમ્તીયાઝ ઉર્ફે ઈમ્તીયાઝ સદામ S/0 ઈકબાલ બચાવ નાઓને નામદાર કોર્ટે જ્યુડીશ્યલ કસ્ટડી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત મુકામે મોકલી આપવામા આવેલ હતા. આરોપી – ઈમ્તીયાઝ ઉર્ફે ઈમ્તીયાઝ સદામ S/0 ઈકબાલ બચાવ તર્ફે રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવાને માટે નામદાર કોર્ટમા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા – ૨૦૨૩ ની કલમ – ૪૮૩ અન્વયે રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવાને માટે ફોજદારી રેગ્યુલર જામીન અરજી નં.૬૪૪૨/૨૦૨૫ થી કરેલ જે જામીન અરજી મહેરબાન સુરતના ૧૭ મા એડીશનલ સેશન્સ જડજ સાહેબશ્રી નાઓએ તા.૦૮/૦૯/૨૦૨૫ ના રોજ નામંજુર કરેલ.
-તેમજ આરોપી સરફરાઝ અલ્લારખા મુલતાની નાઓ દ્વારા સદર ગુન્હાના કામે આગોતરા જામીન ઉપર મુક્ત થવાને માટે નામદાર સેશન્સ કોર્ટ, સુરતમા ફોજદારી આગોતરા જામીન અરજી નં.૬૫૩૩/૨૦૨૫ થી કરેલ જે જામીન અરજી મહેરબાન સુરતના ૧૭ મા એડીશનલ સેશન્સ જડજ સાહેબશ્રી નાઓએ તા.૦૮/૦૯/૨૦૨૫ ના રોજ નામંજુર કરેલ.
ઉપરોક્ત કેસમાં મુળ ફરીયાદી તર્ફે વકીલશ્રી ઝફર બેલાવાલા નાઓએ જામીન અરજીનુ વિરોધ કરતુ સોગંદનામુ રજુ કરી આરોપીઓ તર્ફે કરવામા આવેલ જામીન અરજીઓ નામંજુર કરવા રજુઆત કરવામા આવેલ હતી અને સરકારશ્રી તર્ફે વકીલશ્રી વર્ષા સી. પંચાલ તથા વકીલશ્રી એસ. કે. ગોહિલ નાઓએ આરોપીઓની જામીન અરજી નામંજુર કરવા રજુઆત કરેલ હતી. ફરીયાદ પક્ષ તર્ફે મુખ્યત્વે રજુઆત એ હતી કે, આરોપી ઈમ્તિયાઝ સદ્દામ અસંખ્ય ગંભીર પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ છે તે હકીકત ધ્યાને લઈ આરોપી ઈમ્તિયાઝ સદ્દામ નાઓની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરવામા આવેલ. તેમજ આરોપીઓ દ્વારા જે જામીન અરજીઓ કરવામા આવેલ તે સમયે આરોપીઓ વિરૂધ્ધની તપાસ નાજુક તબક્કામાં છે અને કેસની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓની જામીન અરજીઓ નામંજુર કરવા રજુઆત કરેલ હતી.
મુળ ફરીયાદી તર્ફે વકીલશ્રી ઝફર બેલાવાલા સરકારશ્રી તર્ફે વકીલશ્રી વર્ષા સી. પંચાલ તથા વકીલશ્રી એસ. કે. ગોહિલ નાઓએ જામીન અરજીનુ વિરોધ કરતુ સોગંદનામુ રજુ કરી આરોપીઓ તર્ફે કરવામા આવેલ જામીન અરજીઓ નામંજુર કરવા રજુઆત કરવામા આવેલ હતી.








