Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, July 28
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત્, ૪ વર્ષના બાળક પર જીવલેણ હુમલો, સુરત મનપાની શ્વાન નિયંત્રણની કામગીરી સામે સવાલ

    સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત્, ૪ વર્ષના બાળક પર જીવલેણ હુમલો, સુરત મનપાની શ્વાન નિયંત્રણની કામગીરી સામે સવાલ

    City Today DailyBy City Today DailyNovember 23, 2025

    સુરત, તા.૨૩
    સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત્ જાેવા મળી રહ્યો છે. શહેરના સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં ૪ વર્ષના એક માસૂમ બાળક પર ૪થી ૫ જેટલાં શ્વાનોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. માથા સહિત શરીર પર ૫૦થી વધુ ઈજાના નિશાનો છે. હાલ બાળકની હાલત ગંભીર છે. માતા હોસ્પિટલ દોડી આવી દીકરાની હાલત જાેઈને માતા આક્રંદ સાથે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા.

    મળતી માહિતી અનુસાર, સચિન વિસ્તારમાં ૪ વર્ષીય બાળકનું નામ શિવરાજ ઉર્ફે શિવાય રાજેશ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે. આજે શિવાય તેના પિતા રાજેશ પ્રજાપતિ સાથે સચિન વિસ્તારમાં આવેલા ઈકો ડાયમંડ પાર્ક પાસે આવેલી કંપની નજીક ગયો હતો. કંપનીની બહારના ભાગમાં જ અચાનક ૪ કે તેથી વધુ શ્વાનોના ટોળાએ આ બાળક પર હુમલો કરી દીધો હતો.

    શ્વાનોએ બાળકને ફાડી ખાવાનો પ્રયાસ કર્યો અને તેનું આખું માથું ગંભીર રીતે ફાડી નાખ્યું હતું. બાળકના શરીરના અન્ય ભાગો પર પણ શ્વાનોએ બચકાં ભર્યા હતા, જેના કારણે તેને પૂરા શરીરમાં ૫૦થી વધુ ગંભીર ઇજાઓ પહોંચી છે. બાળક પર હુમલો થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામહેનતે શ્વાનોની ચુંગાલમાંથી બાળકને છોડાવ્યો હતો. લોહીલુહાણ હાલતમાં સિવાયને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તબીબોના જણાવ્યા મુજબ, બાળકનું માથું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હોવાથી તેની હાલત અત્યંત ગંભીર છે. આ બનાવને પગલે પરિવારમાં શોક અને માતમનો માહોલ છવાયો છે.

    ઇજાગ્રસ્ત બાળકના પિતાના સહકર્મી વિશાલ વિશ્વકર્માએ જણાવ્યું કે, અમારી કંપનીમાં આ માસ્ટર છે, તેમનો નાનો બાળક હતો. તેઓ તેને કંપનીમાં લઈને આવ્યા હતા. અમે કામ કરી રહ્યા હતા અને ખબર ન પડી કે આ બાળક ક્યારે બહાર નીકળી ગયું. બહારના કૂતરા થોડા ખતરનાક છે. ત્યાં ત્રણ-ચાર કૂતરા હતા અને તેમણે તેને ગંદી રીતે કરડ્યો, બહુ ખરાબ રીતે. આખી બોડીમાં તેને કરડ્યો છે. માથામાં કંઈક વધારે જ ઈજા થઈ છે.

    Post Views: 211
    ૪ વર્ષના બાળક પર જીવલેણ હુમલો શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત્ સુરત મનપાની શ્વાન નિયંત્રણની કામગીરી સામે સવાલ
    Previous Articleઈઝરાયલે ફરી એક વખત ગાઝામાં કર્યા હવાઈ હુમલા, ૨૦ પેલેસ્ટિનિઓએ ગુમાવ્યા જીવ
    Next Article વિજાપુરની શાળામાં ભણતી બાળકી સાથે શારીરિક અડપલાં કરાતા આરોપીની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી કરવા પીડિત દીકરી ને ન્યાય અપાવવા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની મુખ્યમંત્રીને રજૂઆત

    Related Posts

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    July 27, 2026

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    July 16, 2026

    સુરત કોર્ટ પરિસરમાં બનેલી એક પ્રેરણાદાયી ઘટનાએ અક્ષરશઃ સાચી સાબિત કરી બતાવી છે.

    July 7, 2026
    Latest Posts

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.