Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, June 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » દરેક બ્રેકઅપને દુષ્કર્મ ન કહેશો : સુપ્રીમ કોર્ટ

    દરેક બ્રેકઅપને દુષ્કર્મ ન કહેશો : સુપ્રીમ કોર્ટ

    City Today DailyBy City Today DailyNovember 25, 2025

    નવી દિલ્હી,તા.૨૫
    સુપ્રીમ કોર્ટે દુષ્કર્મના એક કેસમાં કાયદાને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, દરેક અસફળ અથવા ખરાબ સંબંધને દુષ્કર્મનું નામ આપવું ગુનાની ગંભીરતાને ઓછી કરી દે છે. દુષ્કર્મનો આરોપ એ સૌથી ગંભીર પ્રકારનો ગુનો છે. જ્યાં હકીકતમાં યૌન હિંસા અથવા જબરદસ્તી કરવામાં આવી હોય ફક્ત એવા જ કેસમાં આવો આરોપ લગાવેલો હોવો જાેઈએ.
    જસ્ટિસ બી.વી નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે સોમવારે (૨૫ નવેમ્બર) એક કેસની સુનાવણી કરતા આ ટિપ્પણી કરી હતી. મહારાષ્ટ્રના એક વકીલ પર દુષ્કર્મ અને ગુનાઈત ધમકીનો આરોપ લગાવતી ફરીયાદ અને ચાર્જશીટને કોર્ટે નકારી દીદી છે. હકીકતમાં, ફરિયાદી મહિલાએ શરૂઆતમાં ભરણપોષણના એક મામલે કાયદાકીય મદદ માટે વકીલનો સંપર્ક કર્યો હતો અને બાદમાં તે કથિત રૂપે લાંબા સમય સુધી વકીલની સાથે સંબંધોમાં રહી હતી. બાદમાં તેણે વકીલ ઉપર દુષ્કર્મ અને ગુનાઈત ધમકીનો આરોપ લગાવ્યો હતો.
    કોર્ટે આ કેસમાં કહ્યું કે, દુષ્કર્મનો ગુનો સૌથી ગંભીર પ્રકારનો ગુનો છે. આ ફક્ત એવા જ મામલે લગાવવો જાેઈએ, જ્યાં હકીકતમાં યૌન હિંસા, બળજબરી અથવા સ્વતંત્ર સંમતિની કમી હોય. દરેક ખરાબ સંબંધને દુષ્કર્મના ગુનામાં બદલવો ન ફક્ત ગુનાઈત ગંભીરતાને ઓછી કરે છે.
    પરંતુ, આરોપી પર ક્યારેય દૂર ન થાય એવું કલંક અને ગંભીર અન્યાય પણ થોપે છે. ન્યાયતંત્ર કાયદાના આવા દુરૂપયોગ પર ગંભીર ચિંતા વ્યક્ત કરે છે. આ સાથે જ કોર્ટે બોમ્બે હાઇકોર્ટના એ આદેશને પણ રદ કરી દીધો, જેમાં કાર્યવાહીને રદ કરવાનો ઇનકાર કરી દેવાયો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રેકોર્ડ પર હાજર પુરાવા સ્પષ્ટપણે સંમતિથી બનેલા સંબંધ તરફ ઈશારો કરે છે, જે બાદમાં કડવાશમાં બદલાઈ ગયા હતા. મહિલા (ફરિયાદી) પોતે પુખ્ત વયની છે, શિક્ષિત છે, પોતાની ઈચ્છાથી વકીલના સંપર્કમાં રહી હતી, તે અવાર-નવાર વકીલને મળતી રહી અને ત્રણ વર્ષ સુધી તેની સાથે ગાઢ ભાવનાત્મ રૂપે જાેડાયેલી હતી.
    આ ર્નિણયમાં કોર્ટે સ્વીકાર્યું કે, ભારતીય સમાજમાં મહિલાઓ અવાર-નવાર લગ્નના વચન પર સંબંધ માટે સંમતિ આપે છે અને જાે તે વચન ફક્ત તેનું શોષણ કરવા કે ખરાબ નિયત સાથે આપવામાં આવ્યું હોય, તો આવી સંમતિ અમાન્ય હોય શકે છે. એવા મામલે કાયદાએ સંવેદનશીલ રહેવું જાેઈએ. પરંતુ, આવા આરોપોનું સમર્થન વિશ્વસનીય પુરાવા અને નક્કર તથ્યો પર આધારિત હોવું જાેઈએ, ન કે નિરાધાર આરોપ અથવા નૈતિક અનુમાન પર.

    Post Views: 150
    દરેક બ્રેકઅપને દુષ્કર્મ ન કહેશો : સુપ્રીમ કોર્ટ
    Previous Articleએસટી બસના ચાલકો બેફામ : રિંગરોડ બ્રિજ ઉપર ૩ કિમી સુધી રોંગસાઈડમાં બસ દોડાવી
    Next Article મમતાએ આપી કેન્દ્રને ધમકી, જાે મારા કે મારા કાર્યકર્તાઓ પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે તો, આખા ભારતમાં ભાજપને હચમચાવી નાંખીશ

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.