Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, June 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » વિપક્ષના હોબાળા બાદ મોદી સરકાર ઝૂકી, નવા ફોનમાં ‘સંચાર સાથી’ એપનો પ્રી-ઇન્સ્ટોલેશન ઓર્ડર પાછો ખેંચ્યો

    વિપક્ષના હોબાળા બાદ મોદી સરકાર ઝૂકી, નવા ફોનમાં ‘સંચાર સાથી’ એપનો પ્રી-ઇન્સ્ટોલેશન ઓર્ડર પાછો ખેંચ્યો

    City Today DailyBy City Today DailyDecember 3, 2025

    નવી દિલ્હી, તા.૩
    સંચાર સાથી એપને લઈને શરૂ થયેલા રાજકીય વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો ર્નિણય લીધો છે. સરકારે આ એપને ફોનમાં ફરજીયાત રાખવાના આદેશને પરત લઈ લીધો છે. સરકારે સાયબર સુરક્ષાને મજબૂત કરવા માટે બધા નવા સ્માર્ટફોનમાં સંચાર સાથી એપને પહેલાથી ઈન્સ્ટોલ કરવાનું ફરજીયાત કર્યું હતું, પરંતુ હવે આ આદેશને પરત લઈ લીધો છે.

    એપની લોકપ્રિયતા ઝડપથી વધી રહી હતી એટલે તેને ફરજીયાત કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો, જેથી ઓછા જાગૃત લોકો સુધી સુરક્ષા સરળતાથી પહોંચી શકે. છેલ્લા એક દિવસમાં ૬ લાખ લોકોએ આ એપ ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરાવ્યું જે પહેલાના મુકાબલે ૧૦ ગણું વધુ છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું કે અત્યાર સુધી ૧.૪ કરોડ યુઝર આ એપને ડાઉનલોડ કરી ચૂક્યા છે અને દરરોજ આશરે ૨૦૦૦ ફ્રોડની ઘટનાઓની જાણકારી મળી રહી છે. કોંગ્રેસે રાજ્યસભામાં સંચાર સાથી મોબાઈલ એપને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ દરેક વ્યક્તિના નિજતાના અધિકારનું હનન છે.

    શૂન્યકાળ દરમિયાન કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે એપની ઘણી વિશેષતાઓને લઈને આશંકા છે કે તેનાથી દરેક યુઝર્સના વાસ્તવિક સમયનું લોકેશન, સર્ચ હિસ્ટ્રી, નાણાકીય ટ્રાન્ઝેક્શન અને એસએમએસ અને વોટ્સએપ દ્વારા થનારી વાતચીત પર નજર રાખવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા ૨૮ નવેમ્બરના રોજ જારી કરાયેલા આદેશ મુજબ, તમામ મોબાઇલ ફોન ઉત્પાદકોને ભારતમાં વેચાતા નવા હેન્ડસેટ અને જૂના ઉપકરણો બંને પર સોફ્ટવેર અપડેટ દ્વારા સંચાર સાથી એપ્લિકેશન પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે મોબાઇલ ફોન કંપનીઓએ ખાતરી કરવી જાેઈએ કે પ્રી-ઇન્સ્ટોલ કરેલ સંચાર સાથી એપ્લિકેશન પ્રથમ ઉપયોગ અથવા ઉપકરણ સેટઅપ દરમિયાન વપરાશકર્તાઓ માટે સરળતાથી દૃશ્યમાન અને ઉપલબ્ધ હોય. સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ બુધવારે (૩ ડિસેમ્બર) જણાવ્યું હતું કે સંચાર સાથી એપ્લિકેશન દ્વારા જાસૂસી શક્ય નથી અને શક્ય બનશે નહીં.

    સાયબર સુરક્ષા કારણોસર તમામ નવા મોબાઇલ ઉપકરણો પર એપ્લિકેશનને પ્રી-લોડ કરવાના સરકારના નિર્દેશને ઘેરાયેલા વિવાદ વચ્ચે તેમણે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન આ નિવેદન આપ્યું હતું.તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દેશની જનતાના હાથમાં અધિકાર આપવા ઈચ્છે છે જેથી તે ખુદને સુરક્ષિત રાખી શકે. તેમણે કહ્યું કે જનતાની પ્રતિક્રિયા પર મળેલી સફળતાના આધાર પર આ પ્રયોગ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં જનતાના સૂચનોના આધાર પર સરકાર તેમાં પરિવર્તન માટે તૈયાર છે.

    Post Views: 152
    નવા ફોનમાં ‘સંચાર સાથી’ એપનો પ્રી-ઇન્સ્ટોલેશન ઓર્ડર પાછો ખેંચ્યો વિપક્ષના હોબાળા બાદ મોદી સરકાર ઝૂકી
    Previous Articleસુપરવાઇઝરના દબાણથી કંટાળી BLOનો આત્મહત્યાનો પ્રયાસ
    Next Article ઉમ્મીદ પોર્ટલની મુદ્દત વધારવાનો મુદ્દો સાંસદમાં ગુંજ્યો , ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા ‘એક્સ’ના માધ્યમથી અને ઈ-મેઈલ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધી સહિત ઇન્ડિયા ગઠબંધનના સાંસદોને કરેલી રજુઆતનો પડઘો ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા ‘એક્સ’ના માધ્યમથી અને ઈ-મેઈલ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધી સહિત ઇન્ડિયા ગઠબંધનના સાંસદોને કરેલી રજુઆતનો પડઘો

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.