Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, September 13
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુરતમાં હવે સિગ્નલ પર હોર્ન વગાડશો તો થશે દંડ

    સુરતમાં હવે સિગ્નલ પર હોર્ન વગાડશો તો થશે દંડ

    City Today DailyBy City Today DailyDecember 4, 2025

    સુરત, તા.૪
    સુરતમાં હોર્ન વગાડવા પર દંડનીય કાર્યવાહી થશે. ટ્રાફિક સિગ્નલ પર હોર્ન વગાડશે તો દંડ ફટકારવામાં આવશે. વધતાં જતાં નોઈસ પોલ્યૂશનને ધ્યાને રાખીને સુરત પોલીસ દ્વારા આ ર્નિણય લેવાયો છે. ટ્રાફિક પોલીસની ટીમ તમામ વિસ્તારમાં જનજાગૃતિ માટે પ્લેકાર્ડ લઈને ઉભી રહેશે. ગુજરાતમાં સૌ પ્રથમવાર સુરત પોલીસ હોર્ન વગાડવા પર દંડ ફટકારવામાં આવશે. સુરતમા ટ્રાફિક સિગ્નલ પર હોર્ન વગાડીને અન્ય વાહનચાલકોને હેરા કરનાર સામે લાલ આંખ કરવામાં આવી છે. સતત નોઇસ પોલ્યુશન વધતા જતા ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. હવે ટ્રાફિક સિગ્નલ પર હોર્ન વગાડનારાઓ પાસેથી દંડ વસૂલાશે. આ માટે સુરત ટ્રાફિક વિભાગ દ્વારા અવેરનેસ કાર્યક્રમ ચલાવાશે. શરૂઆતમાં જનજાગૃતિ માટે પ્લે કાર્ડ લઈ વિવિધ ટ્રાફિક જંકશન પર ઉભા રહેશે. બાદમાં ૫૦૦ થી લઈ ૧૦ હજાર સુધીનો દંડ વસૂલવામાં આવશે. જાેરશોરથી હોર્ન વગાડનારા સામે લાલ આંખ કરી દંડાત્મક કાર્યવાહી કરાશે તેવું ટ્રાફિક એસીપી એસ. આર. ટંડેલે જણાવ્યું.

    સુરત શહેરમાં ટ્રાફિક નિયમો મુદ્દે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે, શહેરમાં ગત પાંચ દિવસમાં વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ ૯,૭૫૩ કેસો કરવામાં આવ્યા છે જેમાં સ્થળદંડ તેમજ ઇ-ચલણની કાર્યવાહી કરાઈ હતી. શહેર વિસ્તારમાં બનતા પ્રાણઘાતક અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમનનાં સુચારુ સંચાલન માટે શહેર પોલીસ કમિશ્નર તથા સંયુક્ત પો.કમિશ્નર(ટ્રાફિક)ના માર્ગદર્શન મુજબ તા.૨૮/૧૧/૨૦૨૫થી તા.૦૨/૧૨/૨૦૨૫ દરમિયાન પાંચ દિવસમાં શહેરમાં સ્પેશિયલ ડ્રાઇવ યોજાઈ હતી. આ ડ્રાઈવ અંતર્ગત સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકો, હેલ્મેટ વગર, ઑવર-સ્પીડીંગ, ટ્રાફિક-સિગ્નલ ભંગ કરતા વાહન-ચાલકો તથા ટ્રાફિકના અન્ય નિયમોના ભંગ બદલ સ્થળદંડ તેમજ ઈ-ચલણનો માધ્યમથી કુલ ૯,૭૫૩ કેસો કરવામાં આવ્યા હતા.

    Post Views: 185
    સુરતમાં હવે સિગ્નલ પર હોર્ન વગાડશો તો થશે દંડ
    Previous Articleઉમ્મીદ પોર્ટલની મુદ્દત વધારવાનો મુદ્દો સાંસદમાં ગુંજ્યો , ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા ‘એક્સ’ના માધ્યમથી અને ઈ-મેઈલ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધી સહિત ઇન્ડિયા ગઠબંધનના સાંસદોને કરેલી રજુઆતનો પડઘો ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા ‘એક્સ’ના માધ્યમથી અને ઈ-મેઈલ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધી સહિત ઇન્ડિયા ગઠબંધનના સાંસદોને કરેલી રજુઆતનો પડઘો
    Next Article રખડતા શ્વાનનો આતંક યથાવત, શ્વાને હુમલો કરતા ૪ વર્ષની બાળકી લોહીલુહાણ

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.