Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 11
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ગુજરાતમાં હવેથી વકફ સંપત્તિઓના વિવાદના કેસમાં પણ કોર્ટ ફી ભરવી પડશે, ગુજરાત હાઈકોર્ટે આપ્યો આદેશ

    ગુજરાતમાં હવેથી વકફ સંપત્તિઓના વિવાદના કેસમાં પણ કોર્ટ ફી ભરવી પડશે, ગુજરાત હાઈકોર્ટે આપ્યો આદેશ

    City Today DailyBy City Today DailyDecember 17, 2025

    અમદાવાદ, તા.૧૭
    ગુજરાતમાં અત્યાર સુધીમાં હિન્દુ મંદિર કે ધાર્મિક મિલકત બાબતના વિવાદનો કોઈ પણ કેસ કોર્ટમાં જાય તો તેમણે કોર્ટ ફિ ભરવી પડતી હતી. આ જાેગવાઈમાંથી વકફ એક્ટ હેઠળની સંપત્તિઓના વિવાદ કોર્ટમાં જાય તો કોર્ટ ફી ભરવામાં આવતી નહોતી.
    જાે કે, ગુજરાત હાઈકોર્ટે આજે આપેલા ચૂકાદાને પગલે, હવેથી વકફ એક્ટ હેઠળની સંપત્તિઓના વિવાદ કોર્ટમાં જાય તો તેમણે પણ કોર્ટ ફી ભરવી પડશે.
    ગુજરાત હાઈકોર્ટે વકફ એક્ટ હેઠળ નોંધાયેલ સંપતિઓના વિવાદના કેસમાં કોર્ટ ફી અંગે એક મહત્વનો ચૂકાદો આપતા ઠરાવ્યું છે કે, કોઈ પણ વાદી કાનૂની પ્રક્રિયાથી ઉપર નથી.
    વક્ફ એક્ટ હેઠળની મિલ્કતો સંપતિ પણ હિન્દુ મંદિર કે ધાર્મિક મિલકતની બરાબર છે. આથી વકફ એક્ટ હેઠળની સંપતિ કે મિલકતોએ પણ કોર્ટ કેસના વિવાદમાં કોર્ટ ફી ભરવી પડશે. અત્યાર સુધી કોઈપણ હિન્દુ મંદિર અથવા ધાર્મિક જગ્યાને લઈને વિવાદ કોર્ટમાં જાય તો, કોર્ટ ફી ભરવી પડતી હતી. પરંતુવકફ એક્ટ હેઠળ નોંધાયેલ સંપતિઓના વિવાદના કેસમાં ફી ભરવામાં આવતી નહોતી. જેના કારણે અન્યાયની લાગણી થતી હતી અને કેસનો ભરાવો પણ થઈ રહ્યો હતો, કોર્ટ ફી લાગુ થયા બાદ હવેથી મુસ્લિમ સંપત્તિ વિવાદમાં કોર્ટ ફી ભર્યા બાદ જ કેસ આગળ વધશે. અત્યાર સુધી જુના વકફ કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ ના હોવાને કારણે વકફ એક્ટ હેઠળ નોંધાયેલ સંપતિઓના વિવાદના કેસમાં કોર્ટ ફી ભરવાની વ્યવસ્થા લાગુ પડતી નહોતી. જાે કે, ટ્રિબ્યુનલ દ્વારા જુદા જુદા વિવાદની સુનાવણી પહેલા ફી ચૂકવવાને લઈને પડકાર્યો હતો. જે અંગે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપતા ઠરાવ્યું છે કે, કોઈ પણ વાદી કાનૂની પ્રક્રિયાથી ઉપર નથી. આની સાથોસાથ વકફની ૧૫૦ અરજીઓ ફગાવાઈ દેવાઈ છે. હવેથી હિન્દુ ટ્રસ્ટની માફક જ વકફ એક્ટ હેઠળની મિલકતોના વિવાદના કેસ કોર્ટમાં દાખલ કરતા સમયે જરૂરી કોર્ટ ફી ભરવી પડશે. ગુજરાત હાઈકોર્ટના આ ચૂકાદાને પગલે, રાજ્ય સરકારની એક પ્રકારે કાનુની જીત થઈ છે.

    Post Views: 206
    ગુજરાત હાઈકોર્ટે આપ્યો આદેશ ગુજરાતમાં હવેથી વકફ સંપત્તિઓના વિવાદના કેસમાં પણ કોર્ટ ફી ભરવી પડશે
    Previous Articleઈમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં ૬ મહિનાનો વધારો કરાયો,ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર
    Next Article ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં ૮૭૦૨ કરોડ ટોલટેક્સનું ઉઘરાણું, નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી

    Related Posts

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    May 5, 2026

    ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ ભીની આંખે આપવીતી વર્ણવી : પોલીસે મને બળજબરીથી વાહનમાં બેસાડી, ખેંચી અને ધક્કો માર્યો, મારા હાથ અને પગમાં સળિયા નાખવામાં આવ્યા છે છતાં, પોલીસે મને ખેંચી જેનાથી મને ખૂબ દુખાવો થયો

    December 25, 2025

    ભાજપ વોર્ડ પ્રમુખના માથામાં દૂધના કેનનું ઢાંકણ માર્યું

    December 18, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.