Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, September 19
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ભાજપ વોર્ડ પ્રમુખના માથામાં દૂધના કેનનું ઢાંકણ માર્યું

    ભાજપ વોર્ડ પ્રમુખના માથામાં દૂધના કેનનું ઢાંકણ માર્યું

    City Today DailyBy City Today DailyDecember 18, 2025

    સુરત, તા.૧૮
    સુરતના પુણામાં મોબાઈલ પર વાત કરતા કરતા બાઇક પર દૂધના કેન લઈ જઈ રહેલા યુવકની બાઇક આગળ ઊભી રહેલી કારને અડતી હોઈ ખસેડવાનું કહેવા પર બે માથાભારે યુવકોએ કાર ચલાવી રહેલા વોર્ડ નંબર ૧૭ના ભાજપ વોર્ડ પ્રમુખ સાથે દાદાગીરી કરી હતી. ઈરાદાપૂર્વક બાઇક આગળ લઇ જઇ રિવર્સ લાવી કારના મેકવ્હીલને નુકસાન કરી સાગરીત સાથે મળી દૂધના એલ્યુમિનિયમ કેનનું ઢાંકણું માથામાં ફટકારી હંગામો કર્યો હતો.
    બે પશુપાલકોની દાદાગીરીથી હતપ્રભ થઇ ગયેલા ધર્મેન્દ્ર જગદીશ કાકડિયા (રહે. સત્યનારાયણ સોસાયટી, પૂણાગામ) લોન એજન્ટના વ્યવસાય ઉપરાંત વોર્ડ નંબર ૧૭માં ભાજપ વોર્ડ પ્રમુખ તરીકેને હોદ્દો ધરાવે છે. ગતરોજ સાંજે સરથાણામાં આવેલા ભાજપ કાર્યાલયમાંથી કારમાં ઘરે આવવા નીકળેલા ધર્મેન્દ્રની નાલંદા સ્કૂલ પાસે ઊભી હતી.આગળ ટ્રાફિક હતો. સવા છ વાગ્યાના અરસામાં પશુપાલક દૂધના કેન બાઈકની બંને સાઈડ લગાવીને મોબાઈલમાં વાત કરતા કરતા કારની પાછળ ધસી આવ્યો હતો અને કારને બાઈક અથડાવી દીધી હતી.
    ધર્મેન્દ્રએ ચાલકને બાઇક થોડી દૂર કરવા જણાવતાં તે દાદાગીરી પર ઉતરી આવ્યો હતો. બેફામ વાણીવિલાસ કરવાની સાથે બાઈક થોડી આગળ લઈ જઈ પરત રિવર્સમાં ખેંચી ઈરાદાપૂર્વક ભાજપના કાર્યકરની કારના આગલા વ્હીલને ટક્કર મારી નુકસાન પહોંચાડયું હતું. આ મુદ્દે એકાદ બે વખત બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા પશુ પાલકે પોતાની બાઈક પર રહેલાં દૂધના કેનનું ઢાંકણ કાઢીને ધર્મેન્દ્રના માથામાં જાેરથી મારી દીધું હતું.
    લુખ્ખાગીરી અસહ્ય થઈ પડતાં કારની બહાર નીકળ્યો તે સાથે જ આ યુવકે બીજા સાગરીત સાથે હુમલો કરી દીધો હતો. માર મારવાની સાથે બીજા સાગરીતે દૂધનું કેનનું વજનદાર ઢાંકણ આ કાર્યકરના માથામાં ફટકારી દેતાં તેને ચક્કર આવવા લાગ્યા હતા. તેના કારણે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને પશુપાલકની દાદાગીરી સામે રોષ પણ ઠાલવ્યો હતો. મધરાત્રે અઢી વાગ્યે પોતાની ફરિયાદ પૂણા પોલીસ મથકે માથાભારે જયદીપ વિજય ઢગલ (રહે. અમરોલી) નોંધી હતી.

    Post Views: 253
    ભાજપ વોર્ડ પ્રમુખના માથામાં દૂધના કેનનું ઢાંકણ માર્યું
    Previous Articleકાદરશાની નાળમાં ‘ગટરીયા પૂર’ જેવી સ્થિતિ
    Next Article એક દિવાલ પડી અને સેંકડોના ઘર છીનવાયા, ૮૦ લાખના ઘર માલિકોને જમવા-રહેવાના પણ ફાંફા

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.