Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, July 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સત્ય મેવ જયતે સાથે ઉધના ભાજપની કચેરીએ કોંગ્રેસની રામધૂમ, લાંબા સમય સુધી કાનુની લડત બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને રાહતને પગલે દેશભરમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સામે ઉગ્ર પ્રદર્શન

    સત્ય મેવ જયતે સાથે ઉધના ભાજપની કચેરીએ કોંગ્રેસની રામધૂમ, લાંબા સમય સુધી કાનુની લડત બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને રાહતને પગલે દેશભરમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સામે ઉગ્ર પ્રદર્શન

    City Today DailyBy City Today DailyDecember 19, 2025

    સુરતની ભાજપ ઓફિસ પર કોંગ્રેસનો હલ્લાબોલ સાથે મોદી-ભાજપ હાય-હાય ના સુત્રોચ્ચારથી માહોલ ગરમાયો, પોલીસે બાજી સંભાળી

    (સિટી ટુડે) સુરત. તા.૧૯
    હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી-રાહુલ ગાંધી સહિતના પદાધિકારીઓની મુક્તિ બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલી કોંગ્રેસે આજે સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલયે ધામો નાંખ્યો હતો અને રામધૂન સાથે હલ્લાબોલ મચાવીને ભાજપ-મોદી વિરૂદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યા હતા જેને પગલે એક તબકેક માહોલ તંગ બન્યો હતો.
    છેલ્લાં ૧૨ વર્ષથી કોંગ્રેસના દિગ્ગજાેને કાનુની દાવપેજમાં ફસાવવાની કોશિશ કરનાર નરેન્દ્ર મોદી અને ભાજપની મેલી મુરાદો પર પાણી ફેરતા કોર્ટે આખા કેસને જ રદબાતલ કર્યો હતો જેને પગલે દેશભરમાં કોંગ્રેસના નેતાઓ જશ્ન સાથે ભાજપ સામે દેખાવો યોજી રહ્યાં છે. આ અનુસંધાનમાં સુરત શહેર કોંગ્રેસના નવયુવાન પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાની હેઠળ ઉધના મેઈન રોડ પર એકત્રિત થયેલા કોંગ્રેસના આગેવાનોએ ભાજપ કાર્યાલયે જ મોરચો માંડ્યો હતો અને કાર્યાલયનો ઘેરો ઘાલીને રામધૂમ સાથે ભારે સુત્રોચ્ચાર કર્યા હતા જેને પગલે ભાજપ કાર્યાલયમાં બેઠેલા નેતાઓ અને કર્મચારીઓ પણ કચેરીના બહાર દોડી આવ્યા હતા. એક તબક્કે બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલીનું વાતાવરણ બન્યું હતું પરંતુ પોલીસે સકારાત્મક વલણ દાખવતા મામલાને સંભાલી લીધો હતો અને વાતાવરણ હળવું બનાવ્યું હતું.
    અંદાજિત દોઢ-બે કલાક સુધી ભાજપ કાર્યાલયને બાનમાં લીધા બાદ કોંગ્રેસે ભાજપના નેતાઓને નશ્યત આપતા જણાવ્યું હતું કે ‘સત્ય પરેશાન હો સકતા હૈ, પરાજિત નહીં‘. રાહુલ ગાંધી અને સોનીયા ગાંધી જેવા સંનિષ્ઠ અને પ્રામાણિક નેતાઓને કાનુની દાવપેચમાં ફસાવવા આટલા સરળ નથી.
    આજના કાર્યક્રમમાં શહેર પ્રમુખ સહિત સંગઠન મહામંત્રી રોહિત સાવલિયા, નવનિયુક્ત હોદ્દેદારો, પૂર્વ કોર્પોરેટરો, પ્રદેશના આગેવાનો, યુવાઓ તેમજ સ્થાનિક આગેવાનો જાેડાયા હતા. આ પ્રદર્શનમાં મહિલાઓની સંખ્યા પણ સારી એવી જાેવા મળી હતી.
    ઈતિહાસમાં પ્રથમવાર ભાજપ કાર્યાલયનો ઘેરો
    સુરતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર ભાજપના કાર્યાલયનો ઘેરો ઘાલતા કોંગ્રેસના અગ્રણીઓએ સંદેશ આપી દીધો છે કે આગામી દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર બનશે અને છેલ્લાં ત્રણ દાયકાથી સુરતને બાનમાં લેનાર ભાજપ શાસકોની શાન ઠેકાણે લાવતા કોંગ્રેસને વાર નહિ લાગે.

    Post Views: 243
    લાંબા સમય સુધી કાનુની લડત બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને રાહતને પગલે દેશભરમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સામે ઉગ્ર પ્રદર્શન સત્ય મેવ જયતે સાથે ઉધના ભાજપની કચેરીએ કોંગ્રેસની રામધૂમ
    Previous Articleએક દિવાલ પડી અને સેંકડોના ઘર છીનવાયા, ૮૦ લાખના ઘર માલિકોને જમવા-રહેવાના પણ ફાંફા
    Next Article સુરત જિલ્લામાં ૧૨.૫૦ લાખ મતદારોના નામ રદ, મતદારયાદી સુધારણા અંતર્ગત ૧૧.૧૭ લાખ મતદારોને નોટિસ અપાશે

    Related Posts

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    July 16, 2026

    સુરત કોર્ટ પરિસરમાં બનેલી એક પ્રેરણાદાયી ઘટનાએ અક્ષરશઃ સાચી સાબિત કરી બતાવી છે.

    July 7, 2026

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.