Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, June 9
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » BLO સમક્ષ ખોટી રીતે ૧૨ લાખ ૨૮ હજાર ફોર્મ નં. ૭ ભરનારા સામે ચૂંટણી ગાઈડલાઈન્સ મુજબ કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષ સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરશે

    BLO સમક્ષ ખોટી રીતે ૧૨ લાખ ૨૮ હજાર ફોર્મ નં. ૭ ભરનારા સામે ચૂંટણી ગાઈડલાઈન્સ મુજબ કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષ સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરશે

    City Today DailyBy City Today DailyJanuary 27, 2026

    સિટી ટુડે, અમદાવાદ :27

    BLO સમક્ષ ખોટી રીતે ૧૨ લાખ ૨૮ હજાર ફોર્મ નં. ૭ ભરનારા સામે ચૂંટણી ગાઈડલાઈન્સ મુજબ કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષ સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરશે

    તા. ૨૭-૧-૨૦૨૬ને મંગળવારના રોજ ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે મહત્વલક્ષી બેઠક મળી હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરિક્ષક તથા માજી ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીનભાઈ શેખની ઉપસ્થિતિમાં SIR ની કામગીરીને લઈ સઘન ચર્ચા વિચારણા થઈ હતી. બેઠકમાં અમદાવાદ શહેરના સામાજિક આગેવાન જુનેદભાઈ શેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

    શ્રી શેખે પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે, જે લોકોએ BLO સમક્ષ ખોટી રીતે ફોર્મ નં. ૭ ભર્યા છે તે તમામને ૧ વર્ષની જેલ, ૧ લાખનો દંડ તેમજ બંને પ્રકારની સજા કરવા માટે ERO, ચૂંટણી કમિશન ચૂંટણી ગાઈડલાઈન્સ મુજબ તેમની વિરુદ્ધ તાત્કાલિક FIR દાખલ કરે.

    BLO તમારી પાસે ફોર્મ નં. ૭ લઈને આવે તો તમારે તેનો ફોટો પાડીને તેની વિરુદ્ધ તુરંત જ FIR દાખલ કરવી જોઈએ. જો પોલીસ સ્ટેશન ફરિયાદ નથી લેતું તો અરજી આપીને આવો અને તેને કોર્ટમાં ચેલેન્જ કરી શકાય છે તેવું કોંગ્રેસના લીગલ સેલ દ્વારા કહેવામાં આવ્યું છે. ગુજરાતનું ચૂંટણી પંચ અસમંજસમાં છે. ભાજપ સરકારની તરફેણ કરે છે તો અધિકારીઓ સામે એક્શન લેવામાં આવશે અને જો કાર્યવાહી કરવામાં આવે છે તો ભાજપના જેટલા પેજ પ્રમુખ છે તે તમામ જેલમાં જશે કારણકે ખોટી રીતે ફોર્મ ૭ ભરવાનું તમામ કામ પેજ પ્રમુખો દ્વારા કરવામાં આવ્યુ છે.

    ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીએ જ ગુજરાતમાં આ જઘન્ય કૃત્ય કર્યું છે. મંદિરો અને વાડીઓમાં મીટીંગ કરીને આ કૃત્યને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ભાજપ અને RSS દ્વારા લોકોને ગાફેલ કરવામાં આવી રહ્યા છે અને પ્રવચનોમાં કહેવામાં આવે છે કે જો તમે આ નામો મતદાર યાદીમાંથી કઢાવશો તો તમે સ્વર્ગમાં જશો. ચોરી કરીને સ્વર્ગમાં તમે કેવી રીતે જઈ શકો?

    જ્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શ્રી અમિત ચાવડા, હું ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને શૈલેષ પરમાર, પ્રદેશ આગેવાન જુનેદ શેખ, ચૂંટણી કમિશનરશ્રીને મળવા ગયા ત્યારે અમારી પ્રથમ માંગણી ફોર્મ નં. ૭ જે લોકોએ ભર્યા છે તે તમામના નામ, સરનામા, કોન્ટેક્ટ નંબર સાથેની યાદી જાહેર કરવાની હતી. જો ફરિયાદ સાચી છે તો તેમના નામ કમી કરો અને જો ફરિયાદ ખોટી છે તો ફોર્મ નં. ૭ જેણે ભર્યું છે તેમને જેલની સજા કરો.

    ફોર્મ નં. ૭ ની તમામ વિગત દરેક વિધાનસભા દીઠ અમોને આપો પરંતુ હજી સુધી ચૂંટણી કમિશને તે અંગે કોઈ જ માહિતી અમોને આપી નથી ફક્ત ૧૨ લાખ ૩૯ હજાર ફોર્મ નં. ૭ ભરવામાં આવ્યા છે તેટલું જ ફકત. લુંજ ફક્ત કહ્યું છે.

    સુપ્રિમ કોર્ટ જ આદેશ કરશે કે હવે આ ૧૨ લાખ ૩૯ હજાર કોણ છે તેમના વિરુદ્ધ કોણે ફોર્મ ભર્યા છે આ બાબતને લઈને કોગ્રેસ પક્ષ હવે સુપ્રિમ કોર્ટના દ્વાર ખટખટાવશે અને તેના માટે આપણા પ્રદેશ પ્રમુખ નવી દિલ્હી ખાતે આજે હાઈકમાન્ડ સમક્ષ હાજર છે. મુકુલ વાસનિકજી સાથે મારી વાત થયા મુજબ શ્રી અભિષેક મનુસીંઘવી સમક્ષ ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને આગેવાનોએ જઈને આ બાબતે રજૂઆત કરી સુપ્રિમ કોર્ટમાં કેસ દાખલ કરવા કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં SIR પ્રક્રિયા બાબતે રાહુલ ગાંધી જી પણ સાથે જ છે.

    મેં શ્રી અમિત ચાવડાજીને કહ્યું કે આપણે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ કરી રહ્યા છીએ તો પછી વોટ ચોર ગદ્દી છોડ ગુજરાતમાં આવ્યું છે. સમગ્ર ગુજરાતના ૩૨ જિલ્લાઓમાં આપણા પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી આંદોલન કરવાનું છે અને કલેકટર ઓફિસે આવેદનપત્ર પણ આપવાનું છે આ પ્રકારની ગુજરાત પ્રદેશ કોંગ્રસની ગાઈડલાઈન છે.

    આ બાબત હિન્દુ-મુસ્લિમની નથી પરંતુ તમામ ગુજરાતીઓની અને ગુજરાતના સમગ્ર પ કરોડ મતદારોને સ્પર્શતી આ બાબત છે. ક્યાં સુધી આપણે હિન્દુ મુસ્લિમની વાતોને લઈને ડરીશું. કોંગ્રેસની થોડી તકલીફ રહી છે.

    ૧૭ જાન્યુઆરીના રોજ આપણા પ્રદેશ અધ્યક્ષશ્રી અમિત ચાવડા જી મતદાન ક્ષેત્ર આંકલાવથી ત્યાંના ડેપ્યુટી કલેકટરે મેસેજ આપ્યો કે કોગ્રેસ સમર્થિત ૮ હજાર લોકોની વિરુદ્ધ ફોર્મ નં. ૭ ની ફરિયાદો આવેલ છે. તે જ સમયે પ્રદેશ અધ્યક્ષે મીટીંગ કરીને વાત મૂકી કે ફોર્મ ન. ૭દ્વારા કોગ્રેસ સમર્થિત મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાનું કાવતરું શરુ થયેલ છે. જમાલપુર ખાડિયા વિધાનસભા વિસ્તાર બાબતે મેસેજ મળ્યો કે ૧૫૦ લોકો જે હયાત છે તેમને મૃત ઘોષિત કરીને નામ કમી કરવામાં આવ્યા છે.

    મેં દરિયાપુર વિધાનસભાના ERO ને ફોર્મ ૭ વિશે પૃછા કરી તો તેમણે ડરતાં ડરતાં મને જણાવ્યુ કે દરિયાપુર વિધાનસભા માં ૨૮ હજાર ફોર્મ ૭ ભરવામાં આવ્યા છે. જમાલપુરમાં ૨૨ હજાર, હિંમતસિંહ પટેલના ક્ષેત્રમાં ૪૨ હજાર, શેલેષ પરમારના ક્ષેત્રમાં ૩૭ હજાર ફોર્મ ૭ની માહિતી અમોને પ્રાપ્ત થઈ. આમ કોગ્રેસના જેટલા ગઢ છે તે તમામ મતક્ષેત્રોમાં ખોટી રીતે ફોર્મ ૭ ભરવામાં આવ્યા હોવાનું પુરવાર થયું.

    રાત્રે ૧ કલાકે જંબુસરથી સાકીબ મલેક અને મુસ્લિમ યુવક રાણાનો મેસેજ મળ્યો કે અંદાજે ૯ હજાર લોકોની વિરુદ્ધ ફોર્મ ૭ ભરવામાં આવ્યા છે. ત્યારબાદ લોકોમાં જઈને હયાત લોકોના વિડીયો ઉતારવામાં આવ્યા તે સમયે મામલતદારે વીડીયો ઉતારવાની ના પાડી અને કહ્યુ કે હમણાં અમો ફોર્મ લઈ લઈએ છીએ પછી કાર્યવાહી કરીશું.

    ફોર્મ નં. ૭માં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે જે પણ ફોર્મ ૭ ભરશે તેણે ઠોસ પુરાવો રજૂ કરવો પડશે કે આ વ્યક્તિ અહીં રહેતી નથી અથવા તો મૃત્યુ પામેલ છે તો તેને મરણ પ્રમાણપત્ર પણ રજૂ કરવું પડશે. ચૂંટણી કમિશનની વેબસાઈટ પર દર્શાવેલ છે કે દેશપૂર્ણ અને વેર રાખીને ખોટી રીતે ફોર્મ નં. ૭ ભરવામાં આવશે તેને ૧ વર્ષની જેલની સજા, ૧ લાખ રુ.નો દંડ અથવા બંને પ્રકારની સજા થઈ શકે છે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    ભાજપ દ્વારા કમલમ ઓફિસ ખાતેથી સોફ્ટવેરની મદદથી ખોટી રીતે હજારો અને લાખોની સંખ્યામાં ફોર્મ ૭ ભરવામાં આવ્યા છે. શેખ, સૈયદ, પઠાણ, વોરા તેમજ દલિત ભાઈઓ તેમજ કોગ્રેસના ઉજળીયાત મતદારો ઠાકોર, ક્ષત્રિય આમ હિન્દુ મુસ્લિમ જેટલા પણ કોગ્રેસ સમર્થકો છે તેમની વિરુદ્ધ ફોર્મ ૭ ભરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

    મેં અને અમિત ચાવડા જીએ મુકુલ વાસિનક જી સાથે વાત કરીને રાહુલ ગાંધી જીને આ બાબત પહોંચાડવાનું કહ્યું. ગુજરાત ચૂંટણી કમિશન દ્વારા ઓફિશીયલી ૧૨ લાખ ૨૯ હજાર ફોર્મ ૭ ભરવાની વાત પ્રસિદ્ધ કરતાં જ મેં તેમજ અમિત ચાવડાજીએ ઈલેક્શન કમીશનનો પુરાવો મુકુલ વાસનિકજીને મોકલ્યો. ત્યારબાદ વાસનિકજી એ કહ્યું કે બપોર પછી રાહુલ ગાંધી જી ટ્વીટ કરશે ત્યાર બાદ થોડા જ સમયમાં રાહુલ ગાંધી જી એ ટ્વીટ દ્વારા ગુજરાતમાં ચાલતી SIR પ્રક્રિયામાં વોટ ચોર ની બાબતે ઉલ્લેખ કર્યો.

    રાહુલ ગાંધી ના ટ્વીટ પછી ગુજરાત ચૂંટણી પંચ થરથર કાંપવા લાગ્યું કારણ કે તેમને ખબર છે કે વોટ ચોરીના મુદ્દે રાહુલજી કોઈને પણ

    છોડશે નહી. શ્રી વેણુગોપાલ, શ્રી મુકુલ વાસનીકજી, શ્રી અમીત ચાવડા જીની રજૂઆતને પગલે કોગ્રેસે મોટા ગજાના કોગ્રેસના સાંસદ નેતા અને અગ્રણી સુપ્રિમ કોર્ટના એડવોકેટ શ્રી અભીષેક મનુસીંઘવી જી ને સુપ્રિમ કોર્ટમાં આ મુદ્દે પીટીશન દાખલ કરવાની કાર્યવાહી સોપી છે. કોગ્રેસ દ્વારા ફોર્મ ૭ બાબતે હલ્લા બોલ ઠોસ અભિગમ અપનાવતા ગુજરાતના મુખ્ય ચૂંટણી કમીશનર હારીત શુક્લાજી ને ગત સપ્તાહે કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ દોડીને જવું પડ્યું કે આ બાબતે હવે શું કરવું. જીગ્નેશ મેવાણી એ પણ કહ્યું કે દલિત વર્ગ સામે ફોર્મ ૭ ભરવામાં

    આવ્યા છે તે હું પણ એટ્રોસીટી કરીશ.

    ચૂટણી કમીશનની ફોર્મ ૭ અંગે ગાઈડલાઈન છે કે એક બીએલઓ દ્વારા એક દીવસમાં ૧૦ થી વધારે ફોર્મ જમા કરાવી શકતા નથી તો પછી એક દિવસમાં ૨૦ થી ૨૨ હજાર ફોર્મ કેવી રીતે સ્વીકારવામાં આવ્યા કારણ કે એમાં અધિકારી પર જવાબદારી આવતાં તેની વિરુદ્ધ ફરીયાદ દાખલ થઈ શકે અને ગુનો સાબિત થતાં જેલમાં જવુ પડે.

    જેમણે ફોર્મ ભર્યું છે તે ફરીયાદીને પ્રથમ ચૂંટણી કમીશન દ્વારા બોલાવીને પૂછવામા આવે કે તમે જે ફોર્મ ૭ ભર્યું છે તે સાચું છે કે નહીં. જો સાચુ છે તો તેના પુરાવા આપો. જો સાચા પુરાવા આપે છે તો પછી જેણે ફોર્મ ભર્યું છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.

    Post Views: 573
    @Congress @jantaraid @darubandhi @gujarat@ Surat
    Previous ArticleSIR બાબતે મુસ્લિમ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓની સંયુક્ત બેઠક : રાજ્યના મુસ્લિમ સમાજના મહત્વપૂર્ણ પ્રશ્નો અને સમસ્યાઓનો સામનો કરવા ફિરકા-મસલક દરકિનાર કરી SIR બાબતે કલમાની બુનિયાદ પર એકજુટ થવા આહવાન આપણા અને પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે થાક-કંટાળો દરકિનાર કરી BLO સમક્ષ ઉપસ્થિત રહી તમારા યોગ્ય પુરાવા જમા કરાવવા આહવાન
    Next Article विषय : क्षत्रिय ठाकोर सेना के अभूतपूर्व कार्यक्रम की सराहना करते गिव क्षत्रिय ठाकोर और पाटीदार समाज की तर्ज पर गुजरात के 65 लाख मुस्लिम समाज को मसलक फिरका दरकिनार कर कलमे की बुनियाद पर संगठित होने का ग्यासुद्दीन शेख का आहवान

    Related Posts

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    June 1, 2026

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    May 22, 2026

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    May 21, 2026
    Latest Posts

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.