Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, June 29
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » SIR બાબતે મુસ્લિમ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓની સંયુક્ત બેઠક : રાજ્યના મુસ્લિમ સમાજના મહત્વપૂર્ણ પ્રશ્નો અને સમસ્યાઓનો સામનો કરવા ફિરકા-મસલક દરકિનાર કરી SIR બાબતે કલમાની બુનિયાદ પર એકજુટ થવા આહવાન આપણા અને પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે થાક-કંટાળો દરકિનાર કરી BLO સમક્ષ ઉપસ્થિત રહી તમારા યોગ્ય પુરાવા જમા કરાવવા આહવાન

    SIR બાબતે મુસ્લિમ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓની સંયુક્ત બેઠક : રાજ્યના મુસ્લિમ સમાજના મહત્વપૂર્ણ પ્રશ્નો અને સમસ્યાઓનો સામનો કરવા ફિરકા-મસલક દરકિનાર કરી SIR બાબતે કલમાની બુનિયાદ પર એકજુટ થવા આહવાન આપણા અને પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે થાક-કંટાળો દરકિનાર કરી BLO સમક્ષ ઉપસ્થિત રહી તમારા યોગ્ય પુરાવા જમા કરાવવા આહવાન

    City Today DailyBy City Today DailyJanuary 25, 2026
    Oplus_16908288

    સિટી ટુડે, અમદાવાદ :25

     

    SIR બાબતે મુસ્લિમ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓની સંયુક્ત બેઠક
    રાજ્યના મુસ્લિમ સમાજના મહત્વપૂર્ણ પ્રશ્નો અને સમસ્યાઓનો સામનો કરવા ફિરકા-મસલક
    દરકિનાર કરી SIR બાબતે કલમાની બુનિયાદ પર એકજુટ થવા આહવાન આપણા અને પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે થાક-કંટાળો દરકિનાર કરી BLO સમક્ષ ઉપસ્થિત રહી તમારા યોગ્ય પુરાવા જમા કરાવવા આહવાન
    ખોટી રીતે ફોર્મ નં. ૭ ભરનારા સામે ચૂંટણી ગાઈડલાઈન્સ મુજબ ફોજદારી કાર્યવાહી કરવા
    આહવાન
    તા. ૨૫ જાન્યુઆરી ૨૦૨૬ને રવિવારે  હોલ, શાહેઆલમ, અમદાવાદ ખાતે SIR બાબતના મહત્વપૂર્ણ મુદ્દાઓને સંલગ્ન પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી રણનિતી ઘડવા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
    આ મિટિંગમાં હાલની પરિસ્થિતિનું તથ્યાત્મક વિશ્લેષણ, કાયદાકીય અને લોકશાહી માર્ગે ઉકેલ સંયુક્ત રણનીતિ અને આગળની કાર્યયોજના પર મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.
    ઉપરોક્ત કાર્યક્રમ  – નામાંકિત એડવોક્ટ શ્રી સુહેલિ તિરમીજી સહિત જમિયતે ઉલમાએ હિન્દ ગુજરાત(જનાબ મહેમુદ મદની સાહબ), જમિયતે ઉલમાએ હિન્દ-અહેમદાબાદ (જનાબ અરશદ મદની સાહબ), ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ, જમાતે ઈસ્લામી સહિતની અન્ય મહત્વપૂર્ણ સામાજિક, ધાર્મિક સંસ્થાઓ સાથે સંયુક્ત બેઠકનું આયોજન મુફતી એહમદ દેવલા સાહબના અધ્યક્ષસ્થાને (મેમ્બર મજલિસે આમેલા, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોડ) ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સભ્ય એડવોકેટ શ્રી તાહિર હકીમ સાહબ સહિતની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસીના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ, શ્રી ઈકબાલ શેખ એડવોકેટ, પ્રદેશ આગેવાન શ્રી જુનેદ શેખ, મ્યુનિ. કાઉન્સિલશ્રીરો સહિત સમગ્ર ગુજરાતના અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી SIR બાબતે સઘન ચર્ચા વિચારણા કરી હતી.
    ઉપરોક્ત કાર્યક્રમનું સંચાલન જનાબ ખાદિમ લાલપુરી સાહેબ દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું હતું.
    સમગ્ર ગુજરાતમાં ડ્રાફટ મતદાર યાદીમાં સમાવિષ્ટ કુલ ૪ કરોડ ૩૪ લાખ મતદાતાઓમાંથી અંદાજિત ૪૦% મતદારોને Logical Discrepancy અને No Mapping ની શ્રેણીમાં ગણી BLO દ્વારા નોટિસ પાઠવી રૂબરૂ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે.
    BLO એ મતદારો પાસેથી પુરાવા મેળવ્યા બાદ ડ્રાફ્ટ મતદાર યાદીમાં નામ સમાવેશ કરવામાં આવ્યા છે, ત્યારે BLO દ્વારા ફરીથી મતદારોને નોટિસ પાઠવી રૂબરૂ ઉપસ્થિત રહેવાનું જણાવાતા મતદારો માનસિક-શારિરીક તાણ અનુભવી રહ્યા છે તેવા સમયે સમાજને અપીલ કરતાં કહ્યું હતું કે, આપણા અને પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે થાક-કંટાળો દરકિનાર કરી BLO સમક્ષ ઉપસ્થિત રહી તમારા યોગ્ય પુરાવા જમા કરાવો.
    વર્તમાન સમયમાં રાજ્યમાં SIR ની પ્રક્રિયા દરમ્યાન અનેક સ્થળોએ મતદાર યાદી, સરકારી દસ્તાવેજો અને વિવિધ શાસકીય પ્રક્રિયામાં ઇરાદાપૂર્વક મુસ્લિમોના નામ કાઢી નાખવાના ગંભીર ગોટાળા સામે આવી રહ્યા છે. આ પરિસ્થિતિ માત્ર વ્યક્તિગત નહીં, પરંતુ સમગ્ર મુસ્લિમ સમાજના બંધારણીય અધિકારો, લોકશાહી ભાગીદારી અને નાગરિક અસ્તિત્વનો ગંભીર પ્રશ્ન બની ગઈ છે.
    સમગ્ર ગુજરાતમાં SIR પ્રક્રિયા દ્વારા ડ્રાફટ મતદારયાદીમાં સામેલ ૧૪ લાખ મુસ્લિમ સમાજના મતદારોના નામોને ખોટી રીતે ફોર્મ નં. ૭ ભરી મતદારયાદીમાંથી કમી કરાવવાના બદઆશય દ્વારા સંવૈધાનિક અધિકાર અને લોકતાંત્રિક પ્રક્રિયાને છિન્ન ભિન્ન કરવા માંગતા ષડયંત્રકારો સામે FIR દાખલ કરાવવા મુસ્લિમ સમાજને આહવાન કરતા જણાવ્યું હતું કે આપણા અને પરિવારના ઉજજવળ ભવિષ્ય માટે થાક-કંટાળો દરકિનાર કરી BLO સમક્ષ ઉપસ્થિત રહી તમારા યોગ્ય પુરાવા જમા કરાવો.
    SIR, ફોર્મ નં. ૭, Logical Discrepancy અને No Mapping ના પુરાવા જમા કરાવવા વિશે મુસ્લિમ સમાજમાં જન જાગૃતિ ફેલાવવા તમામ મુતવલ્લીશ્રીઓ, તમામ બિનસાંપ્રદાયિક પક્ષોના જવાબદાર આગેવાનો, ધાર્મિક-સામાજિક સંસ્થાઓ, સિવીલ સોસાયટીના લોકો, એડવોકેટશ્રીઓ, નિવૃત સરકારી કર્મચારીઓને સામાજિક જવાબદારી નિભાવવા નમ્ર અપીલ કરી હતી.
    Post Views: 1,133
    @Congress @jantaraid @darubandhi @gujarat@ Surat @SIR @BLO @SUCIDE
    Previous Articleचुनावी गाईडलाईन्स के तहेत, आधार-दस्तावेज बिना पूर्वग्रह रखकर गलत तरीके से फार्म नं. ७ भरनेवालो के खिलाफ 1 साल की कैद और 1 लाख जुर्माना या दोनो प्रकार की सजा के प्रावधान को मद्देनजर रखकर एरो द्वारा फिर दर्ज करनी चाहिए : इमरान खेड़ावाला विधायक , ग्यासुद्दीन शेख, जीपीसीसी के वरिष्ठ नेता और गुजरात के पूर्व विधायक
    Next Article BLO સમક્ષ ખોટી રીતે ૧૨ લાખ ૨૮ હજાર ફોર્મ નં. ૭ ભરનારા સામે ચૂંટણી ગાઈડલાઈન્સ મુજબ કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષ સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરશે

    Related Posts

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    June 22, 2026

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    June 20, 2026
    Latest Posts

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.