Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 28
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    City Today DailyBy City Today DailyMay 9, 2026

    આરોપી પત્નીના ચેકો ગાંધીનગર એફએસએલમાં મોકલાયા અને હસ્તાક્ષર નિષ્ણાંતનો અભિપ્રાય તેણીની તરફેણમાં આવ્યો, જયારે પતિને માલ મળ્યાનું પુરવાર ન થયું : બંનેનો છુટકારો

     સિટી ટુડે  સુરત. તા…
    દસ વર્ષ જૂના 80 લાખ ઉપરાંતના ઉલ્લાસ નગરના વેપારી દંપતિ સામેના ચેક રીટર્ન કેસમાં પત્નીની સહી પુરવાર થઈ ન હતી. જયારે પતિને માલ મળ્યા નું પુરવાર થયું ન હતું. જેમાં પત્નીની સહીવાળા ચેકો ગાંધીનગર એફએસએલ માં હસ્તાક્ષર નિષ્ણાંતના અભિપ્રાય માટે પણ મોકલવામાં આવ્યા હતા અને તેમાં બચાવ પક્ષની રજૂઆતને સફળતા મળી હતી.

    સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના રીંગરોડ સ્થિત ટી.ટી. ટાવરમાં કાપડની દુકાન ધરાવતા અશોક મનસુખાની અને તેમની પત્ની પૂજા મનસુખાનીએ મહારાષ્ટ્ર ખાતેના ઉલ્લાસનગરના વેપારી દંપતી અનુક્રમે રોશની ભાટિયા અને મનોહર ભાટિયા સામે વર્ષ 2016 માં અત્રેની કોર્ટમાં ચેક રિટર્નના અલગ-અલગ છ કેસો કર્યા હતા. આ દંપતિ ઉપર 1 કરોડ ઉપરાંતનો કાપડનો માલ લીધા બાદ પેમેન્ટ ન ચૂકવવાનો આરોપ હતો. જેમાં પત્ની રોશની સામે રૂપિયા ૭૦,૦૧,૩૮૦ અને પતિ મનોહર સામે રૂપિયા ૧૦,૪૮,૦૦૦ નું લેણું વસૂલવા કેસો કરવામાં આવ્યા હતા. દસ વર્ષથી વધુ ચાલેલા આ તમામ કેસોમાં બચાવ પક્ષે એડવોકેટ અશ્વિન જોગડિયાએ દલીલ કરી હતી. જેમાં તેમણે પત્નિના કેસમાં આરોપીની ચેક પરની સહી પડકારી હતી અને તમામ ચેકો હસ્તાક્ષર નિષ્ણાંતના અભિપ્રાય માટે ગાંધીનગર એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. જયાંથી તકરારી ચેકો ઉપર આરોપી રોશની ભાટિયાની સહી ન હોવાની વાતને સમર્થન મળ્યું હતું. જેથી કોર્ટે તેમને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા હતાં.

    જયારે પતિ તરફે એડવોકેટ જોગડિયાએ બચાવ લીધો હતો કે, તેમને કથિત વ્યવહાર વાળો માલ મળ્યો જ નથી. ફરિયાદ પક્ષે જે બિલો રજૂ કર્યા છે તેમાં અલગ અલગ પેઢીઓના નામ છે અને તે પેઢીના માલિક આરોપી મનોહર ભાટિયા નથી તથા બિલોમાં કશે આરોપીની સહી નથી. જે દલીલ માન્ય રાખીને અત્રેની કોર્ટે તેમને પણ નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો.

    Post Views: 226
    @suratadvocate @ suratcourt #suratcourt
    Previous Articleઅમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત
    Next Article ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.