Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, May 21
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    City Today DailyBy City Today DailyMay 21, 2026

    સિટી ટુડે;20

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ

     

    પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

     

    ખાસ અપીલ

     

    સમગ્ર રાજયના શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા કાયદા દ્વારા પ્રમાણિત પશુની હેરફેરમાં ખોટી કનડગતથી રક્ષણ મેળવવા સ્થાનિક પોલીસ તંત્રને રાજ્યના પોલીસ વડાશ્રી દ્વારા ઈદ-ઉલ-અઝા બાબતે કરેલ પરિપત્ર સાથેનું અચૂક આવેદનપત્ર આપી સામાજિક જવાબદારી નિભાવવા અપીલ

     

    ઈદુલ અઝહાના તહેવાર આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાએ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના પોલીસવડા ડો. કે. લક્ષ્મી નારાયણ રાવ સાહેબ સાથે તા. ૫-૫-૨૦૨૬ના રોજ રૂબરૂ મુલાકાત કરી ખાસ વિનંતી કરતા જણાવ્યું હતું કે આપણા ભારત દેશમાં સમગ્ર હિન્દુ સમાજની ધાર્મિક આસ્થા – ભાવના ગાય તેમજ ગૌવંશ સાથે સંકળાયેલ હોઈ મુસ્લિમ સમાજ હિન્દુ સમાજની ધાર્મિક ભાવનાઓનો આદર-સન્માન કરી ગાય કે ગૌવંશની કુરબાનીથી હરહંમેશ અલિપ્ત રહ્યો છે અને રહેશે.

    ગાય કે ગૌવંશ પ્રતિબંધિત પશુઓ સિવાયના જે પશુઓને કાયદા દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા છે તેવા માત્ર ભેંસ, પાડા, ઘેટાં બકરા જેવા કાયદા મુજબના પશુઓની હેરફેર કરતા વાહનચાલકોની ખોટી રીતે હેરાનગતિ ના થાય એ સુનિશ્ચિત કરવા ડીજીપી સાહેબને વિનંતી કરતા રાજય પોલીસ વડાએ પરિપત્ર દ્વારા ગુજરાતના તમામ શહેર-જિલ્લા પોલીસને જાણ કરી છે.

     

    ખાસ નોંધ : રાજયના પોલીસ વડાશ્રી દ્વારા ઈદ-ઉલ-અઝહા તહેવાર બાબતે કાયદા દ્વારા પ્રમાણિત નીતિ નિયમો અનુસાર પરિપત્રનો ચુસ્ત અમલ કરી પશુઓની હેરફેર દરમ્યાન ખોટી કનડગતથી બચવા નીચે જણાવેલ બાબતોની અચૂક તકેદારી રાખવી ફરજિયાત છે.

     

    ૧) રાજયના પોલીસ વડા દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રની ઝેરોક્ષ કોપી સાથે રાખવી.

     

    ૨) પશુહેરફેર માટેના આરટીઓ પરમીટ ધરાવતા વાહનોમાં જ પશુઓની હેરફેર કરી શકાશે.

     

    ૩) આરટીઓ દ્વારા વાહન પરમીટમાં જેટલી સંખ્યામાં દર્શાવેલ હશે માત્ર તેટલા જ પશુની હેરફેર કરી શકાશે.

     

    ૪) પશુના મૂળ માલિકનો રેવન્યુ સ્ટેમ્પવાળો વેચાણ ખત તેમજ મોબાઈલ નંબર અચૂક સાથે રાખવા.

     

    ૫) વાહનમાં ઘાસચારો અને પાણીની વ્યવસ્થા ફરજિયાત રાખવી પડશે.

     

     

    Post Views: 139
    @eid #eid @gujarat #gujarat @muslim #muslim
    Previous Articleદસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    Related Posts

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    May 5, 2026

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    May 5, 2026

    नफरत छोडो… भारत जोडो… राहुल जी का अभियान सेक्युलर हिन्दु समाज के साथ कंधे से कंधा मिलाकर मतदान करने से ही सफल होगा

    April 18, 2026
    Latest Posts

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.