Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 11
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    City Today DailyBy City Today DailyJune 11, 2026

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ થાય છે.

    સિટી ટુડે:11
    ભારતીય રેલવે, મુંબઈ ડિવિઝનના જનરલ મેનેજરની યાદીમાં જણાવ્યા મુજબ મુંબઈ ડિવિઝનની જિલ્લા અને ગૌણ અદાલતો સમક્ષ રેલવેના મુકદ્દમા (લિટિગેશન)નું કામકાજ સંભાળવા માટે, રેલવે બોર્ડ દ્વારા નિર્ધારિત અને સમયાંતરે સુધારવામાં આવતી સામાન્ય શરતો અને નિયમોને આધીન, ત્રણ વર્ષના સમયગાળા માટે અથવા આગામી આદેશો સુધી રેલવે એડવોકેટ્સ તરીકે પેનલ પર એડવોકેટ્સના નામોને મંજૂરી આપી છે. જેમાં મુંબઈ, થાણે, પાલઘર, વસઈ સહિતની કોર્ટમાં 32 વકીલોની પસંદગી કરવામાં આવી છે. જયારે સુરતમાં 10 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરત ડિવિઝનમાં અશ્વિન જોગડીયા, હાર્દિક શાહ, રવીન્દ્રન ટી. એસ., પંચાલ દિવ્યાકુમારી, મયુર બી. પટેલ, હીના શિંદે, ધ્રુમિકા લંગાલિયા, , બિંદી દેસાઈ, , માનવી પટેલ, , દિવ્યા અગ્રવાલ અને રુષિ ત્રિવેદીની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત મુંબઈ ડિવિઝન માં આવતા નંદુરબારમાં 6, વલસાડ માં 5, નવસારી માં 2 અને વ્યારા માં 1 એકવોકેટને રેલવેના કેસો ચલાવવા માટે પસંદ કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે સુરતમાંથી નિમણૂક પામેલા અશ્વિન જોગડિયા અને હાર્દિક શાહ જીએસટીના સ્પેશ્યલ પબ્લિક પ્રોસિકિટ્યુટર પણ છે. જ્યારે રવીન્દ્રન ટીએસ પણ NCBના ખાસ સરકારી વકીલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે હવે આ વકીલોની કામગીરી અને અનુભવ જોઈને વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. જેને લઈને સુરતના વકીલ આલમમાં ખુશીનો માહોલ છે.

    Post Views: 13
    @suratadvocate @ suratcourt #suratcourt #railway
    Previous Articleભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    Related Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026

    અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં આરોપી ઈમ્તીયાઝ હનીફ શેખ નાઓની જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.