આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.
સિટી ટુડે: સુરત
કેસની ટુંકી વિગત એવી છે કે, આ કામના આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખ નાઓને ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા સને-૨૦૦૭ માં રેડ કરી પિનલ મિસ્ત્રી નામની ઈસમને ગેરકાયદેસર હથીયાર રાખવા અને વેચાણ કરવા બદલ અટક કરેલ અને તે આધારે અન્ય આરોપીઓના ત્યાં પિનલ મિસ્ત્રીને સાથે રાખી સર્ચ કરતાં પોલીસની ફરીયાદ મુજબ અબ્દુલ સમદ શેખના ત્યાંથી તથા સમીરખાન પઠાણના ત્યાંથી તથા હેમંત ઉર્ફે હેમુ પરદેશીના ત્યાંથી તથા મોહંમદ ઉમર નાનવાલા, કલમ શરદ પટેલ, અનીલ શીવરામ ગુપ્તાના ત્યાંથી ગેરકાયદેસર હથીયાર મળી આવેલા અને તે બાબતે ત્યારબાદ તમામની ધરપકડ બતાવેલ. સદરહુ કામે ચાર્જશીટ આવી જતાં ઉપરોકતવ કામે ન્યાયીક કાર્યવાહી ચલાવવાનો હુકમ કરેલ અને આરોપી અબ્દુલ સમદ શેખ તરફે એડવોકેટ આસીફ. એચ. વોરાને આરોપીએ પોતાના એડવોક્રેટ તરીકે ટ્રાયલ સમયે પોતાના બચાવ માટે નિમણુંક કરેલા અને નામદાર કોર્ટમાં સદરહુ કેસની ન્યાયીક કાર્યવાહીઓ ચાલી જતાં નામદાર કોર્ટ દ્વારા આરોપી અબ્દુલ સમદ શેખ વિગેરે નાઓને રેકર્ડ ઉપરના પુરાવાઓ તેમજ એડવોકેટ આસીફ એચ. વોરાની ધારદાર દલીલો ધ્યાને લઈ આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખનાઓને નિદોર્ષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.
આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખ તરફે સમગ્ર ટ્રાયલ દરમ્યાન એડવોકેટ આસીફ એચ. વોરા સમગ્ર ન્યાયીક કાર્યવાહીમાં બચાવપક્ષ તરફે હાજર રહી આખરી દલીલ કરેલ.
સ્થળ: સુરત તારીખ: ૧૪/૦૮/૨૦૨૬

