૮ સપ્ટેમ્બરે વિધાનસભાનો ઘેરાવ કરશે કોંગ્રેસ
ડસેમ્બર ૨૦૨૭ સુધીમાં દરેક વિધાનસભા તમામ બૂથમાંથી વોટચોરી પડકવામાં આવશે
(સિટી ટુડે) અમદાવાદ,તા.૦૧
આજ દેશમાં લોકશાહી પર મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. પહેલા ચૂંટણીપંચ વિપક્ષ સવાલનો જવાબ આપતું હતું. પરંતુ અત્યારે ચૂંટણીપંચ વિપક્ષનો જવાબ આપવાને બદલે રાહુલ ગાંધીને ચેતવણી આપે છે કે ૭ દિવસમાં માફી માંગે નહીં તો કાર્યવાહી કરવામાં આવશે. દેશમાં જે રીતે વોટચોરી થઈ રહી છે તેને જાેતા નૈતિકતાના ધોરણે વડાપ્રધાનને સત્તા પર રહેવાનો અધિકાર નથી તેવો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમે ચાવડા આક્ષેપ કર્યો હતો. અમદાવાદ ખાતે વોટ ચોર, ગદ્દી છોડ”ના નારા સાથે યોજાયેલ “વોટર અધિકાર જનસભા”ને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે દેશમાં હવે પરિવર્તન પવન ફૂંકાઈ રહ્યો છે. લોકસભા વિપક્ષ નેતા જનનાયક રાહુલ ગાંધીએ કર્ણાટકમાં વોટ ચોરી પકડી હતી. ગુજરાતમાં ચુટંણી પ્રચાર માટે જઇએ ત્યારે પરિણામ આપણી તરફે દેખાય પરંતુ પરિણામ તદ્દન વિપરીત હોય. વોટ ચોરી પહેલા શંકા હતી ચૂંટણીમાં કાંઈક ખોટું થઈ રહ્યું છે. હવે એ વાત નક્કી છે કે, ભાજપ પ્રજાના સાચા મતથી સત્તા પર બેઠા નથી.
ગુજરાતમાં પણ વોટ ચોરી અંગે ચકાસણી કરતા નવસારી લોકસભામાં ૩૦ હજાર વધુ બોગસ, નકલી, વોટ ચોરી પકડાઈ હવે આ વોટ ચોરને પકડવાની શરૂઆત થઈ ગઈ છે. ચાવડા એ જણાવ્યું કે,ગુજરાતમાં બેફામ ભ્રષ્ટાચાર, મોઘું શિક્ષણ, મોઘું આરોગ્ય, પ્રજા શાસકોથી ત્રસ્ત હોવા છતાં ૧૫૬ આવે એટલે લાગે કે દાળમાં ચોક્કસ કંઇક કાળું હોય. ચોર્યાસી વિધાનસભા પ્રમાણે વોટ ચોરી કરી હોય તો ગુજરાતમાં ૬૨ લાખ ગાલમેલ, શંકાસ્પદ મતદારો છે. તેમાંય કેન્દ્રીય મંત્રી પટેલના મતવિસ્તારમાં જ ખોટી મતદારયાદી જાેવા મળી રહી છે જે શરમજનક બાબત છે. જુદી જુદી પાંચ પધ્ધતિ વોટ ચોરી કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ ઘરે ઘરે જઈ વોટર વેરિફિકેશન કરશે. ડિસેમ્બર ૨૦૨૭ સુધીમાં તમામ બૂથમાંથી વોટચોરી શોધી આવશે. ગુજરાતમાં વોટચોરી પડકવામાં કોંગ્રેસ પક્ષ ‘વોટર અધિકાર યાત્રા’ કરશે. તા. ૮ સપ્ટેમ્બરે ગાંધીનગર વિધાનસભા ઘેરાવ કાર્યકમ કરવામાં આવશે.