(સિટી ટુડે) સુરત,તા.04
:: કરોડો રૂપિયાના યુ.એસ.ડી.ટી. સ્કેમમાં મુખ્ય આરોપી – બસ્સામ મકબુલ ડોક્ટર નાઓ તથા અન્યો વિરૂધ્ધ અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાના કામમે ધરપકડ થયેલ આરોપી – ફઝલ S/o શકીલ કમરૂદ્દીન શેખ નાઓને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરતી નામદાર ગુજરાત હાઈકોર્ટ:
કેસની વિગત એ પ્રકારની છે કે,
શહેર સુરત અથવાલાઈન્સ પોલીસ સ્ટેશન પાર્ટ – એ ગુન્હા રજીસ્ટર નં.૧૧૨૧૦૦૦૫૨૪૧૧૬૧/૨૦૨૪ ના કામમાં BNS એક્ટની કલમ ૩(૫), ૨૩૮ મુજબનો ગુન્હો રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે. આ કામના તપાસ કરનાર અધિકારીશ્રીએ હાલની જામીન અરજીના અરજદાર/આરોપી તથા અન્ય આરોપીની ધરપકડ તા.૦૩/૦૨/૨૦૨૫ ના રોજ કરેલ હતી. તા.૦૪/૦૨/૨૦૨૫ ના રોજ અરજદાર/આરોપીને નામદાર કોર્ટમા રજુ કરી પોલીસ કસ્ટડી રીમાન્ડની માંગણી કરવામા ન આવતા નામદાર કોર્ટે હાલના અરજદાર/આરોપીને જ્યુડીશ્યલ કસ્ટડીમા મોકલી આપવાનો હુક્મ કરેલ આમ, હાલના અરજદાર/આરોપી તા.૦૪/૦૨/૨૦૨૫ ના રોજથી અરજદાર/આરોપી જયુડીશ્યલ કસ્ટડીમાં હોય લાજપોર મધ્યસ્થ જેલ, સુરત મુકામે હતા. ત્યારબાદ ઉપરોક્ત ગુન્હાના કામના તપાસ કરનાર અધિકારીશ્રી નાઓએ હાલના ગુન્હાની તપાસ પુર્ણ થઈ ગયેલ છે અને ચાર્જશીટ પણ નામદાર કોર્ટમા રજુ થઈ ગયેલ છે.
૩૩૮, ૩૩૬(૨), ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૪૦, ૩૧૮(૪), ૩૧૯(૨), ૬૧(૨),
હાલના ગુન્હાની કામની ફરીયાદની ટૂંકી હકીકત ધ્યાને લેવામાં આવે તો,
“ઉપરોકત તા ટા અને જગ્યાએ આ કામના આરોપી ૧. મકબુલ અબ્દુલરહેમાન ડોકટર ૨. કાસીફ મકબુલ ડોકટર ૩. માઝ અબ્દુલરહીમ નાડા તથા વોન્ટેડ આરોપી ૪. બસ્સામ મકબુલ ડોકટર તથા પ. મહેશકુમાર મફતલાલ દેસાઈ રહે. અમદાવાદ, સુરત મો નં.44 7399989995 નાઓ તમામ ભેગા મળી ગુનાહિત કાવતરૂ રચી વોન્ટેડ આરોપી મુર્તુઝા ફારૂક શેખ. રહે. ઝાંપા બજાર મહિધરપુરા સુરત મો નં 7631331383 નાઓ મારફતે અલગ અલગ લોકોને લોભ લાલચ આપી છેતરપીંડીથી ઠગાઈ કરવા તેઓના નામે અલગ અલગ બેંકમાં સેવીંગ એકાઉન્ટ ખોલાવી તેમજ બોગસ ફર્મ કંપનીઓ ઉભી કરી તેવી બોગસ ફર્મ કંપની ના દસ્તાવેજ સાચા તરીકે બેંકમાં રજુ કરી આવી બોગસ ફર્મ કંપની ના નામે અલગ અલગ બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવી તેમજ પ્રિ એકટીવ કરેલ સિમકાર્ડનો ઉપયોગ કરી લોકો સાથે છેતરપીંડી કરી મેળવેલ ના ણા આવા એકાઉન્ટમાં જમા કરાવી તે નાણા યુએસડીટી કરન્સીમાં ફેરવી વિદેશમાં મોકલી ગુનાહિત આંચરી આ ગુનામાં મદદગારી કરી રેઈડ દરમ્યાન ઉપરોકત મુદ્દામાલ સાથે પકડાઈ જઈ ગુનો કરેલ હોય વિગેરે બાબત.”
ત્યારબાદ આરોપી ફઝલ $/0 શકીલ કમરૂદ્દીન શેખ નાઓ તર્ફે શહેર સુરતમા વકીલશ્રી ZAFAR BELAWALA નાઓ મારફતે રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવાને માટે જામીન અરજી કરેલ હતી. જે જામીન અરજી નામંજુર થયેલ હતી. ત્યારબાદ શહેર સુરતના વકીલશ્રી ZAFAR BELAWALA નાઓના માર્ગદર્શન હેઠળ નામદાર ગુજરાત હાઈકોર્ટના વકીલશ્રી ANIK TIMBALIA નાઓ મારફત રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવાને માટે જામીન અરજી દાખલ કરેલ હતી અને નામદાર ગુજરાત હાઈકોર્ટમા બચાવ પક્ષના વકીલશ્રી દ્વારા નીચે મુજબની મુખ્ય રજુઆત કરવામા આવેલી.
> ચાર્જશીટના પેપર્સો ધ્યાને લેતા પણ હાલના આરોપીએ હાલના ગુન્હાના કામે કોઈ પણ રીતે સંડોવાયેલ હોય તેવુ પણ બનેલ નથી.
> વધુમા હાલના આરોપીનો રોલ ધ્યાને લેવામાં આવે તો હાલના આરોપીએ અન્ય આરોપીઓને પોતાનુ માત્ર ને માત્ર બેંક ખાતુ વપરાશ કરવા માટે આપેલ હતુ. તેથી વિશેષ કોઈપણ પ્રકારની કોઈ ભુમિકા જણાય આવતી ન હતી.
> આરોપીએ અન્ય સહ આરોપી બસ્સામ ડૉકટર અને કાસીફ ડોકટર નાઓને તેઓનું HDFC બેંકમાં ચાલી આવેલ બેક અકાઉન્ટ કિટ સહ આરોપીઓને ગુનાહિત પ્રવૃતિ માટે રૂપિયા ૧૫,૦૦૦/ – લઇ રૂપિયા વાપરવા માટે આપેલ હતુ.
> આરોપીએ ફ્રોડની રક્મ પોતાના એકાઉન્ટમા મેળવી પોતે સગેવગે કરેલ હોય કે પોતાના અંગત સ્વાર્થમા વાપરી નાંખેલ હોય તેવો પણ કોઈ પુરાવો ચાર્જશીટ પરથી જણાય આવતો ન હતો.
> હાલના ગુન્હાની ચાર્જશીટ પરથી પણ હાલના આરોપીએ હાલના ગુન્હાના કામે કોઈ સક્રિય ભૂમિકા ભજવેલ હોય તેવી પણ કોઈ હકીકત હાલના આરોપી વિરૂધ્ધ જણાય આવતી ન હતી.
= નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ સાહેબશ્રી નાઓએ બંને પક્ષનાઓની વિગતવારની રજુઆતો અને દલીલો બાદ નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ સાહેબશ્રી નાઓએ આરોપી – ફઝલ $/0 શકીલ કમરૂદ્દીન શેખ નાઓને તા.૦૩/૦૯/૨૦૨૫ ના રોજ કેટલીક શરતોને આધિન રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરતો હુક્મ કરેલ છે.
તેમજ સુરત આરોપી ફઝલ $70 શકીલ કમરૂદ્દીન શેખ નાઓ તર્ફે નામદાર ગુજરાત હાઈકોર્ટના વકીલશ્રી ANIK. S. TIMBALIA । સ્થિત વકીલશ્રી ZAFAR BELAWALA નાઓએ રજુઆતો કરેલ અને જામીન અરજીની સફળ રજુઆતો કરેલ છે.