વહીવટી તંત્રએ એમ્બ્યુલન્સ સમયસર નહિં બોલાવી હોવાનો આક્ષેપ વિદ્યાર્થીના આપઘાત મામલે વિદ્યાર્થીઓનો SVNIT સંસ્થા સામે વિરોધ સુરત, તા.૦૧ સુરતની પ્રતિષ્ઠિત એસવીએનઆઈટી (SVNIT ) સંસ્થામાં કોમ્પ્યુટર સાયન્સના ત્રીજા વર્ષના વિદ્યાર્થી અને કેરળના રહેવાસી અદ્વૈત નાયરે ૩૦ નવેમ્બરની રાત્રે હોસ્ટેલમાંથી કૂદીને આપઘાત કરી લેતા કેમ્પસમાં ભારે રોષ અને શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ઘટના બાદ વિદ્યાર્થીઓએ વહીવટી બિલ્ડીંગની બહાર એકઠા થઈને વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે, કારણ કે પરીક્ષામાં નાપાસ થવાના તણાવમાં રહેલા અદ્વૈત માટે આપઘાતની ઘટના બાદ લગભગ ૩૦ મિનિટ સુધી એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચી હોવાના અને ત્યારબાદ હોસ્પિટલે પણ સારવાર શરૂ કરવાને બદલે ફોર્મ ભરવાની…
Author: City Today Daily
કોર્ટે અરજદારોને નિર્દેશ આપ્યો છે કે તેઓ આ મુદ્દે સંબંધિત ટ્રિબ્યુનલમાં જઈને પોતાનો પક્ષ રજૂ કરે નવી દિલ્હી, તા.૧ સુપ્રીમ કોર્ટે વક્ફની સંપત્તિઓની વિગતો UMEED પોર્ટલ પર અપલોડ કરવાની સમયમર્યાદા લંબાવવાની અરજીઓ પર સ્પષ્ટપણે ઇન્કાર કરી દીધો છે. આ અરજીઓમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) અને AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીની અરજીઓનો પણ સમાવેશ થતો હતો. કોર્ટે અરજદારોને નિર્દેશ આપ્યો છે કે તેઓ આ મુદ્દે સંબંધિત ટ્રિબ્યુનલમાં જઈને પોતાનો પક્ષ રજૂ કરે. વક્ફ સંપત્તિઓની વિગતો પોર્ટલ પર અપલોડ કરવાની છેલ્લી તારીખ ૫ ડિસેમ્બર સુધીની જ રાખવામાં આવી છે. જાે આ સમયમર્યાદામાં વિગતો અપલોડ કરવામાં નહીં આવે, તો સંબંધિત વ્યક્તિ…
પીએમ મોદીએ રાજ્યસભામાં સભાપતિનું કર્યું સ્વાગત, SIR લોકશાહીને મજબૂત બનાવવા હોવો જાેઈએ : સપા નવી દિલ્હી, તા.૧ સંસદમાં શિયાળા સત્રની આજથી શરૂઆત થઈ રહી છે. જે લગભગ ૧૯ દિવસનો રહેશે પરંતુ તેમાં ૧૫ જ બેઠકો થશે જેના કારણે આ સત્ર સૌથી ટૂંકું હોવાનો ઈતિહાસ બનાવશે. વિપક્ષો દળો આ વખતે સંસદ સત્રમાં SIR, આંતરિક સુરક્ષા અને લેબર કૉડ અંગે ચર્ચાની માગ કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ સરકાર ઈચ્છે છે કે વંદે માતરમ અંગે ચર્ચા થાય. SIR પર ચર્ચાની માગ કરતા વિપક્ષે લોકસભામાં ભારે હોબાળો મચાવ્યો હતો જેના પગલે બે વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરવાનો ર્નિણય લેવાયો હતો. સમાજવાદી પાર્ટીના પ્રમુખ…
નવી દિલ્હી, તા.૩૦ ચૂંટણી પંચે ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયાની સમયમર્યાદા લંબાવી છે. પંચે તેના અગાઉના આદેશને રદ કર્યો છે અને રિવિઝન પ્રક્રિયાને ફરીથી શેડ્યૂલ કરવાનો ર્નિણય લીધો છે. નાગરિકો પાસે હવે મતદાર યાદીઓ અપડેટ કરવા માટે વધારાના સાત દિવસનો સમય રહેશે. હવે, બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર દ્વારા ઘરે-ઘરે જઈને ચકાસણી ૧૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી ચાલશે. મતદાન મથકનું પુનર્ગઠન પણ ૧૧ ડિસેમ્બર સુધી ચાલશે. કંટ્રોલ ટેબલ અપડેટ અને ડ્રાફ્ટ રોલ તૈયારી તારીખો ૧૨ ડિસેમ્બરથી ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી છે. ડ્રાફ્ટ મતદાર યાદી ૧૬ ડિસેમ્બરના રોજ પ્રકાશિત થશે. ત્યારબાદ, દાવાઓ અને વાંધાઓ દાખલ કરવાની પ્રક્રિયા ૧૬…
નવી દિલ્હી, તા.૩૦ નેશનલ હેરાલ્ડ કેસનો જીન ગાંધી પરિવારનો પીછો છોડવાનું નામ નથી લઈ રહ્યો. આ જ ક્રમમાં, દિલ્હી પોલીસે ફરી એકવાર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ નવી ફરીયાદ નોંધી છે. દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ એ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભાના સાંસદ સોનિયા ગાંધી સહિત અનેક લોકો પર ફોજદારી કાવતરાના આરોપમાં નવી ફરીયાદ નોંધી છે. આ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મુખ્યાલય દ્વારા ફરિયાદ નોંધાવ્યા પછી રજિસ્ટર કરવામાં આવી છે. ફરીયાદ માં રાહુલ અને સોનિયા સિવાય અન્ય છ વ્યક્તિઓ અને ત્રણ કંપનીઓના નામનો પણ સમાવેશ થાય છે. હકીકતમાં, ફરીયાદ મુજબ આરોપ છે કે કોંગ્રેસ સાથે જાેડાયેલી કંપની એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ…
નવી દિલ્હી, તા.૩૦ મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં ખટરાગ ચરમસીમાએ પહોંચી ગયો છે. શિવસેના અને ભાજપ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે ખુદ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઝંપલાવ્યું છે. શનિવારે તેમણે અધિકારીઓને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, જાે તેમના કાર્યકરોને પરેશાન કરવામાં આવ્યા કે તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો તો તેમને “એકનાથ શિંદેના ગુસ્સાનો સામનો કરવો પડશે.” પોતાના સાથી પક્ષ ભાજપને પરોક્ષ રીતે ઈશારો કરતા શિંદેએ વધુમાં કહ્યું, “મને ખબર છે કે કોણ શું કરી રહ્યું છે. હું અત્યારે ચૂપ છું અને મને ચૂપ જ રહેવા દો. મને બધાના રહસ્યો ખબર છે. હું કોઈને પરેશાન…
મૌલાના મદનીએ આરોપ લગાવ્યો કે મુસલમાનોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને તેમના ધામિર્ક પોશાક, ઓળખ અને જીવનશૈલી પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે સુપ્રીમ કોર્ટને ત્યારે જ સુપ્રીમ કહી શકાય જ્યાં સુધી ત્યાં બંધારણ સુરક્ષિત છે : ભોપાલમાં એક કાર્યક્રમમાં બોલ્યા મૌલાના મદની ભોપાલ, તા.૨૯ જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદનીએ ભોપાલમાં એક કાર્યક્રમમાં ન્યાયતંત્રના તાજેતરના ર્નિણયો પર સવાલ ઉઠાવતા કહ્યું કે, બાબરી મસ્જિદ અને તલાક જેવા કેસોના ર્નિણયથી એવું પ્રતીત થાય છે કે અદાલતો સરકારના દબાણ હેઠળ કામ કરી રહી છે. અદાલતોના ઘણા એવા ર્નિણયો સામે આવ્યા છે, જેમાં બંધારણમાં આપવામાં આવેલા લઘુમતીઓના અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન થયું…
કોલકાતા, તા.૨૯ કેન્દ્ર સરકારના નવા વક્ફ સુધારા અધિનિયમ ૨૦૨૫નો મહિનાઓ સુધી જાહેરમાં વિરોધ કર્યાં બાદ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે આખરે આ કાયદાને સ્વીકાર કરી લીધો છે. રાજ્ય સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને તાત્કાલિક કાર્યવાહી કરીને ૬ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં રાજ્યની લગભગ ૮૨,૦૦૦ વક્ફ મિલકતોની વિગતો કેન્દ્રીય પોર્ટલ પર અપલોડ કરવાનો આદેશ આપ્યો છે. અહેવાલો અનુસાર, મમતા સરકારનો આ યુ-ટર્ન રાજકીય રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અગાઉ જાહેરમાં જાહેરાત કરી હતી કે તેઓ પશ્ચિમ બંગાળમાં આ નવા કાયદાને લાગુ થવા દેશે નહીં. એપ્રિલમાં જ્યારે સંસદમાં આ બિલ પસાર થયું હતું, ત્યારે રાજ્યમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો…
જમ્મુ, તા.૨૯ જમ્મુ-કાશ્મીરમાં ભાઈચારાનું એક ઉત્તમ ઉદાહરણ જાેવા મળ્યું છે. સરકારી જમીન પર બનેલા પત્રકાર અરફાઝના ઘરને તોડી પડાતા, લોકો સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. શુક્રવારે હિન્દુ પાડોશીએ અસરગ્રસ્ત પરિવારને તેમનું ઘર ફરીથી બનાવવા માટે પ્લોટ ભેટમાં આપ્યો છે. કુલદીપ કુમાર અને તેમની પુત્રી તાન્યાએ પત્રકારના પરિવારને ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં પાંચ મરલાનો પ્લોટ ઓફર કર્યો છે. કુમારે કહ્યું કે, હું મારી દીકરીના માધ્યમથી પરિવારને પાંચ મરલા જમીન ભેટમાં આપી રહ્યો છું જેથી મારો ભાઈ પોતાનું ઘર ફરીથી બનાવી શકે. તે બાંધકામમાં પણ મદદ કરશે. પીડિત પરિવારને ભેટ આપવાનો તેમનો વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે, જેની…
સુરત, તા.૨૯ સુરતમાં શિક્ષણ જગતને શર્મસાર કરનારી એક ઘટના સામે આવી છે, જ્યાં પોઝિટિવ ટ્યુશન ક્લાસિસનો એક શિક્ષક પોતાની જ ભૂતપૂર્વ વિદ્યાર્થિનીનું ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી બ્લેકમેલ કરતો હતો. આ સાથે જ વર્ચ્યુઅલ નંબરથી વ્હોટ્સએપમાં ‘બહુ મજા આવે છે રમત રમવાની બેન તો વધુ રમત રમીએ, થોડી વધુ મજા આવશે. નંબર બ્લોકમાં ના નાખો ઘણી બધી ડિટેલ આપવાની બાકી છે તમને. બધાને હજી મજાકની કોઈ એક હદ હોય છે તમે બધી…’ સહિતના મેસેજ કરી વિદ્યાર્થિનીને ‘વધુ રમત રમવાની‘ અને ‘મજા લેવાની‘ વાતો કરીને ડરાવતો હતો. આ સનકી શિક્ષકે હદ તો ત્યારે વટાવી જ્યારે તેણે વર્ચ્યુઅલ નંબરથી એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવી…
