(સિટી ટુડે) સુરત, તા.૦૮
બેગમપુરાના માસુમપીર કબ્રસ્તાન નજીક હાંસોટી સમાજના યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાતા સનસનાટી મચી ગઇ.
બે દિવસ પૂર્વે થયેલા ઝઘડામાં હનીફ હાસોટી નામના યુવાનને મોહલ્લામાં રહેતા જ એક પરિવારના દાદાભાઈ ફણીવાલા, આરીફ, અયાન અને રિઝવાનનામના માથાફરેલા ગુંડાઓએ માસુમ પીર કબ્રસ્તાન નજીક આતર્યો હતો અને હનીફ હાંસોટી પર તુટી પડ્યા હતા. અણધાર્યા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું અવસાન થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હત્યારાઓ ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસે ઘનિષ્ઠ શોધખોળ શરૂ કરી દીધી છે. જમીન દલાલને જૂની અદાવતમાં માર માર્યા બાદ ત્રણ દિવસની સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. તેને લઈને સલામતપુરા પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે પરિવારજનોએ કહ્યું હતું કે, જૂની અદાવતમાં જમીન દલાલને પતાવી દેવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, બેગમપુરા વિસ્તારમાં ૫૫ વર્ષીય મોહમ્મદ હનીફ ગુલામ રસુલ હાંસોટી પરિવાર સાથે રહેતા હતા. હાલ તેઓ જમીન દલાલ તરીકે કામ કરીને પરિવારનો ગુજરાન ચલાવી રહ્યા હતા. શુક્રવારના રોજ તેમના પર ત્રણ જેટલા શખસો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને હાથના પંચ સહિતના હથિયારો વડે માર મારવામાં આવ્યો હતો. જમીન દલાલને ત્યાર બાદ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચહેરા પર ૧૪ જેટલા ટાંકાઓ પણ લેવામાં આવ્યા હતા. જાેકે, ત્યાર બાદ તેને ખાનગી હોસ્પિટલમાં પરિવારજનો લઈ ગયા હતા. જ્યાં તેની સર્જરી કરવામાં આવનાર હતી. જાેકે, તે પહેલાં જ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જમીન દલાલના મોતના પગલે પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જમીન દલાલને જૂની અદાવતમાં મારવામાં આવ્યો હતો અને તેને પતાવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને બે જેટલા શખસોને પકડી પાડવામાં આવ્યો હોય તેવી માહિતી મળી છે.
બેગમપુરાના દાદાભાઇ ફણીવાલાએ પરિવારના સભ્યો સાથે મળી હનીફ હાસોટીને મોતને ઘાટ ઉતારી દીધો
-
Next
(સિટી ટુડે)
ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો થતાં લોકો રોષે ભરાયા : પોલીસ કમિશનર અને મેયર ઘટના સ્થળે પહોંચ્યા: અત્યાર સુધીમાં 35 લોકોની અટકાયત કરવામાં આવી છે :સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસની બિલ્ડીંગો માંથી પથ્થરમારો : અજાણ્યા યુવકોએ સામેથી પથ્થરમારો શરૂ કરી દીધો હતો: ડીસીપી વિજય સિંહ ગુર્જર સહિત બે પોલીસ કર્મી ઇજાગ્રસ્ત