(સિટી ટુડે)
પોલીસ કમિશનરનું કહેવું છે કે,સમગ્ર ઘટનાને લઈ ત્રણ ગુના નોંધવામાં આવ્યા છે.ત્રણ પૈકી એક જુવેનાઈલ એક્ટ મુજબનો ગુનો છે,પોલીસ પર એસોલ્ટની કલમનો પણ ઉમેરો કરાયો છે,ગાડી સળગાવાનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે, સાથે સાથે ટોળા વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરાઇ છે, આરોપીઓ સામે કડક કાર્યવાહી અગાઉ કરવામાં આવશે અને પોલીસે ટોળાને વિખેરવા કાર્યવાહી કરી હતી અને ટિયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા.ગણેશ મંડળથી પકડાયેલા લોકોને પોલીસચોકી લઈ જઈ પૂછપરછ કરી હતી. પોલીસ કમિશનરના કહેવા પ્રમાણે ટેકનિકલ ટીમ કામે લાગી હતી અને સીસીટીવીની મદદથી ખાસા એવા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે,હાલ શહેરમાં શાંતિનો માહોલ છે અને રાબેતા મૂજબ બધુ ચાલું છે, સ્થાનિકોને અપીલ છે કે કોઈ અફવા પર ધ્યાન આપવું નહી, સૈયદપુરા વિસ્તારમાં વર્ષોથી ગણેશ સ્થાપન થાય છે.જે જગ્યા પર પથ્થરમારો કરવામાં આવ્યો ત્યાં લોકો કોમી એકતાથી જ રહે છે. બાળકોના વાલીઓને પણ પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે. તેમની પણ સઘન પૂછપરછ કરવામાં આવશે. ઘણા બધા પોલીસ કર્મચારીને પણ ઇજા થઇ છે. ૧૦ જેટલા પોલીસકર્મી ઘાયલ થયા છે. હાલ અમારી પાસે સીસીટીવી પણ છે એમાંથી ઓળખ મેળવવામાં આવી રહી છે. કોઈને પણ છોડવામાં નહીં આવે. એકદમ પાકા પુરાવા સાથે કોર્ટમાં કડક સજા થાય તે રીતની કામગીરી અમે કરી રહ્યા છીએ. આવી રીતે કોઈ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે તો પોલીસની દાખલારૂપ કામગીરી કઈ રીતે થાય તે રીતનું અમે કામ કરીશું. સુરત પોલીસ મક્કમ છે.