સુરત, તા.૦૯
ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસની સાથે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ હરકતમાં આવ્યા છે. સૈયદપુરા વિસ્તારમાં પથ્થરમારાની ઘટના અસમાજિક તત્વો દ્વારા કરવામાં આવી હતી, ત્યાં મનપાના અધિકારીઓ બુલડોઝર લઇને પહોંચ્યા હતા. અને ૪૧૦૦ ચો. ફૂટ માપ વિસ્તારમાં અનઅધિક્રુત રીતે બનાવવામાં આવેલા પતરાના શેડ નંગ ૩ તથા કાચા પાકા લારીઓના દબાણ દુર કરાયા હતા. મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ વોર્ડ નં. ૭ સૈયદપુરા વિસ્તારમાં આવેલા નોંધ નં. ૧૬૧૨ વાળી સરકારી જગ્યા (સુડાનું રિઝર્વેશન)માં કરવામાં આવેલા આશરે ૪૧૦૦ ચો. ફૂટ માપ વિસ્તારમાં અનઅધિક્રુત રીતે બનાવવામાં આવેલા પતરાના શેડ નંગ ૩ તથા કાચા પાકા લારીઓના દબાણ દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
કાર્યપાલક ઇજનેરની સીધી સૂચના અને દેખરેખ હેઠળ શહેર વિકાસ વિભાગ દ્વારા પોલીસ વિભાગના સ્ટાફ તેમજ વોચ એન્ડ વોર્ડ વિભાગના સ્ટાફ, કતારગામ ઝોનના દબાણ વિભાગના સ્ટાફ સાથે રાખી કરવામાં આવી છે. સેન્ટ્રલ ઝોનના હોડી બંગલા તથા સૈયદપુરા પમ્પિંગ સર્કલ વિસ્તારમાં ઘનિષ્ઠ દબાણ ઝૂંબેશ હાથ ધરી