ભાજપ વિરુદ્ધ ગુજરાતની ૨૫ બેઠકો પર મતદાન કરીશું: ક્ષત્રિય સંકલન સમિતિ
અમદાવાદ, તા.૦૧
લોકસભાની ચૂંટણી પ્રચાર જામ્યો છે ત્યારે એ ભાજપ ને એ વાતનો ડર સતાવી રહ્યો છે કે, ગુજરાતમાં જાે ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તો તેનો લક્ષ પૂર્ણ નહીં થાય. આ તરફ ક્ષત્રિય સંકલન સમિતિએ દાવો કર્યો છે કે ગુજરાતમાં આઈબી નો રિપોર્ટ છે કે, ભાજપ દસ સીટો ગુમાવશે.
દરમિયાન,કરણ સિંહ ચાવડાએ કહ્યું કે, અમે કશું લેવા નીકળ્યા નથી પણ અમારો ક્ષત્રિય સમાજ એક થઈ ગયો છે એ મોટી વાત છે. ક્ષત્રિય સમાજે સંયમથી આંદોલન કર્યું તે ઇતિહાસમાં લખાશે. ગુજરાતના ક્ષત્રિયોએ ૭૫ વર્ષે ઈતિહાસ રચ્યો છે. તેમણે કહ્યું કે, સરકાર સાથેની બેઠકોમાં પણ બે લોકો જ બોલ્યા અને સમાજના બધા આગેવાનો સંભાળતા હતા. તેમણે કહ્યું કે, અમે ક્યાંય હાથ ફેલાયો નથી. સંપૂર્ણ ખર્ચ સંકલન સમિતિએ કર્યો છે. આઈબીનો રિપોર્ટ છે કે આ વખતે ભાજપ ૧૦ બેઠકો ગુમાવી શકે છે. ભાજપ વિરુદ્ધ ગુજરાતની ૨૫ બેઠકો પર મતદાન કરીશું. એક વ્યક્તિને દૂર કરી દીધા હોત તો આવું ના થાત.
રમજુભા જાડેજાએ કહ્યું કે, શંકા-કુશંકાથી દૂર રહેવાનું છે, સંકલન સમિતિ પર વિશ્વાસ રાખવાનો છે. મતથી જ જવાબ આપવાનો છે મતથી મોટી કોઇ વાત નથી. કોઈ પણ સમાજની નારી હોય કે નારીની વાત આવશે તો કોઈ પણ સમાજ આંદોલન કરશે. આ સાથે તેમણે કહ્યું કે, આ અસ્મિતાની લડાઈ છે. ભાજપ વિરુદ્ધ મતદાન કરીને જવાબ આપીશું.