(સિટી ટુડે) સુરત,તા.૦૨
સુરત શહેરના યુવાધનને બદબાદ કરતું એમડી ડ્રગ્સનો નશાના કારોબારમાં શહેરના અનેક યુવાનો ગળાદુબ થઇ ગયા છે. શહેરના કોટ વિસ્તારમાં ધમધમતા એમડી ડ્રગ્સના નશાએ અનેક યુવાનોની જીંદગી બદબાદ કરી નાંખી છે સાથે સાથે તેમના પરિવારજનોની પણ જીંદગી પાયમાલ બની ગઇ છે.
સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં લાલગેટ વિસ્તારમાં થોડાક દિવસ અગાઉ રામપુરા વિસ્તારમાંથી મોટા પાયે એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જાે કે, તે સમયે આરોપીઓ એસઓજીની ટીમને ચકમો આપી ભાગવામાં સફળ રહ્યા હતા.
ફરી આજરોજ, લાલગેટ પોલીસ મથકના પી.આઇ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના કોન્ટેબલ ચેતન સિંહને બાતમી મળી હતી કે, લાલગેટ પોલીસ મથકની હદમાં જલાલુદ્દીન ઇસ્માઇલ શેખ એમડીનું વહેંચાણ કરે છે અને તેના રહેઠાણ સ્થળ પર એમડીનો જથ્થો હોવાની વિગતો પ્રાપ્ત થતાં લાલગેટ સર્વેલન્સ ટીમે ઘરે છાપો મારતા ૧૧.૯૪ ગ્રામ પ્રતિબંધીત એમડી જેની રૂા.૧,૧૯,૪૦૦/- મળી હોવાનું જાણવા મળ્યું છે. લાલગેટ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી આરોપી સાથે સંકળાયેલા વ્યક્તિઓ અંગેની તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માનદરવાજા પાસે ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ૨૦ લાખનું એમડીડ્રગ્સ સાથે યુવકને ઝડપી પાડ્યો
સુરત, તા.૦૨
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડવામાં મોટી સફળતા મળી છે. માન દરવાજા પાસે ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જાેઈને એક યુવક ભાગવા લાગ્યો હતો. તેની પૂછપરછ કરતા તેની પાસે સ્ડ્ઢ ડ્રગ્સ હોવાનું સામે આવ્યુ હતું. પોલીસ દ્વારા ૨૦ લાખની કિંમતનું ૨૦૦ ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે મોહંમદ તોકિર શેખની ધરપકડ કરવામાં આવી છે અને તેને ડ્રગ્સ આપનાર રેહાન જાવેદ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને અલગ-અલગ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવા માટે પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરતના માન દરવાજા વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવતું હતું. તે સમયે પોલીસને જાેઈને એક અજાણ્યો યુવક ભાગવા લાગ્યો હતો. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ શખસને પકડવામાં આવ્યો અને તેની તપાસ કરતા આ શખસ પાસેથી ૨૦૦ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.
૨૦ લાખ રૂપિયામી કિંમતનું ૨૦૦ ગ્રામ ડ્રગ્સ મળતબુલીસ પણ ચોંકી ગઈ હતી. આ ઉપરાંત તેની પાસેથી એક મોબાઈલ અને ૧૨૦૦ રૂપિયા રોકડ પણ મળી આવ્યા હતા. જેથી પોલીસે આ શખસ પાસેથી ૨૦,૪૫,૪૦૦નો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા આ શખસનું નામ પૂછતા તેને પોતાનું નામ મોહમ્મદ તોકીર ઉર્ફે તોસીફ શેખ હોવાનું જણાવ્યું હતું. આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, આરોપી મોહમ્મદ તોકીર સુરતના રુસ્તમપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. તેને આ એમડી ડ્રગ્સનો મુદ્દામાલ રેહાન જાવીદ શેખ નામના ઈસમ દ્વારા આપવામાં આવ્યો હતો. મોહમ્મદ તોકીર રેહાન જાવેદ શેખના જણાવ્યા અનુસાર ડ્રગ્સના જથ્થાની હેરાફેરી કરતો હતો. બંને સાથે મળીને આ જ પ્રકારે છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. ત્યારે હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રેહાન જાવીદ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને મોહમ્મદ તોકીરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કેટલાક લોકો તેમની સાથે સંડોવાયેલા છે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.