- જુનાગઢના મમ્મુએ બોગસ એકાઉન્ટ, એકટીવ સીમકાર્ડ સહિત યુએસડીટીમાં રાજ્યભરમાં સૌથી મોટું સામ્રાજ્ય ઉભો કર્યો?
- મુંબઇમાં ઓફિસ ધરાવતો જુનાગઢના મમ્મુએ હવાલામાં રોજના લાખો રૂપિયાના આરટીજીએસ મારી અનેક લોકોને ગેરકાયદે પ્રવૃત્તિઓના રવાડે ચડાવ્યા
(સિટી ટુડે) સુરત,તા.૧૬
સુરત શહેરમાંથી બોગસ બેંક એકાઉન્ટ અને એકટીવ સીમકાર્ડ તથા યુએસડીટીના હવાલા રેકેટમાં સમગ્ર ગુજરાતભરમાંથી અનેક બોગસ બેંક એકાઉન્ટો દુબઇ સહિત અન્ય દેશોમાં સપ્લાય કરતો જુનાગઢના મમ્મુનો નેટવર્ક સમગ્ર રાજ્યભરમાં ચલાવી રહ્યો છે. મુંબઇ ખાતે ઓફિસ રાખી ત્યાંથી સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવી રહ્યું છે. જુનાગઢના મમ્મુનો નેટવર્ક સુરત શહેરના લાલગેટ, અઠવા, રાંદેર, અડાજણ, ઉમરા અને મોટા વરાછા સહિત અનેક વિસ્તારોમાં પથરાયેલું છે.
ગેરકાયદેસર કામોમાં બેતાજ બાદશાહ ગણાતા જુનાગઢના મમ્મુના મળતીયાઓ સમગ્ર સુરત શહેરમાં ફેલાયેલા છે. આર્થિક રીતે પાયમાલ થયેલા લોકોના ડોક્યુમેન્ટના આધારે બોગસ બેંક એકાઉન્ટો ખોલાવી તથા અલગ-અલગ કંપનીઓના સીમકાર્ડો એકટીવ કરાવી દુબઇ સહિત અન્ય દેશોમાં ઠલવાઇ રહ્યા છે. એરર્પોટ પર ઇમીગ્રેશનના સ્કેન ન થાય તે માટે ચોકલેટના બોક્સ સહિત લેપટોપના બેગમાં દબાવી દેવામાં આવે છે. જેમાં હુસેન-ડી તો માત્ર એક પ્યાદો છે. સુરત શહેરમાં જુનાગઢના મમ્મુ દ્વારા હુસેન-ડી જેવા અનેક લોકોને ઉભા કરી આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સાંપડી દેવામાં આવ્યા છે.