સુરત, તા.૭
ડુમસ – વાટા, ગવિયર માં ૧૩૫ બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી કરોડોની જમીન કૌભાંડ આચરનાર સમૃદ્ધિ કોર્પોરેશન સહિતના આરોપીઓના આ મસમોટા કૌભાંડમાં રોજ બ રોજ નવા-નવા ફણગાં ફૂટી રહ્યા છે. વાટા – ગવિયર સહિતની વિવાદી જમીનની ઇમ્પેક્ટ ફાઈલો મંજુર કરી દેવામાં આવી હતી. આ સાથે આ વિવાદી જમીનમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ ના આધારે અઠવા ઝોન દ્વારા વેરાબિલ પણ બનાવી દેવાયા હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ અંગે મળતી વિગત મુજબ આ વિવાદી જમીનના બબ્બે વેરાબિલ બન્યા હોવાનું કહેવાય છે. એક વેરાબિલ ખેતી તરીકે અને બીજું વેરાબિલ બિન ખેતી તરીકે આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ફરિયાદી આઝાદ રામોલિયાએ જણાવ્યું હતું કે ડુમ્મસના બ્લોક નં. ૮૧૫, ૮૦૧/૨, ૮૦૩, ૮૦૪, ૮૨૩, ૭૮૭/૨ વાટાના બ્લોક નં. ૬૧ વાળી ગવિયર ૨૭૯, ૨૮૬ (૧), ૮૧૨ (૧) જમીનના ખેતી તરીકે અમો તરફથી વેરાબિલ નિયમિત રીતે ચૂકવી રહ્યા છે, ત્યારે અઠવા ઝોને બોગસ પ્રોપર્ટી કાર્ડના આધારે બિન ખેતી તરીકેના વેરાબિલો ટ્રાન્સફર કરીને કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ વિવાદિત જમીનના આજની તારીખે બબ્બે વેરાબિલ આવી રહ્યા છે.