(સિટી ટુડે) સુરત,તા.૦૬
સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત નાઓએ રાંદેર વિસ્તારમાં એક વ્યક્તિનુ અજાણ્યા લોકો દ્વારા અપહરણ કરી તેની પાસેથી જબ્બરજસ્તીથી ૩૨,૦૭૧ યુએસડીટી તથા રૂ.,૧૮,૦૦૦/-ની લુંટના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા સુચના આપેલ જે સુચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશ્નર રાઘેવન્દ્ર વત્સ ક્રાઈમ, નાયબ પોલીસ કમિશ્નર રાજદિપસિંહ નકુમ એસ.ઓ.જી., નાઓના માર્ગદર્શન હેઠળ સુરત શહેર એસ.ઓ.જી., દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. રાંદેર પો.સ્ટે. એ પાર્ટ ૧૧૨૧૦૦૫૦૨૪૧૫૪૯/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.) -૨૦૨૩ ની કલમ- ૩૦૯(૬), ૧૧૧, ૩૧૦(૨) ૧૪૦(૩), ૩(૫), ૬૧(૨), ૩૫૧ (૩), તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબના લુંટના ગુન્હામાં સંડોવાયેલ આરોપી (૧) કૈલાશ ઉર્ફે કેલીયા આધાર પાટીલ (૨) દયાવાન ઉર્ફે બંટી અશોકભાઇ પાટીલ તથા (૩)અશોક ઉર્ફે ભુરીયા બિકા (૪) વસિમ હરૂન સોલંકી (૫) કૈલાશ ઉર્ફે બોચરીયા સંજયભાઈ પોટે (૬) જયેશ ઉર્ફે કાલીયો રમેશભાઈ પટેલ (૭) ગણેશ ઉર્ફે રાવસીયા રમેશ પાટીલ (૮) સાગર ઉર્ફે ઘોડા હરીશભાઇ પાટીલ નાઓને ઝડપી પાડવામાં આવેલ હતા. ઉપરોક્ત આરોપીઓની પુછપરછ દરમ્યાન સદરહુ ગુનામા સંડોવાયેલ તેઓની ગેંગના માણસોની માહિતી મેળવી તેઓને પણ ઝડપી પાડવા સુચના આપેલ હતી જે સુચના અંતર્ગત એસ.ઓ.જી.,ના પીસી સિકંદર બિસ્મિલા તથા પીસી અસ્લમ ઇદ્રીશ નાઓએ બાતમી આધારે લિંબાયત વિસ્તારમાંથી આરોપી- (૧) અજય ઉર્ફે ડી.જે ગોપાલ બાવિસ્કર ઉ.વ-૨૪ રહે. ઘર નં ૧૧ પહેલા માળે સહાજાનંદ સોસાયટી મમતા ટોકીઝ પાસે લિંબાયત સુરત મુળ વતન- ગામ.કાઝીપુરા ઇંગોના તા-ચોપડા જી-જલગાંવ (મહારાષ્ટ્ર) વાળા નાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
તેમજ એસ.ઓ.જી.,ના એચસી અનિરુધ્ધસિંહ મેરુભા નાઓને મળેલ બાતમી આધારે આરોપી (૨) રાહુલ ઉર્ફે રાહુલીયા સુનિલ રાઠોડ ઉ.વ-૨ર રહે. ઘર નં ૩૭ પ્રભુનગર આકાર રેસીડેન્સી પાસે શાંતીનગર લિંબાયત સુરત મુળ વતન-ગામ.અંચડ તા.ભડગાવ જી.જલગાંવ (મહારાષ્ટ્ર) વાળા નાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી રાંદેર પો.સ્ટે. એ પાર્ટ ૧૧૨૧૦૦૫૦૨૪૧૫૪૯/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.) – ૨૦૨૩ ની કલમ- ૩૦૯(૬), ૧૧૧, ૩૧૦(૨) ૧૪૦(૩), ૩(૫), ૬૧(૨), ૩૫૧(૩), તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબના ગુનામાં સંડોવાયેલ હતો.