(સિટી ટુડે)સુરત,તા.૧૦
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહ્તોત સુરત શહેર નાઓએ સુરત શહેરમાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે સુરત શહેર પોલીસ નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને ડામવામાં સફળ રહેલ છે. વધુમાં માનનીય પોલીસ કમિશ્નરને ધ્યાને આવેલ કે, સુરત શહેર વિસ્તારમાં ચાલનાં કેટલાક મેડીકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક ચીરપ કોડીન તથા ટેબ્લેટ ટ્રામાડોલ નામના નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી લોકાના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા યુવાધન આવી ગોળી તથા સીરપનુ સેવન કરીને નશાખોરીના રવાડે ચઢેલ હોય જેથી આવા મેડીકલ સ્ટોર શોધી કાઢી તેમના વિરૂધ્ધ કાર્યવાહી સુચના આપેલ તે સુચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશ્નર રાધવેન્દ્ર વત્સ ક્રાઈમ, નાયબ પો.કમિ. રાજદિપસિહ નકુમ એસ.ઓ.જી. નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.
ઉપરોક્ત સુચના અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ સુરત શહેર વિસ્તારમાં આવી નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ/સીરપ વેચાણ કરતા હોય તેવા મેડીકલ સ્ટોર્સ ઉપર વોચ રાખવા માટે એસ.ઓ.જી.ની અલગ-અલગ ટીમો બનાવામાં આવેલ તે દરમ્યાન એચ.સી.જગશીભાઇ શાંતીભાઇ તથા પી.સી. સિકંદર બિસ્મિલ્લા નાઓને વરાછા વિસ્તારમાં એક મેડીકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડૉકટરશ્રીના પિકીપ્શન વગર વેંચાતી હૈવાની બાતમી મળેલ હતી. જે અંતર્ગત એસ.ઓ.જી.ના અધિકારી/ માણસો તથા ફુડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેકટર સંજય સાવલીયા નાઓને સાથે રાખીને દુકાન નં- ૦૮ પંચવટી શોપિંગ સેંટર ઉમીયાધામ રોડ વરાછા સુરત ખાતે આવેલ સપના મેડીકલ સ્ટોર્સ” નામના મેડીકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડીકલ સ્ટોરના સંચાલકચતુરભાઇ હરદાસભાઇ સેલડીયા ઉ.વ.૬૬ રહે. ઘર નં-૧૦૮ સંતોક એપાર્ટમેન્ટ ગાયત્રી ખમણની સામે વરાછા સુરત વાળા કોઇ પણ જાતના ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુક્ત દવાડું) નું વેચાણ પોતાના મેડીકલ સ્ટોર ઉપરથી કરેલ, જેથી ઉપરોક્ત ટીમ દ્વારા તેના મેડીકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી રેઇડ કરી નો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી CODEINE PHOSPHATE શિરપ નંગ-૨૯ જેની કિં.રૂ.૪,૩૫૦/- ની મત્તાની મળી આવેલ છે. ઉપરોક્ત મેડીકલ સ્ટોર માંથી મળી આવેલ અને પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી સીરપ તથા ટેબ્લેટના જથ્થા બાબતે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરેલ છે. તેમજ તેઓની તપાસ દરમ્યાન ગેરકાયદેસર જણાઈ આવ્યેથી મેડીકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.