- લાલગેટ પાસે આવેલ પે એન્ડ પાર્ક પાકિર્ંગનો વિડીયો વાયરલ થયા બાદ મામલો ગરમાયો
(સિટી ટુડે) સુરત,તા.૧૫
લાલગેટ વેડિંગ શો રૂમની બાજુમાં મનપા સંચાલીત ચાલતા પેન્ડ પાર્કને પોતાના બાપની જાગીર સમજી કોન્ટ્રાક્ટર દ્વારા ઉઘાડી લૂંટ કરવામાં આવતી હોવાના કારણે અનેકવાર ફરીયાદો કરાઇ હોવા છતાં સેન્ટ્રલઝોનના AMC ડેક્શોન ક્રિશ્ચીનના કાર્યક્ષેત્રમાં આવતા પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરને જાણે ખુલી છુટ આપી હોય તેમ બેફામ ઉઘારણાં કરાતા એક જાગૃત નાગરીક દ્વારા વિડીયો બનાવી લેવાયા બાદ વિડીયો વાયરલ થતાં મનપા કમિશનરે તત્કાલ તપાસનો આદેશ કર્યો છે.
મળતી માહિતી મુજબ, આ વિડીયોના કારણે મનપા કમિશનર શાલીની અગ્રવાલ એટલી હદે ગીન્નાયા હતા કે સેન્ટ્રલઝોનના અધિકારીઓને ખખડાવી નાંખ્યા હતા અને તમે શું કરી રહ્યા છો, તત્કાલ તપાસ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.
પણ નવાઇની વાત તો એ છે કે, હાલ સુધી AMC ડેક્શોન ક્રિશ્ચીન દ્વારા કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી વધુ વાર અરજદાર દ્વારા મનપા કમિશનરની મુલાકાત લેવાની ફરજ પડી છે. પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટરની દાદાગીરી અને ત્યાં કામ કરતા લોકોને ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે પણ લાલગેટ પોલીસ મથકમાં અરજદાર દ્વારા લેખીતમાં ફરીયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે. લાલગેટ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.
હવે જાેવાનું એ છે કે, સેન્ટ્રલઝોનના બાહોશ અધિકારીઓ વિડીયો વાયરલ થયાના બાદ સચોટ પુરાવા મુજબ સેન્ટ્રલઝોનના અધિકારીઓ પણ પોલીસ ફરીયાદ કરશે ખરા? કે પછી તપાસ ચાલે છેનું રટણ કરી આ મામલાને રફેદફે કરવાનો પ્રયાસ કરાશે? આ મામલે એમએમસી ડેક્શોન ક્રિશ્ચીનને ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી.