Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Wednesday, August 12
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » કરીનાએ મુંબઈ પોલીસને જણાવી હુમલાની કહાની : ૬૦ કલાક પછી પણ પોલીસને કોઈ નક્કર પુરાવા મળ્યા નથી

    કરીનાએ મુંબઈ પોલીસને જણાવી હુમલાની કહાની : ૬૦ કલાક પછી પણ પોલીસને કોઈ નક્કર પુરાવા મળ્યા નથી

    City Today DailyBy City Today DailyJanuary 18, 2025

    સૈફઅલી ખાન પર થયેલા હુમલા મામલે
    બધા સીસીટીવી ફૂટેજ તપાસવા છતાં
    પોલીસ પુરાવો શોધી શકી નથી
    મુંબઈ, તા. ૧૮
    સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મુંબઈ પોલીસે વધુ એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. બાંદ્રા પોલીસ સ્ટેશનમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જાેકે, હુમલાના ૬૦ કલાક પછી પણ પોલીસને કોઈ નક્કર પુરાવા મળ્યા નથી કે આરોપીઓની ઓળખ થઈ નથી.
    જે વધુ એક શકમંદની અટકાયત કરવામાં આવી છે તે અંગે જાેકે વધુ માહિતી બહાર આવી નથી અને મુંબઈ પોલીસે પણ કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. પોલીસ શંકાસ્પદ વ્યક્તિને બાંદ્રા પોલીસ સ્ટેશન લઈ ગઈ છે અને તેની પૂછપરછ કરી રહી છે. એ નોંધવું જાેઈએ કે સૈફ પર હુમલાને ૬૦ કલાક વીતી ગયા છે અને પોલીસ હજુ પણ ખાલી હાથ છે.બધા સીસીટીવી ફૂટેજ તપાસવા છતાં પોલીસ એક પણ પુરાવો શોધી શકી નથી,
    જે આશ્ચર્યજનક છે. તે અત્યાર સુધી આ કેસમાં આરોપીઓને ઓળખી કે પકડી કેમ શકી નથી તે અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. પોલીસે શંકાસ્પદ આરોપીઓને શોધવા માટે ૩૫ ટીમો બનાવી છે.
    ગત ૧૫ જાન્યુઆરીના રોજ મધ્યરાત્રીએ ૨.૩૦ વાગ્યે હુમલાખોર સૈફના ઘરમાં ઘૂસી ગયો અને તેના પર છરીથી હુમલો કર્યો.

    બીજા દિવસે, મુંબઈ પોલીસે એક આરોપીની ધરપકડ કરી, જ્યારે બીજાે ફરાર હતો. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને હવે ૬૦ કલાક પછી બીજા શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જાેકે, એ સ્પષ્ટ નથી કે આ વ્યક્તિ કોણ છે, શું આ એ જ હુમલાખોર છે? પોલીસ હાલમાં આ અંગે કશું કહ્યું નથી.
    અહેવાલો અનુસાર શુક્રવાર, ૧૭ જાન્યુઆરીના રોજ શાહિદ નામના વ્યક્તિને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને પૂછપરછ કરવામાં આવી હતી. પાછળથી ખબર પડી કે તેનો આ કેસ સાથે કોઈ સંબંધ નથી. પોલીસે અત્યાર સુધી મેળવેલા સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિ બાંદ્રા પોલીસ સ્ટેશનની આસપાસ અને પછી રેલવે સ્ટેશન પર ફરતો જાેવા મળ્યો હતો. સૈફ પર હુમલાના ચાર દિવસ પહેલાં તેણે વર્સોવાના એક ઘરમાંથી જૂતાં ચોર્યા હતા. સૈફ પર હુમલા પછી તેણે રેલવે સ્ટેશનની એક દુકાનમાંથી હેડફોન ખરીદ્યા. પોલીસનું માનવું છે કે હુમલાખોર મુંબઈથી ભાગી ગયો હશે અથવા નજીકના કેટલાક વિસ્તારોમાં છુપાયેલો હશે.
    …..
    મુંબઈ, તા. ૧૮
    બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલાની તપાસ મુંબઈ પોલીસ કરી રહી છે. નૈની બાદ હવે કરીના કપૂરે પોતાનું નિવેદન નોંધાવ્યું છે.
    કરીનાએ બાંદ્રા પોલીસને જણાવ્યું કે, સૈફે એકલા જ એ હુમલાખોરનો સામનો કર્યો, તેણે ઘરની તમામ મહિલાઓને બિલ્ડિંગના ૧૨માં માળે મોકલી દીધી હતી. તે વચ્ચે ન પડતો તો કંઈ પણ થઈ શકતું હતું.
    પોલીસ સાથે વાત કરતા કરીનાએ જણાવ્યું કે, જ્યારે હુમલો થયો તો સૈફે બાળકો અને મહિલાઓને ૧૨માં માળે મોકલી દીધા. સૈફે મહિલાઓ અને બાળકોને બચાવવાની કોશિશ કરી. સૈફ વચ્ચે આવ્યો તો હુમલાખોર જહાંગરી (સૈફ-કરીનાનો દીકરો) સુધી પહોંચી શક્યો નહીં. કરીનાએ એવું પણ જણાવ્યું કે, હુમલાખોરે ઘરમાંથી કોઈ સામાન ચોર્યો નથી. પણ તે ખૂબ જ આક્રમક હતો. તેણે કેટલીય વાર સૈફ પર હુમલો કર્યો. હું આ હુમલા બાદ ગભરાઈ ગઈ હતી, એટલા માટે કરિશ્મા મને તેના ઘરે લઈ ગઈ હતી.
    આ અગાઉ સૈફ કરીનાના બાળકો-તૈમૂર અને જેહની કેર ટેકરે જણાવ્યું હતું કે, આખરે હુમલાના દિવસે શું થયું હતું? કેર ટેકરે જણાવ્યું હતું કે, તે છેલ્લા ચાર વર્ષથી તેમના ઘરમાં કામ કરી રહી છે. તેણે જણાવ્યું કે, ૧૫ જાન્યુઆરીની રાતે બે વાગ્યે એક અજીબ અવાજ સંભળાયો તો હું જાગી, બાથરુમની લાઈટ ચાલું હતી. જ્યારે હું જાેવા ગઈ તો એક વ્યક્તિ બહાર નીકળ્યો, તે જેહ પાસે જઈ રહ્યો હતો.
    આ જાેઈ હું ફટાફટ ઉઠી બાળકો પાસે ગઈ તો તેણે આંગળીનો ઈશારો કરતા કહ્યું કોઈ અવાજ ન થવો જાેઈએ. મેં તેને રોકવાની કોશિશ કરી તો તેણે મારા પર હુમલો કરી દીધો. તેણે એક કરોડની માગ કરી હતી. અવાજ સાંભળીને સફ અને કરીના દોડ્યા, પણ આરોપીએ સૈફ પર હુમલો કરી દીધો. આ ઘટનામાં સૈફને કેટલીય જગ્યાએ ઈજા થઈ. આરોપી ૩૫થી ૪૦ વર્ષનો હોવાનું કહેવાય છે. સીસીટીવી ફુટેજમાં તેનો ચહેરો પણ દેખાઈ રહ્યો છે. હુમલા બાદ તે સીડીઓના રસ્તે બહાર ભાગી રહ્યો છે.

    Post Views: 816
    @SAIF
    Previous Articleકેનેડા ગયેલા વીસ હજાર ભારતીય વિદ્યાર્થીઓ કોલેજાેમાં ગયા જ નહીં
    Next Article રાહુલ સામે ભડકાઉ નિવેદન મુદ્દે ફરિયાદ

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    ચેક રીર્ટનના કામે આરોપી અસ્લમ અબ્દુલ અઝાક શેખનાઓને ચેક રીટર્નના ગુન્હામાં ૧ વર્ષની સજા અને રૂપિયા ₹ ૨,૫૦,૦૦૦/- ફરીયાદ દાખલ કરેલ ત્યારથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કરતી નામદાર કોર્ટ

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.