Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, June 16
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મહાકુંભમાં લાખો ભક્તોનો ધસારો, ૨૦ કિમી સુધી ચક્કાજામ, બેરિકેડિંગ તૂટી, ઇમરજન્સી બેઠક બોલાવાઈ

    મહાકુંભમાં લાખો ભક્તોનો ધસારો, ૨૦ કિમી સુધી ચક્કાજામ, બેરિકેડિંગ તૂટી, ઇમરજન્સી બેઠક બોલાવાઈ

    City Today DailyBy City Today DailyJanuary 28, 2025

    પ્રયાગરાજ,તા.૨૮
    ભારતની આસ્થાનું પ્રતીક મહાકુંભ મેળાનો આજે ૧૬મો દિવસ છે. આવતીકાલે અમાસ નિમિત્તે ત્રીજું શાહી સ્નાન યોજાશે, જેમાં ભાગ લેવા લાખો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે. સંગમથી ૨૦ કિમી સુધી ચક્કાજામ થયો છે. રસ્તાઓ, ગલીઓ માનવ મહેરામણથી ઉભરાઈ છે. શ્રદ્ધાળુઓ પોલીસ દ્વારા ઊભા કરવામાં આવેલા બેરિકેડિંગ તોડી પ્રવેશી રહ્યા છે.
    શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે લોકો પાર્કિંગ તથા છેક સ્ટેશનથી સંગમ સુધી પગપાળા આવવા મજબૂર બન્યા છે. પોલીસે ભીડને કાબૂમાં લેવા વિવિધ સ્થળોએ બેરિકેડ ઊભા કર્યા હતા. જાે કે, ભીડ તેને તોડીને પ્રવેશ લઈ રહી છે. સંગમથી ૨૦ કિમી સુધીનો રસ્તો જામ થઈ ગયો છે.
    અમાસના શાહી સ્નાન પહેલાં જ લાખોની સંખ્યામાં ઉમટી પડેલી ભીડમાં અવ્યવસ્થા અને અરાજકતા ન સર્જાય તે હેતુ સાથે કમિશ્નરે તમામ વિભાગોના અધિકારીઓની ઇમરજન્સી બેઠક બોલાવી હતી. ડીએમ, સીઆરપીએફ, આઇટીબીપી, પોલીસ, રેલવે પોલીસ વગેરે વિભાગોના અધિકારીઓને ચુસ્ત બંદોબસ્ત કરવા આદેશ અપાયો છે.
    મેળામાં સુરક્ષા કર્મીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેમેરા મારફત દેખરેખ રાખી રહ્યા છે. તેમજ શ્રદ્ધાળુઓને કાર મારફત પ્રયાગરાજ ન આવવા અપીલ થઈ છે. લોકોને પગપાળા શાહી સ્નાનમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે. જેથી અવ્યવસ્થા ન સર્જાય. મહાકુંભના મેળામાં ૪૫ કરોડથી વધુ શ્રદ્ધાળુ આવવાનો અંદાજ છે.
    મૌની અમાસના શાહી સ્નાન કારણે ઉમટી પડેલી ભીડને ધ્યાનમાં રાખતાં અલ્હાબાદ હાઇકોર્ટે ૨૮થી ૩૦ જાન્યુઆરી સુધી રજા જાહેર કરી છે. રજિસ્ટ્રાર જનરલ રાજીવ ભારતીના નોટિફિકેશન અનુસાર, આ રજા માત્ર પ્રયાગરાજ સ્થિત હાઇકોર્ટ માટે જ છે. તેના સ્થાને તે ૧૭ મે, અને ૨૩ ઑગસ્ટના રોજ ચાલુ રહેશે. કેટની પ્રયાગરાજ સ્થિત ઑફિસ પણ ૨૮થી ૩૦ જાન્યુઆરી સુધી બંધ રહેશે. તેના સ્થાને તે ૫, ૨૬ એપ્રિલ અને ૩ મેના રોજ કામ કરશે.

    Post Views: 470
    ૨૦ કિમી સુધી ચક્કાજામ ઇમરજન્સી બેઠક બોલાવાઈ બેરિકેડિંગ તૂટી મહાકુંભમાં લાખો ભક્તોનો ધસારો
    Previous Articleચૂંટણી ફંડમાં ભાજપ ટોચ પર પહોંચી કોંગ્રેસની આવકમાં ૧૭૦ ટકાનો ઉછાળો
    Next Article બલેશ્વર ગ્રામ પંચાયતની ઓફિસમાં રઉજી લાડની મળી લાશ, સરપંચ સામે ઉઠ્યા સવાલો

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.