- બલેશ્વર ગ્રામ પંચાયતની ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં રઉજી લાડની મળેલી લાશનું ઘેરાતું રહષ્ય જીવીત કે પછી ડીવીઆરને ફોરમેટ મારી દેવાયું?
(સિટી ટુડે) સુરત,તા.૨૮
બલેશ્વર ગામમાં હાલ રઉજી લાડની લાશ અંગે ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે. જેમાં ૧૪ જાન્યુઆરીના રોજ ઉત્તરાયણના દિવસે ગ્રામ પંચાયતની બંધ ઓફિસમાંથી છેલ્લા ૧૫-૨૦ વર્ષથી સેવા કરનાર રઉજી લાડની લાશ અચાનક મળી આવતા ગ્રામ્યજનોમાં ભારે ચર્ચાઓ ઉઠવા પામી છે.રઉજી લાડના મૃત્યુ પાછળ કેટલા રહષ્યો દબાય ગયા હોય તેવું ગ્રામ્યવાસીઓ જણાઇ રહ્યા છે.
લોકચર્ચા મુજબ, બલેશ્વર ગામની આસપાસ ૧૮ થી ૨૦ વીંગા જમીન અંગેનો વિવાદ પણ રઉજી લાડ સાથે ચર્ચાઇ રહ્યું છે. આ જમીન મામલે રઉજી લાડનો અગાઉ વિવાદ થયો હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. આ મામલામાં બલેશ્વર ગામના સરપંચની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ગ્રામપંચાયતની ઓફિસમાંથી મળેલી લાશ બાદ ગામના જવાબદાર વ્યક્તિ તરીકે સરપંચે રઉજી લાડની લાશને પોસ્ટમોર્ટમ કરવા માંગ કેમ ન કરી? કેમ પોલીસ ફરીયાદ અંગે પણ સરપંચ આગળ નહિં આવતા બલેશ્વર ગ્રામ્યવાસીઓમાં ભારે ચર્ચાઓ ઉઠ્વા પામી છે. જાેકે આ મામલે તપાસ કરાવવા અને રઉજી લાડને ન્યાય અપાવવા માંગ ઉઠવાના ચક્રોગતિમાન થયા છે.