હવાલામાં બક્કલ મારનાર ઝેદ સહિત અન્ય ત્રણ ઇસમો સામે સીસીટીવીના આધારે એટીએમથી પૈસા ઉપાડવા જતા તપાસ શરૂ કરાઇ હોવાની ચર્ચા
પોલીસ દ્વારા કરવામાં આવેલી ઝેદની પૂછપચ્છ દરમિયાન મોટા માથાઓના નામ બહાર આવ્યા હોવાની ચર્ચા
(સિટી ટુડે) સુરત,તા.૦૯
સુરત શહેરમાં હવાલાબાજાેને દબોચવા સુરત પોલીસ સક્રિય થઇ હોવાની વિગતો સપાટીએ આવી છે. યુએસડીટી, હવાલા, આરએમબી અને ચમકના ચકાચોંધમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે સુરત શહેર પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ હોવાની વિગત સપાટી આવી છે. સુરત શહેરના કોટ વિસ્તારમાં ઝેદ નામના ઇસમ દ્વારા હવાલાનો બક્કલ મારાતા સીસીટીવીના આધારે એટીએમ માંથી પૈસા ઉપાડવા જતાં પોલીસની નજરમાં ચડ્યો હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે.
ઝેદના સાથે અન્ય ત્રણ ઇસમો પણ પોલીસની રડારમાં હોવાથી તેમના ગોડફાધરો સુધી પહોંચવા પોલીસના ચક્રો ગતિમાન થયા છે. સુરત શહેરના કોટ વિસ્તારમાં ઝેદ નામના અનેક ઇસમો આ હવાલાના ચુંગલમાં ફસાઇ ચુક્યા છે.
મળતી માહિતી મુજબ, ઝેદ નામના ઇસમની સુરત પોલીસ દ્વારા પૂછપરછ કરાયા બાદ તેના ગોડફાઘરને પક્ડવાની તજવીજ હાથ ધરાઇ હોવાનું સામે આવી રહ્યું છે. સુરતના લાલગેટ વિસ્તારમાં ઝેદ તથા તેના અન્ય મિત્રો દ્વારા સમગ્ર હવાલાના બક્કલનો કૌભાંડ કરાઇ રહ્યો હોવાની વિગતો સપાટીએ આવી રહી છે. લાલગેટ અને રાંદેર વિસ્તારમાં આ હવાલાબાજાેને હાલ અડ્ડો જાેવા મળે છે.
જાે કે, સુરત પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો, મોટી માછલીઓ સુરત પોલીસના સિંકજામાં આવી જાય તેમ છે. હવે જાેવાનું એ છે કે, સુરત પોલીસ ઝેદની પૂછપરછ બાદ અન્ય કડી મળાવી આખી સાંકળ બનાવશે કે પછી કડીને વચ્ચેથી જ છૂંટી કરી દેશે.
