ચંદીગઢ : તા. ૧૦
લ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પંજાબમાં પણ ઊથલપાથલ શરૂ થઈ ગઈ છે. પંજાબ કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ બાજવાએ દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટી ૩૦ ધારાસભ્ય તેમના સંપર્કમાં છે.
આ દરમિયાન છછઁ કન્વીનર અરવિંદ કેજરીવાલે પંજાબના ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા છે. તેઓ મંગળવારે સવારે ૧૧ વાગ્યે કપૂરથલા ભવનમાં તમામ ધારાસભ્યોને મળશે. સીએમ ભગવંત માન અને તમામ મંત્રીઓ પણ હાજર રહેશે. એવું માનવામાં આવે છે કે આ કારણોસર ૧૦ ફેબ્રુઆરીએ યોજાનારી પંજાબ સરકારની કેબિનેટ બેઠક પણ મુલતવી રાખવામાં આવી હતી.
૨૦૨૨માં પંજાબની તમામ ૧૧૭ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં aap એ ૯૨, કોંગ્રેસે ૧૮, ભાજપે ૨, શિરોમણિ અકાલી દળએ ૩ અને bsp એ ૧ બેઠક જીતી હતી.
પંજાબમાં બહુમતીનો આંકડો ૫૯ છે. આવી સ્થિતિમાં જાે ૩૦ ધારાસભ્ય પાર્ટી છોડી દે તોપણ છછઁ પાસે ૬૨ ધારાસભ્યો રહેશે અને સરકાર માટે કોઈ ખતરો રહેશે નહીં.જાેકે aap પ્રવક્તા નીલ ગર્ગ કહે છે કે પાર્ટીની એક નિયમિત બેઠક દિલ્હીમાં યોજાવાની છે.
પાર્ટીએ નક્કી કરવાનું છે કે બેઠક ચંદીગઢમાં થવી જાેઈએ કે દિલ્હીમાં.પટિયાલાના કોંગ્રેસના સાંસદ ડૉ. ધરમવીર ગાંધીએ કહ્યું હતું કે પંજાબના ધારાસભ્યોમાં છછઁના કેન્દ્રીય નેતૃત્વ પ્રત્યે ગુસ્સો છે. આ લોકો પંજાબનાં સંસાધનો અને સ્ત્રોતો પર કબજાે કરી રહ્યા છે. તેમણે પંજાબની બહારના લોકોને રાજ્યસભામાં મોકલ્યા.
તેઓ અનેક રીતે શોષણ કરી રહ્યા છે. આ તકવાદી લોકો છે. સિદ્ધાંતવાદી લોકો પાર્ટી છોડી ચૂક્યા હતા. તેમના ધારાસભ્યો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગમે ત્યાં જઈ શકે છે. પંજાબમાં તેમનું કોઈ અસ્તિત્વ બાકી નથી. ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ સત્તાની બહાર થઈ જશે.
દિલ્હી ચૂંટણીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત સમગ્ર નેતૃત્વએ કેજરીવાલ માટે મત માગ્યા હતા. આ પછી પણ પાર્ટી ગયા વખતે ૬૨ બેઠકની સરખામણીમાં ફક્ત ૨૨ બેઠકો પર સમેટાઈ ગઈ. એ જ સમયે ભાજપે ગત વખતે ૮ બેઠકથી આગળ વધીને ૪૮ બેઠકો જીતી અને ૨૭ વર્ષ પછી દિલ્હીમાં સરકાર બનાવી.
