આખી રાત રુમમાં બંધ કરી ન કરવાનો કાંડ કર્યો
પત્નીએ પૈસા આપવાની ના પાડી તો તેને નગ્ન કરી તેની સાથે મારપીટ કરી : પ્રાઈવેટ પાર્ટ પર ગંભીર ઈજાઓ
છતરપુર, તા.૧૦
મધ્ય પ્રદેશના છતરપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક જુગારિયા પતિએ પોતાની પત્નીને દાવ પર લગાવી દીધી અને ઘરે આવીને પત્નીને કહ્યું કે, “તે જુગારમાં પત્નીને હારી ગયો છે.” સાથે જ પત્નીને ધમકી આપી કે “મારી સાથે રહેવું હોય તો પૈસા આપવા પડશે.” જ્યારે પત્નીએ પૈસા આપવાની ના પાડી તો તેને નગ્ન કરી તેની સાથે મારપીટ કરી. જેના કારણે તેના પ્રાઈવેટ પાર્ટ પર ગંભીર ઈજાઓ થઈ છે.
પીડિત રશ્મિ સિંહ ઠાકુરનો આરોપ છે કે તેના પતિ પ્રદીપ સિંહ ગૌડે તેને નગ્ન કરીને મારપીટ કરી અને કરંટ ઝટકા પણ આપ્યા હતા. આ ઘટનામાં પીડિત રશ્મિ ઘાયલ થઈ છે, જે બાદ સ્થાનિક લોકો આવી પહોંચ્યા અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. યોગ્ય કાર્યવાહી ન થતાં પીડિત પોતાના માતા-પિતાને લઈને છતરપુર એસપી ઓફિસે પહોંચી હતી. પીડિત મહિલાના જણાવ્યા અનુસાર, પતિએ લોખંડના પાઈપથી તેને નગ્ન કરીને મારી હતી. જે પણ હાથમાં આવ્યું તેને લઈને મારપીટ કરી, પ્રાઈવેટ પાર્ટમાં પણ ગંભીર ઈજાઓ થઈ છે. પીડિતે જણાવ્યું કે, “તેને ૫ લોકોએ મળીને મારી છે.” આપને જણાવી દઈએ કે, ૪ તારીખની રાતે આ શરમજનક ઘટના થઈ હતી. પીડિતની બહેન વંદના જણાવે છે કે, “રાતના ૧૦ વાગ્યાથી લઈને સવારના ૬ વાગ્યા સુધી તેના પતિ પ્રદીપ મારી બહેન સાથે જાનવર જેવો વ્યવહાર કર્યો, ખૂબ મારપીટ કરી અને પૈસા ન આપતા ખોટા આરોપ લગાવે છે.”
હંમેશા એવું જાેવા મળતું હોય છે લોકો જુગારમાં ઘર, પૈસા, ગાડી બધું જ હારી જતાં હોય છે, પણ આવો કિસ્સો ક્યારેક ક્યારેક જ જાેવા મળતો હોય છે. આ મામલામાં પતિએ હેવાનિયતની તમામ હદ પાર કરી દીધી. પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને કાર્યવાહી કરવાની માગ કરી છે.