(સિટી ટુડે) સુરત,તા.૧૦
વકીલ આર.બી.મેંદપરાનાઓ સુરત શહે૨માં વિકલાતનો વ્યવસાય ક૨તા આવેલ છે, હાલ વર્તમાન પરીસ્થીતીમાં કોઈપણ વ્યકિત સામે માત્ર એક જ ફરીયાદ દાખલ થયેલ હોય અને ભુતકાળમાં કોઈપણ ગુનો કે ફરીયાદ દાખલ થયેલ ન હોવા છંતા કે આવા વ્યકતીને નામ.કોર્ટ દ્રારા દોષી જાહેર કરેલ ન હોય તેમ છંતા ગુજરાત પોલીસના અમુક અધીકારીઓ તહોમતદા૨ોના અધીકારોનો તથા માનવ અધીકારો નો ખુલ્લેઆમ ભંગ કરી કાયદામાં કયાંય જાહે૨માં તહોમતદા૨ોનો વ૨ઘોડો કાઢવાની જાેગવાઈ ન હોવા છંતા ગુજ૨ાત પોલીસના અમુક અધીકારીઓ પોતાનો રાજકીય કે આર્થીક સ્વાર્થ સાધવા માટે પોતાની સત્તાનો દુર ઉપયોગ કરી ગેર કાયદેસર રીતે એફ.આઈ. આર. ના તહોમતદારના કોલમમાં જણાવેલ નામ વાળા વ્યકિતઓના જાહેરમાં વરઘોડા કાઢી કાયદાનો ખુલ્લે આમ ભંગ કરી દાદગીરી કરી પોતાની સત્તાનો દુર ઉપયોગ ક૨ી ગંભી૨ ગુનાઓ ક૨તા હોય આથી સુરત શહેરના જાણીતા વકીલ આર.બી.મેંદપરા દ્રારા તા.૦૧/૦૧/૨૦૨૫ ના રોજ ગુજરાત માનવ અધીકાર આયોગમાં લેખીત ફરીયાદ ક૨ેલ છે,અને સદર ફરીયાદના કામે એડવોકેટ આર.બી.મેંદપરાની ધારદાર રજુઆતો ગ્રાહય રાખી ગુજરાત માનવ અધીકાર આયોગ દ્રારા ગેર કાયદેસર રીતે જાહેરમાં વરઘોડો કાઢનાર અમુક પોલીસ અધીકારીઓ વિરૂધ્ધ પોલીસ તપાસ કરી દીન–૩૦ માં રીપોર્ટ ક૨વા કમીશનર ,સુરત નાઓને હુકમ કરેલ છે.
