- USDT-RMB અને ચમકમાં હવાલો કરતા અસીમ, બાબા, મહેબુબ, હબીબ જેવા અનેક કેટલાક હવાલાબાજાે હાલ પણ પોલીસની નાક નીચે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે
(સિટી ટુડે) સુરત,તા.૧૧
સુરત શહેરમાંથી હવાલા, બોગસ એકાઉન્ટ અને સીમકાર્ડનો મસમોટો ગેરકાયદેસર વેપાર કરનારાઓ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી પકડવા પોલીસ સફળ રહી છે પણ સુરત શહેરના પોશ વિસ્તાર જે હવાલાકાંડનું હબ બન્યું હોવા છતાં પોલીસ દ્વારા સુરતના સૌથી મોટા હવાલાબાજ ગણાતા બાબા જેવા અનેક કાંડ કરનારાઓને પકડવા સુરત પોલીસના હાથ કેમ નાના પડી રહ્યા છે?
સુરત શહેરમાંથી દરરોજ કરોડો રૂપિયાના હવાલાઓ અને આરએમબી-ચમકનો ખેલ ખેલનારાઓ અસીમ, બાબા, મહેબુબ, હબીબ જેવા અનેક મળતીયાઓને ખુલોદોર આપવામાં આવી રહ્યો હોવાની ચર્ચાઓ ઉઠવા પામી રહી છે.
નવાઇની વાત તો એ છે કે, આ તમામ લોકો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરાઇ રહી હોવાની વિગતોથી પોલીસ અજાણ છે કે પછી તેમને પકડવામાં રસ નથી? આવા અનેક સવાલો પણ ઉભા થઇ રહ્યા છે.