Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, June 8
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » હિંમત હોય તો મણિપુર જાય અને માફી માંગી બતાવે, કોંગ્રેસે એક વખત ફરી મણિપુર મુદ્દે ભાજપને ઘેરી

    હિંમત હોય તો મણિપુર જાય અને માફી માંગી બતાવે, કોંગ્રેસે એક વખત ફરી મણિપુર મુદ્દે ભાજપને ઘેરી

    City Today DailyBy City Today DailyFebruary 14, 2025

    મણિપુર,૧૪
    કોંગ્રેસે એક વખત ફરી મણિપુરના મુદ્દે ભાજપને ઘેરી છે. શુક્રવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે ‘ભાજપે ભૂલ માનીને જ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું છે.’ સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મણિપુરની જનતાની માફી માગવા માટે કહ્યું છે. મહત્ત્વનું છે કે વિપક્ષ લાંબા સમયથી રાજ્યમાં હિંસાના આરોપોને લઈને ભાજપ પર સવાલ ઉઠાવી રહ્યું છે.
    ખડગેએ સવાલ કર્યો કે ‘શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મણિપુરનો પ્રવાસ કરવા અને ત્યાં લોકોની માફી માગવાની હિંમત બતાવી શકશે? મુખ્યમંત્રી એન.બિરેન સિંહનું રાજીનામું આપવાના ચાર દિવસ બાદ ગુરુવારે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાયું. વિધાનસભાને પણ સસ્પેન્ડ કરાઈ છે.’ખડગેએ એક્સ પર પોસ્ટ કરી કે, ‘નરેન્દ્ર મોદીજી, તમારી પાર્ટી જ ૧૧ વર્ષથી કેન્દ્રમાં શાસન કરી રહી છે. આ તમારી પાર્ટી છે જે આઠ વર્ષ સુધી મણિપુરમાં પણ શાસન કરી રહી હતી. આ ભાજપ જ છે જે રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે જવાબદાર હતી.’ ‘આ તમારી સરકાર છે જેની રાષ્ટ્રીય સુરક્ષા અને સરહદ પર પેટ્રોલિંગની જવાબદારી છે. તમારા દ્વારા રાષ્ટ્રપતિ શાસન લગાવવું, પોતાની જ પાર્ટીની સરકારને સસ્પેન્ડ કરવી એ વાતની સીધી સ્વીકૃતિ છે કે તમે મણિપુરના લોકોને નિરાશ કર્યા.
    વડાપ્રધાને રાષ્ટ્રપતિ શાસન એટલા માટે નથી લગાવ્યું કે તેઓ એવું ઈચ્છતાં હતાં પરંતુ એટલા માટે લગાવ્યું કેમ કે રાજ્યમાં બંધારણીય સંકટ છે તથા તમારા કોઈ પણ ધારાસભ્ય તમારી અક્ષમતાનો બોજ સ્વીકાર કરવા માટે તૈયાર નથી. તમારા ડબલ એન્જિને મણિપુરની નિર્દોષ જનતાની જીંદગીઓને કચડી નાખી. હવે સમય આવી ગયો છે કે તમે મણિપુરમાં પગ મૂકો અને પીડિત લોકોના દર્દ અને પીડાને સાંભળો અને તેમની માફી માગો. ખડગેએ સવાલ કર્યો, ‘શું તમારામાં હિંમત છે?, ‘મણિપુરની જનતા તમને અને તમારી પાર્ટીને માફ કરશે નહીં.’

    Post Views: 575
    કોંગ્રેસે એક વખત ફરી મણિપુર મુદ્દે ભાજપને ઘેરી હિંમત હોય તો મણિપુર જાય અને માફી માંગી બતાવે
    Previous Articleહવાલા કૌભાંડમાં મકબુલ ડોક્ટરની ધરપકડ બાદ બાબાએ સમગ્ર ગુજરાતમાં હવાલાનો નેટવર્ક ઉભો કર્યા
    Next Article શહેરમાં વેલેન્ટાઈન-ડે પર અનોખી પહેલ, સુરત પોલીસે પરેડ ગ્રાઉન્ડ ખાતે બાઈક ચાલકોને હેલ્મેટ વિતરણ કર્યા

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.