હવાલા કિંગ બાબાના રાઇટ હેન્ડ ગણાતા અડાજણમાં
આવેલ એટલાસ એપાર્ટમેન્ટમાં રહેતા મામા લેપટોપથી
સમગ્ર હવાલાઓને ઓપરેટ કરતાં હોવાની ચર્ચા
(સિટી ટુડે) સુરત,તા.૧૩
સુરતના હવાલા કૌભાંડમાં સંકળાયેલા લોકોને દબોચવા એસઓઓજીએ ઓપરેશન હવાલા શરૂ કરતા સુરતના ભાગાતળાવ વિસ્તારમાંથી મકબુલ ડોક્ટર નામના ઇસમનું હવાલા કૌભાંડ બહાર આવતાં એસઓજીએ મકબુલ ડોક્ટર સહિત કેટલા ઇસમોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ત્યારબાદ શહેરના તમામ હવાલાબાજાે ભુગર્ભમાં ઉતરી જતાં હવાલાનો રેકેટ જાણે સુરતમાંથી પુર્ણ થઇ ગયેલ હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી, પણ તે સમયની તક લઇ અડાજણના બાબા નામનો હવાલેબાજે સમગ્ર ગુજરાતમાં પોતાનું નેટવર્ક ઉભુ કરવામાં સફળ રહ્યો. સુરત-મંુબઇ સહિત અન્ય શહેરોમાં પણ ઓફિસો ખોલી usdt , rmb તથા ચમક નામના હવાલા મારફતે સમગ્ર ગુજરાતમાંથી બોગસ એકાઉન્ટ, સીમકાર્ડ દુબઇ મોકલવાનું શરૂ કર્યું જેમાં ગેિંમગ ફંડ ઉતારવા તથા હવાલાનું કામ સૌથી મોટા પાયે શરૂ કરવામાં આવ્યું, ત્યારબાદ મુંબઇ સ્થિત ઓફિસ ખોલી આ હવાલાના નોટવર્કને સમગ્ર ભારતમાં ફેલાવવામાં આવ્યું એકલા હાથે ઓપરેટ ન કરી શકનાર આ હવાલાના નેટવર્કને વધુ વધારવા બાબાએ અન્ય તેના મળતિયાઓને જેમાં અસીમ, મેહબુબ, હબીબ તથા એટલાસ એપાર્ટમેન્ટમાં રહેતા મામા નામથી ઓળખાતા એક ઇસમને સાથે મેળવી સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આવી રહ્યું છે.
