સુરત, તા.૧૪
સુરત શહેરમાં વેલેન્ટાઈન ડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી, જેમાં સોલેક્ષ એનર્જી લિમિટેડ અને સુરત પોલીસે સંયુક્ત રીતે બાઈક ચાલકોને વિનામુલ્યે હેલ્મેટનું વિતરણ કર્યું. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ૧૫ ફેબ્રુઆરીથી અમલી બનનારા ફરજિયાત હેલ્મેટના નિયમ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. સુરતમાં ૧૫ ફેબ્રુઆરીથી હેલ્મેટ ફરજિયાત છે. ત્યારે આજે ૧૪ ફેબ્રુઆરી અને વેલેન્ટાઈનના દિવસે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સુરત પોલીસ પરિવાર અને સોલક્ષ પરિવાર દ્વારા આજે વાહન ચાલકોને હેલ્મેટ આપવામાં આવ્યા હતા. હેલ્મેટ પહેરવાથી પોતાની અને બીજાની ઝીંદગી બચાવી શકે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, સુરતમાં ૧૫ મી ફેબ્રુઆરીથી હેલ્મેટ ફરજિયાત છે અને સુરતીઓ હેલ્મેટ પહેરશે તેઓ મને સો ટકા વિશ્વાસ છે આજે સોલેક પરિવાર અને સુરત પોલીસ પરિવાર સાથે મળી લોકોને હેલ્મેટ વિતરણ કર્યા હતા.
જાે કોઈપણ વ્યક્તિઓએ આવતીકાલથી હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તેમને દંડ ફટકારવામાં આવશે. આ સાથે વખતોવખત ટ્રાફિકના નિયમોનું ઉલન કરતા હોય તેવા વાહન ચાલકોનું લાઇસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવશે આરટીઓ સાથે સંકલન કરી તે દિશામાં પણ કામગીરી કરવામાં આવશે.
