Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 17
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » નવરાત્રીમાં બનેલો સામુહિક દુષ્કર્મ કેસમાં ૨ આરોપી દોષિત જાહેર

    નવરાત્રીમાં બનેલો સામુહિક દુષ્કર્મ કેસમાં ૨ આરોપી દોષિત જાહેર

    City Today DailyBy City Today DailyFebruary 15, 2025

    સુરત, તા.૧૫
    સુરતના મોટા બોરસરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં આખરે ચુકાદો આવી ગયો છે. સુરત કોર્ટે બંને આરોપી મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્માને દોષિત જાહેર કર્યા છે. ૧૫ દિવસમાં ૩ હજાર પાનાની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરાઇ હતી. હવે ૧૭ તારીખે કોર્ટ આરોપીઓને સજા સંભળાવશે.
    આ કેસમાં ૫૦ પોલીસ અધિકારી-કર્મચારીઓએ તપાસ કરી હતી. પોલીસે ૪૬૭ પાનાની મૂળ ચાર્જશીટ તૈયાર કરી હતી. ૨૫૦૦ પાનાની સોફ્ટ કોપીનો સમાવેશ પણ કર્યો છે. ચાર્જશીટમાં ૬૦ સાક્ષીઓના નિવેદન અને પુરાવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેડિકલ અને સાયન્ટિફિક રિપોર્ટ, મોબાઇલ ડેટા સહિતના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. સ્પેક્ટોગ્રાફિક પુરાવા પણ પોલીસે કોર્ટમાં રજૂ કર્યા છે. અગાઉ એક આરોપી શિવશંકરનું શ્વાસની તકલીફ બાદ મોત થયું હતું. સગીરો પર ગેંગરેપનો સમગ્ર ઘટનાક્રમ નવરાત્રિમાં બન્યો હતો. આણંદ વિદ્યાનગરમાં અભ્યાસ કરતી સગીરા નવરાત્રિ દરમિયાન સગીરા તેના મિત્રને મળવા કીમ ગઇ હતી. સગીરા અને મિત્ર રાત્રે ૧૦ઃ૩૦ કલાકે અન્ય ૨ મિત્રોથી છૂટા પડ્યા હતા. જે બાદ, બન્ને મોટા બોરસરાના હાઈવે પર પેટ્રોલ પુરાવવા નીકળ્યા હતા. જે બાદ, મોટા બોરસરા ગામની સીમમાં રસ્તા પર ખેતર પાસે સગીરા અને તેનો મિત્ર બેઠા હતા, ત્યારે, અજાણ્યા ૩ શખ્સોએ પહોંચીને સગીરાના મિત્રને માર મારીને ભગાડી દીધો હતો.

    Post Views: 420
    નવરાત્રીમાં બનેલો સામુહિક દુષ્કર્મ કેસમાં ૨ આરોપી દોષિત જાહેર
    Previous Articleઆજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ચૂંટણી મતદાન થશે, ચૂંટણી પહેલાં જ ૨૧૩ બેઠકો બિનહરીફ વિજેતા
    Next Article સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાં સાફ

    Related Posts

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    August 12, 2026

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    August 4, 2026
    Latest Posts

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.