Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, June 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા કાયદાના નિષ્ણાંત એડવોકેટ અને ઉલમા એ ઈકરામ સાથે વિચાર મંથન કરી યુસીસી સમાન સિવિલ કોડ પ્રસ્તાવિત કાયદા બાબતે યુસીસી સમિતી સમક્ષ રજૂઆત કરવા ૧૦ મહત્વપૂર્ણ મુદ્દાઓની છણાવટ કરવામાં આવી હોવાનું ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા તેમજ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું

    ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા કાયદાના નિષ્ણાંત એડવોકેટ અને ઉલમા એ ઈકરામ સાથે વિચાર મંથન કરી યુસીસી સમાન સિવિલ કોડ પ્રસ્તાવિત કાયદા બાબતે યુસીસી સમિતી સમક્ષ રજૂઆત કરવા ૧૦ મહત્વપૂર્ણ મુદ્દાઓની છણાવટ કરવામાં આવી હોવાનું ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા તેમજ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું

    City Today DailyBy City Today DailyMarch 13, 2025

    ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રીશ્રીએ સમાન સિવિલ કોડની જરુરિયાત અને મૂલ્યાંકન કરવા માટે સમિતિનું ઘટન કરવાનું જાહેર કરેલ છે અને તેના અનુસંધાને નામદાર સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ (નિવૃત્ત) શ્રીમતી રંજના દેસાઈના અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિ ઘડીને તેને તે કાર્ય સુપુર્ત કરેલ છે તેથી સદર સમિતિએ જાહેર અપીલ કરી રાજ્યના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સમાજીક જુથો અને સમુદાયો ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહીત ગુજરાત સ્થિત સંસ્થાઓએ મંતવ્ય રજુઆતો અને સુચનાઓ રજુ કરવા માટે જાહેર અપીલ કરેલ છે. તેથી તે અનુસંધાને નીચે મુજબ નમ્ર રજુઆત છે.

    ૧. ભારતના બંધારણના અનુચ્છેદ ૪૪ મુજબ રાજ્ય એટલે કે ભારત સરકારે ભારતના સંપૂર્ણ ક્ષેત્ર સમાન સિવિલ કોડ (યુ.સી.સી. ટુંકમાં) લાગુ કરવા માટે પ્રયત્ન કરવાની જોગવાઈ છે તેથી યુ.સી.સી. આખા ભારત દેશમાં લાગુ કરવી હોય તો કરી શકાય અને ફકત કોઈ એક રાજ્યમાં ન કરી શકાય. જેથી ફકત ગુજરાત રાજ્ય માટે યુ.સી.સી. લાગુ કરવુ ગેરબંધારણીય છે.

    ૨. ભારતના બંધારણની રચના અને ઘટન કરવાના ચર્ચા વિચારણામાં ડો. આંબેડકર સાહેબે

    મુસ્લિમ સભ્યોને એવું આશ્વાસન આપેલ કે ભવિષ્યમાં ભારતના સંસદને અનુકુળ અને યોગ્ય લાગશે તો તેઓ યુ.સી.સી. લાગુ કરવા માટે કાયદો લાવશે અને તે કાયદો પણ મરજિયાત રહેશે અને ફરજિયાત રહેશે નહીં.

    ૩. ભારતના ૨૧માં લો-કમિશને ભારતના નાગરીકો પાસેથી તેમના મંતવ્ય મેળવ્યા બાદ રીપોર્ટ આપેલ છે કે આ તબક્કે ભારતમાં યુ.સી.સી. જરુરી અને ઈચ્છનીય નથી અને ત્યારબાદ, ૨૨માં લો-કમિશને પણ યુ.સી.સી. ની જરૂરિયાત મુદ્દે લોકોના મંતવ્યો મેળવ્યા છે અને તે પરત્વે કોઈ રીપોર્ટ પ્રસિધ્ધ કરેલ નથી.

    ૪. સાબિત થાય છે કે લો કમિશને પણ યુ.સી.સી.ની જરૂરિયાતવિષે કોઈ નિર્ણય લીધેલ નથી. ૫. કિમિટના ચેરમેન રંજના દેસાઈ સામે સખ઼ વાંધો છે કારણકે તેમણે ઉત્તરાખંડમાં સમાન

    ધારા કમીટીનું નેતૃત્વ કરેલ અને જે રીતે ઉત્તરાખંડમાં યુસીસી લાગુ કરેલ તે મુજબ ગુજરાતમાં પણ યેનકેન પ્રકારે લાગુ કરશે જ. એટલે તેમની સામે અમારી રજૂઆતનો કોઈ અર્થ નથી.

    ૬. તેમ છતાં ભારતીય જનતા પાર્ટીએ (ભાજપ) ઉત્તરાખંડ સરકારે યુ.સી.સી. જરૂરિયાત અને તેનુ ઘટન કરી લાગુ કરવા માટે નામદાર સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ (નિવૃત્ત) શ્રીમતી રંજના દેસાઈ અધ્યક્ષતામાં સમિતિનું ઘટન કરી તેની અમલવારી કરેલ છે. પરંતુ સદર યુ.સી.સી. કાયદો આદિવાસી જનજાતિઓને તે લાગુ કરેલ નથી.

    ૭. ત્યારબાદ હવે ગુજરાતની ભારત સરકારે પણ નામદાર સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી યુ.સી.સી.ની જરુરીયાત અને ઘટન કરવા કવાયત ચાલુ કરેલ છે.

    ૮. આમ ઉપરોકત હકીકતના અનુસંધાને અમારી રજુઆત છે કે ગુજરાતના ભાજપ સરકારની યુ.સી.સી. ની જરૂરિયાત અને ઘટન કરવા કવાયત ગેરબંધારણીય, દ્વેષ અને બદદાનત ભરેલી અને ફકત મુસ્લિમોને હેરાન સતાવવા કરવાના ઉદ્દેશથી કરેલ છે.

    ૯. તે સિવાય પણ ગુજરાત રાજ્યમાં યુ.સી.સી. કે તેવા કાયદા લાવવાની જરૂરિયાત વિષે પણ કોઈ સર્વે કે તપાસ કરવામાં આવેલ નથી તેથી તે પણ લો કમિશનના રીપોર્ટ વિરુદ્ધ છે. ૧૦.વધુમાં આવી યુ.સી.સી. કાયદાના કવાયતથી ભારતના બંધારણ મુજબ અમો મુસ્લિમોને ધર્મ પર અમલ કરવાની અનુચ્છેદ ૨૫, ૨૬, ૨૮ અને ૨૯ ની જે સ્વતંત્રતતા આપવામાં આવેલ છે તે બંધારણીય હક્કોનું ઉલ્લધંન થાય છે.

    જેથી અમારી ભાર પૂર્વક અરજ છે કે સદર યુ.સી.સી. કાયદા માટેની કવાયત તાત્કાલિક રદ્દ કરવી જોઈએ અને તેનો અમે સખત વિરોધ કરીએ છીએ.

    Post Views: 1,412
    Previous Articleગણિતની શોધ ઇસ્લામ દ્વારા વિશ્વમાં થઈ હતી : શમા મોહમ્મદ
    Next Article યુસીસી અને મુસ્લિમો પર તેની પ્રચંડ અસર અને પ્રભાવ.

    Related Posts

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    June 1, 2026

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    May 22, 2026

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    May 21, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.