Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 17
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ૩૪૫ રાજકીય પક્ષો પર લટકતી તલવાર, ચૂંટણી પંચ ૩૪૫ રાજકીય પક્ષોનું રજિસ્ટ્રેશન રદ કરશે

    ૩૪૫ રાજકીય પક્ષો પર લટકતી તલવાર, ચૂંટણી પંચ ૩૪૫ રાજકીય પક્ષોનું રજિસ્ટ્રેશન રદ કરશે

    City Today DailyBy City Today DailyJune 27, 2025

    નવી દિલ્હી, તા.૨૭
    ચૂંટણી પંચે રજિસ્ટર્ડ નિષ્ક્રિય ૩૪૫ રાજકીય પક્ષની નોંધણી રદ કરવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે. ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશ્નર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જાેશીની અધ્યક્ષતા હેઠળ માન્યતા વિનાના રાજકીય પક્ષોની નોંધણી રદ કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આ એવા પક્ષો છે, જેમણે ૨૦૧૯થી કોઈપણ પ્રકારની ચૂંટણીમાં ભાગ લીધો નથી અને જેમના કાર્યાલયો સમગ્ર દેશમાં ક્યાંય ભૌતિક રીતે જાેવા મળ્યા નથી.
    ચૂંટણી પંચે ગઈકાલે (ગુરુવારે) જણાવ્યું હતું કે, વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી ૩૪૫ પક્ષ મળી આવ્યા છે. જેમનું રજિસ્ટ્રેશન તો થયેલું છે. પરંતુ સક્રિયપણે રાજકારણમાં કોઈ ભૂમિકા ભજવી રહ્યા નથી. હાલમાં રજિસ્ટર્ડ ૨૮૦૦થી વધુ પક્ષોએ માન્યતા ગુમાવી છે. તેમણે આવશ્યક શરતોનું અનુસરણ કર્યું નથી. આવા પક્ષો વિરૂદ્ધ અભિયાન ચલાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    ચૂંટણી પંચ દ્વારા ગેરમાન્ય પક્ષોની ઓળખ માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના પ્રથમ ચરણમાં અત્યારસુધી ૩૪૫ પક્ષને ઓળખી કાઢવામાં આવ્યા છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી પંચ કમિશ્નરે આ પક્ષોને શૉ કૉઝ નોટિસ પણ પાઠવી છે.
    દેશમાં રાષ્ટ્રીય/રાજ્ય/ગેરમાન્ય રાજકીય પક્ષોનું રજિસ્ટ્રેશન જનપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૨૯છ હેઠળ કરવામાં આવે છે. આ જાેગવાઈ હેઠળ નોંધણી થયા પછી, રાજકીય પક્ષને કરમુક્તિ સહિત ઘણી અન્ય સુવિધાઓ મળે છે. કમિશનના જણાવ્યા અનુસાર, રાજકીય વ્યવસ્થાને પારદર્શક અને સ્વચ્છ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ ઝુંબેશ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

    Post Views: 242
    ૩૪૫ રાજકીય પક્ષો પર લટકતી તલવાર ચૂંટણી પંચ ૩૪૫ રાજકીય પક્ષોનું રજિસ્ટ્રેશન રદ કરશે
    Previous Articleખાડીપૂરનો હલ ન થાય ત્યાં સુધી મત માંગવા આવવું નહીં : લોકોમાં રાજકારણીઓ સામે ભારે રોષ
    Next Article ગ્યાસુદ્દીન શેખે ૩૭ વર્ષની પરંપરા જાળવી રાખી, સફેદ કબૂતરો ઉડાડીને કોમી એકતાનો સંદેશ આપ્યો : રથયાત્રા પ્રસંગે સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના મંહત દિલીપદાસજી મહારાજનું પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ઉષ્માભર્યું સ્વાગત કર્યુ

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.