Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, August 13
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » નવાદામાં મોબ લિન્ચિંગની ક્રૂર ઘટના : સળિયાથી માથું ફોડ્યું, પકડથી આંગળીઓ-કાન કાપ્યા, મોત પહેલાં બોલ્યો-પેન્ટ ખોલીને જાેયું કે મુસ્લિમ છે

    નવાદામાં મોબ લિન્ચિંગની ક્રૂર ઘટના : સળિયાથી માથું ફોડ્યું, પકડથી આંગળીઓ-કાન કાપ્યા, મોત પહેલાં બોલ્યો-પેન્ટ ખોલીને જાેયું કે મુસ્લિમ છે

    City Today DailyBy City Today DailyDecember 13, 2025

    નવાદા, તા.૧૩
    બિહારના નવાદામાં ૫ ડિસેમ્બરે મોબ લિંચિંગમાં ઘાયલ થયેલા યુવકનું શુક્રવારે મોડી રાત્રે સારવાર દરમિયાન મૃત્યુ થયું. મૃતકની ઓળખ નાલંદા જિલ્લાના નિવાસી મોહમ્મદ અતહર હુસૈન (૪૦) તરીકે થઈ છે. મૃત્યુ પામતા પહેલા મોહમ્મદ અતહર હુસૈને ૭ ડિસેમ્બરે કેમેરા પર પોતાનું નિવેદન નોંધાવ્યું હતું, જેમાં તેણે આખી ઘટના વિગતવાર જણાવી હતી.

    મોહમ્મદ અતહર હુસૈને જણાવ્યું કે ૪-૫ લોકોએ તેને ઘેરીને મારપીટ કરી. તેમને એક રૂમમાં લઈ ગયા, પછી પેન્ટ ઉતારીને તપાસ કરી કે તે મુસ્લિમ છે કે નહીં. તે પછી ગરમ સળિયાથી માર્યો, સ્ટીલના સળિયાથી મારીને માથું ફોડી નાખ્યું. લાકડી-દંડા, ઈંટથી માર્યો. કોઈએ આંગળીઓ તોડી, તો કોઈ છાતી પર ચઢીને ગળું દબાવવા લાગ્યો. એટલું જ નહીં, પકડથી તેના કાન કાપી નાખ્યા. મારપીટ કરીને તેને અધમૂઓ કરી દીધો. આ દરમિયાન કોઈએ ડાયલ ૧૧૨ લગાડીને જાણ કરી, ત્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ઘટનાના ૬ દિવસ પછી મોહમ્મદ અતહરનું મૃત્યુ થયું. મૃતકની પત્ની શબનમ પરવીને ૧૦ લોકોને નામજોગ અને ૧૫ અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ કર્યો છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

    ૭ ડિસેમ્બરે કેમેરા પર આપેલા પોતાના નિવેદનમાં મોહમ્મદ અતહર હુસૈને જણાવ્યું હતું કે, ‘હું છેલ્લા ૨૦ વર્ષથી નવાદા વિસ્તારમાં ફેરી કરીને કપડાં વેચતો હતો. ૫ ડિસેમ્બરે પણ ફેરી કરીને ડુમરી ગામથી ઘરે પાછો ફરી રહ્યો હતો, ત્યારે રોહ પોલીસ સ્ટેશન વિસ્તારના ભટ્ઠાપર ગામથી પાછા ફરતી વખતે નશામાં ધૂત ૬-૭ યુવકોએ મને ઘેરી લીધો.‘ ‘યુવકોએ પહેલા મારું નામ પૂછ્યું, નામ સાંભળતા જ બળજબરીથી સાયકલ પરથી ઉતારીને ૮ હજાર રૂપિયા લૂંટી લીધા. ત્યારબાદ હાથ-પગ બાંધીને એક રૂમમાં બંધ કરી દીધો. પછી હુમલાખોરોએ ઈંટ-રોડથી માર માર્યો.‘ ‘ઈંટથી મારીને મારી આંગળીઓ અને હાથ તોડી નાખ્યા. એટલું જ નહીં નખ પણ ઉખાડી નાખ્યા.‘ પેન્ટ ઉતારીને તપાસ કરી, પ્રાઈવેટ પાર્ટમાં પેટ્રોલ નાખ્યું.

    અતહરે આગળ જણાવ્યું કે હુમલાખોરોએ તેમના પેન્ટ ઉતારીને પ્રાઈવેટ પાર્ટ તપાસ્યા. રોડ નાખી દીધો. પછી પેટ્રોલ નાખ્યું. ત્યારબાદ ગરમ લોખંડના રોડથી શરીરના ઘણા ભાગોમાં ડામ આપ્યા. મારી ચામડી નીકળી ગઈ. હુમલાખોરોની સંખ્યા પછીથી વધીને ૧૫-૨૦ થઈ ગઈ હતી. સ્ટીલના રોડથી માથા પર માર્યો, જેનાથી માથું ફાટી ગયું. છાતી પર ચઢીને ગળું દબાવ્યું. મોઢામાંથી લોહી આવવા લાગ્યું હતું. માર મારતા પહેલા આરોપીઓએ પકડથી મારો કાન કાપી નાખ્યો. માર મારવાથી મારું આખું શરીર બળી ગયું. હાથ પણ તૂટી ગયા.

    મો. અતહર મૂળ રૂપે બિહારશરીફના લહેરી પોલીસ સ્ટેશન વિસ્તારના ગગનદીવાનના રહેવાસી હતો. યુવકની નવાદા જિલ્લાના રોહ પોલીસ સ્ટેશન વિસ્તારના બરુઈ ગામમાં સાસરી છે. તે સાસરીમાં રહીને સાયકલથી કપડાં ફેરીનું કામ કરતો હતો. રોહ પોલીસ સ્ટેશનના પ્રભારી રંજન કુમારે જણાવ્યું કે આ મામલે FIR નોંધવામાં આવી છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં સોનુ કુમાર, રંજન કુમાર અને શ્રી કુમારનો સમાવેશ થાય છે. બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે. મૃતકનું પોસ્ટમોર્ટમ મેજિસ્ટ્રેટ-ફોરેન્સિક ટીમની હાજરીમાં કરવામાં આવ્યું.

    મારપીટના કેસમાં મૃતકની પત્ની શબનમ પરવીને ૧૦ લોકોને નામજોગ અને ૧૫ અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. જેમાં સત્યનારાયણ કુમાર, મંટુ યાદવ, સોનુ કુમાર, સતીશ કુમાર, સિકંદર યાદવ, રામસ્વરૂપ યાદવ, રંજન કુમાર, વિપુલ કુમાર, સચિન કુમાર, સુગન યાદવને આરોપી બનાવવામાં આવ્યા છે.

    પત્નીએ અરજીમાં જણાવ્યું છે કે ૮૦૦૦ હજાર રૂપિયા પણ કાઢી લેવામાં આવ્યા હતા. સાયકલ અને કપડાં હજુ સુધી મળ્યા નથી. મૃત્યુ પછી નોંધાયેલા કેસમાં હત્યાની કલમ લગાવવામાં આવી છે. ૫ ડિસેમ્બરના રોજ મો. અતહર સાથે મારપીટ થઈ. બીજી તરફ, ૫ ડિસેમ્બરના રોજ સિકંદર યાદવે મો. અતહર પર ચોરીનો આરોપ લગાવતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં અતહર હુસૈન પર રાત્રે ૧૦:૧૫ વાગ્યે ઘરમાં ઘૂસીને ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે અતહર હુસૈને સોનાનું કડું, મંગળસૂત્ર, ચાંદીની કંદોરો અને પિત્તળના વાસણોની ચોરી કરી છે.

    આ પછી, ડાયલ ૧૧૨ અતહર હુસૈનની શોધમાં હતી. મોડી રાત્રે લગભગ ૨:૩૦ વાગ્યે રોહ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને અતહરને રૂમમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં શોધી કાઢ્યો. પોલીસે ઈજાગ્રસ્તને પહેલા નવાદા સદર હોસ્પિટલમાં દાખલ કર્યો. ત્યાંથી હાલત બગડતા તેને પાવાપુરી વિમ્સમાં રિફર કર્યો. પરિવારજનોના જણાવ્યા અનુસાર, પાવાપુરીથી પટના લઈ જતી વખતે રસ્તામાં તેનું મૃત્યુ થયું.

    Post Views: 293
    નવાદામાં મોબ લિન્ચિંગની ક્રૂર ઘટના : સળિયાથી માથું ફોડ્યું પકડથી આંગળીઓ-કાન કાપ્યા મોત પહેલાં બોલ્યો-પેન્ટ ખોલીને જાેયું કે મુસ્લિમ છે
    Previous ArticleSIRમાં ગડબડ! ૮૫ લાખ મતદારોના પિતાનું નામ ખોટા
    Next Article રાહુલગાંધીના “મિશન ગુજરાત ૨૦૨૭’ ને સફળ બનાવવા માટે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીત મેળવવી અત્યંત આવશ્યક : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સીનીયર આગેવાન અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    ચેક રીર્ટનના કામે આરોપી અસ્લમ અબ્દુલ અઝાક શેખનાઓને ચેક રીટર્નના ગુન્હામાં ૧ વર્ષની સજા અને રૂપિયા ₹ ૨,૫૦,૦૦૦/- ફરીયાદ દાખલ કરેલ ત્યારથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કરતી નામદાર કોર્ટ

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.