મહારાષ્ટ્ર,તા.૧૨
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા રાવ સાહેબ દાનવે પાટિલ સાથે જાેડાયેલી એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. પાટીલે પાર્ટીના એક કાર્યકરને લાત મારી તેનો વીડિયો પણ સામે આવ્યો છે. પાટીલે એક કાર્યકરને પોતાની ફોટો ફ્રેમમાંથી દૂર રાખવા માટે લાત મારી આઘો કર્યો હતો. વીડિયોમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી લાત મારતા દેખાઈ રહ્યા છે.
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ ઘટના સોમવારે બની હોવાનું કહેવાય છે. હકીકતમાં દાનવે પાટીલ જાલના વિધાનસભા સીટ પરથી મહાયુતિના ઉમેદવાર અર્જુન ખોટકરને મળવા ગયા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. કાર્યકર્તાનું નામ શેખ હમદ હોવાનું જાણવા મળ્યું છે. રાવસાહેબનો જન્મ ૧૮ માર્ચ ૧૯૫૫ના રોજ મહારાષ્ટ્રના જાલનામાં થયો હતો. તેમણે ત્ન.ઈ.જી. કોલેજ, જાલના, મહારાષ્ટ્રથી ડિગ્રી મેળવી છે. તેમની રાજકીય કારકિર્દીમાં તેઓ સરપંચ, સાંસદ અને પછીમાં રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા. તેમણે ભાજપ સંગઠનમાં પણ મહત્ત્વની જવાબદારીઓ નિભાવી હતી. આ ઉપરાંત તેઓ મહારાષ્ટ્ર ભાજપના મહાસચિવ અને બે વખત ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ ગ્રામીણ ક્ષેત્રે જાેડાયેલા નેતા તરીકે જાણીતા છે. રાવ સાહેબ હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ મ્ત્નઁ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ છે. ત્યારે આવી સ્થિતિમાં, તેઓ મહારાષ્ટ્રમાં ભાજપના સ્ટાર પ્રચારકોમાંના એક છે.
અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં પહોંચીને ભાજપ અને મહાયુતિના ઉમેદવારો માટે સમર્થન એકત્ર કરી રહ્યા છે. જેમાં પાટીલ જાલના સીટ પર પહોંચ્યા હતા, પરંતુ અહીં તેમણે કાર્યકર્તાને લાત મારી હતી.
તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં ૨૦ નવેમ્બરે ચૂંટણી યોજાનાર છે અને ૨૩ નવેમ્બરે મતગણતરી કરવામાં આવનાર છે. મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. મહારાષ્ટ્રમાં કુલ ૨૮૮ વિધાનસભા બેઠકો છે, જેમાંથી બહુમત માટે ૧૪૫ બેઠકો જરૂરી છે. ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને ૧૦૫, શિવસેનાને ૫૬, દ્ગઝ્રઁને ૫૪, કોંગ્રેસને ૪૪ અને અન્યને ૨૯ બેઠકો મેળવી હતી.