Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, August 28
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુપ્રીમ કોર્ટે વ્યસની યુવાનોને આપી ખાસ સલાહ, નશામાં ચૂર રહેવુ એટલે તેનો અર્થ કૂલ દેખાવું નહીં

    સુપ્રીમ કોર્ટે વ્યસની યુવાનોને આપી ખાસ સલાહ, નશામાં ચૂર રહેવુ એટલે તેનો અર્થ કૂલ દેખાવું નહીં

    City Today DailyBy City Today DailyDecember 16, 2024

    નવી દિલ્હી, તા.૧૬
    નશામાં ચૂર રહેવું એટલે તેનો અર્થ કૂલ દેખાવ નથી. તેનાથી દૂર રહેવુ જાેઈએ. સુપ્રીમ કોર્ટે સોમવારે એક કેસની સુનાવણી કરતાં દેશના યુવાનોને સલાહ આપી હતી. કોર્ટે કહ્યું કે, આજના યુવાનો વ્યસનને કૂલ સ્ટેટસ સાથે જાેડે છે. તેની કુટેવને સોશિયલ સ્ટેટસ બનાવી રહ્યા છે. જે અત્યંત દુઃખદ છે. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહે ડ્રગ તસ્કરી મામલે સુનાવણી કરતાં આ નિવેદન આપ્યું હતું. આ કેસમાં અંકુશ વિપિન કપૂર પર આરોપ છે કે, તે ડ્રગ્સની દાણચોરીનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. તેણે પાકિસ્તાનના દરિયાઈ માર્ગથી મોટાપાયે હેરોઈનની દાણચોરી ભારતમાં કરાવી હતી. જસ્ટિસ નાગરત્નાએ ચુકાદો સંભાળવતી વખતે કહ્યું કે, વ્યસનની કુટેવની યુવાનોની સામાજિક, આર્થિક અને માનસિક સ્થિતિ પર અત્યંત ખરાબ અસર કરે છે.તે દેશના યુવાનોની ચમકને જ નષ્ટ કરી દે છે. તેમનું સંપૂર્ણ તેજ છીનવી લે છે. નશાની કુટેવથી યુવાનોને બચાવવા માટે વાલીઓ, સમાજ અને સરકારી એજન્સીઓને સંયુક્તપણે પ્રયાસ કરવા પડશે. અમે પણ અમુક માર્ગદર્શિકાઓ નક્કી કરીશું અને તે મુજબ કાર્યવાહી કરીશું જેથી યુવાનોને બચાવી શકાય.
    કોર્ટે વધુમાં કહ્યું કે, ચિંતાની વાત છે કે, સમગ્ર ભારતમાં ડ્રગ્સનું રેકેટ ચાલી રહ્યું છે. જેની અસર સમાજના તમામ વર્ગ, વયજૂથ અને ધર્મ પર થઈ રહી છે. ડ્રગ્સની આવકનો ઉપયોગ દુશ્મન હિંસા અને આતંકવાદ ફેલાવવા કરી રહ્યા છે.
    આજની યુવા પેઢીમાં ડ્રગ્સ-નશાની લતથી તેમના ભવિષ્ય પર અસર થાય છે. ડ્રગ્સની દાણચોરી કરનારા મોટાભાગે બચી જાય છે. પરંતુ તેનો ભોગ બાળકો-યુવાનો બને છે. વાલીઓની જવાબદારી છે કે, બાળકોને સુરક્ષિત માહોલ પ્રદાન કરે. જાે બાળકો ભાવનાત્મક રૂપે પરિવાર સાથે જાેડાયેલા હોય તો તેમનામાં સંસ્કારોનું સિંચન થાય છે. અને તેઓ નશાના કૂવામાં પડતાં બચી શકે છે.

    Post Views: 334
    નશામાં ચૂર રહેવુ એટલે તેનો અર્થ કૂલ દેખાવું નહીં સુપ્રીમ કોર્ટે વ્યસની યુવાનોને આપી ખાસ સલાહ
    Previous Articleકોંગ્રેસના દિગ્ગજ નેતાનું દર્દ છલકાયું : ગાંધી પરિવારે જ રાજકીય કરિયર બનાવ્યું અને બગાડ્યું
    Next Article પ્રિયંકાના બેગની ભારે ચર્ચા, આ બેગ પર પેલેસ્ટાઈન લખ્યું હતું

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.