Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, August 28
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ૧ જાન્યુઆરીથી ભીખ આપનારાઓ સામે પણ નોંધાશે એફઆઈઆર

    ૧ જાન્યુઆરીથી ભીખ આપનારાઓ સામે પણ નોંધાશે એફઆઈઆર

    City Today DailyBy City Today DailyDecember 16, 2024

    ઈન્દોર, તા. ૧૬
    મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં વહીવટીતંત્ર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. સોમવારે શહેરના એક ટોચના અધિકારીએ માહિતી આપી હતી કે ૧ જાન્યુઆરી, ૨૦૨૫થી ઈન્દોરમાં ભિખારીઓને ભીખ આપનારા લોકો સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવશે. ઇન્દોરને ભિખારીથી મુક્ત કરવાના લક્ષ્યને હાંસલ કરવાના તેના પ્રયાસોના ભાગરૂપે વહીવટીતંત્રે આ ર્નિણય લીધો છે. ચાલો આ ર્નિણય વિશે વિગતવાર જાણીએ. ૧ જાન્યુઆરીથી ઈન્દોર શહેરમાં ભીખ આપનારા લોકો સામે પણ હ્લૈંઇ દાખલ કરવામાં આવશે. ઇન્દોરના જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ સિંહે જણાવ્યું હતું કે, “ભીખ માંગવા સામે અમારું જાગૃતિ અભિયાન આ મહિનાના અંત સુધી (ડિસેમ્બર) શહેરમાં ચાલશે. ૧ જાન્યુઆરીથી, જાે કોઈ વ્યક્તિ ભીખ આપતો જાેવા મળશે, તો તેની સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવશે.”
    ઇન્દોરના જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ સિંહે કહ્યું છે કે વહીવટીતંત્રએ શહેરમાં ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકતો આદેશ પહેલેથી જ જારી કરી દીધો છે. તેમણે કહ્યું, “હું ઇન્દોરના તમામ લોકોને અપીલ કરું છું કે તેઓ લોકોને ભીખ આપવાના પાપમાં ભાગીદાર ન બને.”
    ઇન્દોરના જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું છે કે વહીવટીતંત્રે ભીખ માંગવામાં સામેલ ઘણા લોકોનું પુનર્વસન કર્યું છે. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ અંતર્ગત દેશના ૧૦ શહેરોને ભિખારી મુક્ત બનાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આમાં ઈન્દોરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

    Post Views: 833
    ૧ જાન્યુઆરીથી ભીખ આપનારાઓ સામે પણ નોંધાશે એફઆઈઆર
    Previous Articleસુરત પોલીસ ઉંઘમાં, છ દિવસમાં ત્રણ રેડ મારતી SMC, અધિકારીઓ અને કર્મચારીઓ પર લટકતી સસ્પેન્સનની તલવાર
    Next Article હુસેન-ડીનો ગોડફાધર ગણાતો જુનાગઢનો મમ્મુ હવાલાનો બેતાજ બાદશાહ!

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.