Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, August 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ૧૧ લોકોની હિચકારી હત્યા કરનાર હેવાન સકંજામાં, હત્યા બાદ મૃતદેહ સાથે આરોપી શારીરિક સંબંધ બાંધતો હતા

    ૧૧ લોકોની હિચકારી હત્યા કરનાર હેવાન સકંજામાં, હત્યા બાદ મૃતદેહ સાથે આરોપી શારીરિક સંબંધ બાંધતો હતા

    City Today DailyBy City Today DailyDecember 26, 2024

    ચંદીગઢ, તા.૨૬
    પંજાબના રૂપનગર પોલીસે છેલ્લા ૧૮ મહિનામાં ૧૧ લોકોની હત્યા કરનાર સિરિયલ કિલરની ધરપકડ કરી છે. આરોપી પોતાની કારમાં લોકોને લિફ્ટ આપતો હતો અને પછી લૂંટ કરતો હતો. જે લૂંટનો વિરોધ કરે તો તેની હત્યા કરતો હતો. આરોપી એટલો હેવાન હતો કે મૃતદેહ સાથે શારીરિક સંબંધ બાંધતો હતો અને પછી તેના પગ સ્પર્શ કરીને માફી માંગતો હતો. આ કેસમાં ચોંકાવનારી હકીકત એ છે કે તમામ ૧૧ મૃતકો પુરુષો હતા, જેમની સાથે આરોપી અકુદરતી શારીરિક સંબંધો બાંધ્યા હતા.
    અહેવાલો અનુસાર, આરોપી પંજાબના હોશિયારપુર જિલ્લાના ચૌરા ગામનો રહેવાસી છે. તેની ઓળખ રામ સ્વરૂપ ઉર્ફે સોઢી તરીકે થઈ છે. પોલીસે ૨૩મી ડિસેમ્બરે અન્ય કેસમાં તેની ધરપકડ કરી હતી. બાદમાં પૂછપરછ દરમિયાન તે સિરિયલ કિલર હોવાનું સામે આવ્યું હતું.
    પોલીસના જણાવ્યાનુસાર, આરોપી સોઢી અગાઉ પુરુષોને તેની કારમાં લિફ્ટ આપીને લૂંટ ચલાવતો હતો અને વિરોધ કરનારાઓની હત્યા કરતો. રૂપનગરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ગુલનીત સિંહ ખુરાનાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં જઘન્ય ગુનાઓના કેસોને ઉકેલવા માટે પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. હત્યાના કેસમાં સંડોવાયેલા ગુનેગારોને પકડવા માટે પોલીસ ટીમની રચના કરવામાં આવી હતી.’
    કિરતપુર સાહિબમાં એક હત્યા કેસનો ઉલ્લેખ કરતા પોલીસ અધિકારીએ કહ્યું કે, ૧૮ ઓગસ્ટના રોજ લગભગ ૩૭ વર્ષના એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. તે મોદરા ટોલ પ્લાઝા પર ચા-પાણી વેચતો હતો. આ કેસની તપાસમાં રામ સ્વરૂપની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન અન્ય કેસમાં તેની સંડોવણી બહાર આવી હતી. આરોપી રામ સ્વરૂપે જણાવ્યું કે મૃતક હરપ્રીત સાથે સંબંધો હતા અને પછી તેને પૈસા આપવાની ના પાડી. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો અને તેણે હરપ્રીતની હત્યા કરી નાખી.’ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી નશાનો બંધાણી છે, જેના કારણે તેના પરિવારે તેને બે વર્ષ પહેલા છોડી દીધો હતો. તે પરિણીત છે અને તેને ત્રણ બાળકો છે. આરોપીએ પોલીસને એમ પણ જણાવ્યું કે હત્યા કર્યા બાદ તેને પસ્તાવો થતો હતો, તેથી તે મૃતદેહના પગ સ્પર્શ કરીને માફી માંગતો હતો.

    Post Views: 1,182
    ૧૧ લોકોની હિચકારી હત્યા કરનાર હેવાન સકંજામાં હત્યા બાદ મૃતદેહ સાથે આરોપી શારીરિક સંબંધ બાંધતો હતા
    Previous Articleજમીન પર ગેરકાયદેસર કબ્જાે કરનારો ચેતજાે, લાલગેટ પોલીસે લેન્ડ ગ્રેબીંગની એક સાથે ૩ ફરીયાદ દાખલ કરી
    Next Article વકફના ઈમામો પગારની માંગણી સાથે કેજરીવાલના નિવાસે પહોંચ્યા

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    ચેક રીર્ટનના કામે આરોપી અસ્લમ અબ્દુલ અઝાક શેખનાઓને ચેક રીટર્નના ગુન્હામાં ૧ વર્ષની સજા અને રૂપિયા ₹ ૨,૫૦,૦૦૦/- ફરીયાદ દાખલ કરેલ ત્યારથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કરતી નામદાર કોર્ટ

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.