Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 28
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » વારંવાર ટ્રાફિક નિયમો તોડ્યા તો હવે દંડ સાથે FIR થશે

    વારંવાર ટ્રાફિક નિયમો તોડ્યા તો હવે દંડ સાથે FIR થશે

    City Today DailyBy City Today DailyDecember 30, 2024

    સુરત, તા.૩૦
    સુરત શહેરની અંદર ટ્રાફિકને લઈને છેલ્લા ઘણા સમયથી ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જેમાં ટ્રાફિક સિગ્નલોનું પાલન કરવામાં આવે, વાહનચાલકો રોંગ સાઈડમાં ન આવે, હેલ્મેટ પહેરવાનું ફરજિયાત રાખે આ પ્રકારના નિયમો વાહનચાલકો યોગ્ય રીતે પાલન કરે તેના માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જાેકે હવે રાજ્ય ગૃહમંત્રીના સૂચન મુજબ સુરત પોલીસ નિયમ ભંગ કરનારાઓ સામે એફઆઇઆર સુધીનો ગુનો દાખલ થશે.
    આવનાર વર્ષ સુરતીઓ માટે ટ્રાફિક નિયમોને પાલન કરનારો વર્ષ પુરવાર થશે કારણ કે હવે રાજ્ય સરકાર ટ્રાફિક નિયમનને લઈને વધુ સખતાઈથી પગલાં લેવા માટેની તૈયારી કરી રહી છે. જેના ભાગ સ્વરૂપે આજે રાજ્ય ગૃહમંત્રી દ્વારા સુરત મહાનગરપાલિકા કમિશનર અને મ્યુનિસિપલ સાથે સંયુક્ત રીતે બેઠક કરીને ટ્રાફિક નિયમન વિશે વિસ્તૃત બેઠક કરી હતી.સુરત શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિક એક મોટો પડકાર બની રહી છે. સુરત પોલીસ કમિશનર અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ટ્રાફિક નિયમનને લઈને ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક સર્કલ નાના કરવા કે દૂર કરવા માટેના ર્નિણય કર્યા હતા. તે મુજબનું કામ પણ સુરત શહેરમાં છેલ્લા ત્રણથી ચાર મહિનામાં જાેવા મળ્યું છે. ટ્રાફિક સિગ્નલ લગાડ્યા બાદ શહેરમાં અકસ્માતો ઓછા થયા છે, પરંતુ હજી ઘણા લોકો સતત ટ્રાફિક સિગ્નલ તોડતા હોવાનું જણાય આવ્યું છે. તેમ જ લોકો રોંગ સાઈડ ઉપર પણ ખૂબ મોટા પ્રમાણેની અંદર વાહન હંકારી રહ્યા છે. જેને કારણે શહેરમાં અકસ્માતો પણ થયા છે આ તમામ બાબતને હવે લોકોએ ગંભીરતાથી લેવી પડશે કારણ કે આવનાર દિવસોમાં સુરત પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારાઓ સામે કડકાઈથી પગલાં લેવા માટેની તૈયારી કરી લીધી છે.
    સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, રાજ્ય ગૃહમંત્રી, પોલીસ વિભાગ અને મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં આવનાર દિવસોમાં ટ્રાફિક નિયમનને લઈને વધુ કડકાઈ રાખવામાં આવશે. અત્યાર સુધીમાં ગંભીર મુદ્દો એવો સામે આવ્યો છે કે, સિગ્નલ ઉપર વાહનચાલકો જ્યારે એકથી બે સેકન્ડ જાેતા હોય છે ત્યારે પોતાનું વાહન ખૂબ ઝડપથી હંકારતા હોય છે. તેને કારણે અન્ય લોકોના જીવ પણ જાેખમમાં મુકાઈ જાય છે. કારણ કે સિગ્નલ બંધ થતાની સાથે લોકો રોકાઈ જતા નથી, પરંતુ બે સેકન્ડ ત્રણ સેકન્ડ સુધી વધુ સમય લઈને સિગ્નલ પસાર કરવા માટેનો પણ પ્રયાસ કરતા હોય છે. સામેથી જ્યારે સિગ્નલ ગ્રીન થઈ જાય છે ત્યારે સામેના છેડાથી વાહનચાલકો ઝડપથી નીકળવાનો પ્રયાસ કરે છે. જેથી માત્ર બેથી ત્રણ સેકન્ડની ઉતાવળના કારણે અકસ્માતો થઈ રહ્યા છે. આ બાબત ખૂબ જ ગંભીર છે આવનાર દિવસોમાં આવા વાહનચાલકો સામે એફઆઇઆર કરવા માટેનું પણ અમે વિચારી રહ્યા છે. જાહેર રસ્તા ઉપર જે વાહન ચાલકો થૂંકી રહ્યા છે, તેમજ રોંગ સાઈડ વાહન ચલાવનાર સામે પણ એફઆઇઆર દાખલ કરવાના છીએ. શહેર પોલીસ પાલિકા જાેડે સંકલન સાંધી કાર્યવાહી કરશે. સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી કરનારાને પોલીસ શોધી એફઆઇઆર દાખલ કરશે. શહેર પોલીસ ૪૫ દિવસ બાદ હેલ્મેટની અમલવારી શરૂ કરશે.

    Post Views: 494
    વારંવાર ટ્રાફિક નિયમો તોડ્યા તો હવે દંડ સાથે FIR થશે
    Previous Articleઉત્તરાયણ પહેલા જ ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળુ કપાયું
    Next Article ચોકબજારના વેપારી અબ્દુલ્લા સોપારીવાળાએ ગારમેન્ટનું માલ મંગાવી લાખોનો ચુનો ચોપડ્યો

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.