- સૈયદ નીઝાઉદ્દીન સૈયદ સુજાઉદ્દીન પાસેથી વિશ્વાસમાં લઇ ૬ લાખ રૂપિયાથી વધુનો માલ મંગાવ્યા બાદ રૂપિયા પરત કરવાના સમયે ધમકીઓ આપવાની શરૂ કરી
(સિટી ટુડે) સુરત,તા.૩૦
ચોકબજાર મદીના માર્કેટમાં કેટલાક સમય અગાઉ ગારમેન્ટના ધંધા સાથે સંકળાયેલા અબ્દુલ્લા સોપારીવાળાએ ફરી એક વેપારીને ચુનો ચોપડી નાંખ્યો છે.
સૈયદપુરા પમ્પીંગ ખાતે આવેલા કાપડના ધંધા સાથે સંકળાયેલા સૈયદ નીઝાઉદ્દીન સૈયદ સુજાઉદ્દીન પાસેથી ભરોસામાં લઇ ગારમેન્ટના માલની ખરીદી કર્યા બાદ છ લાખ રૂપિયાથી વધુનો માલ મંગાવ્યા બાદ પૈસા પરત કરવાના બદલે ધાકધમકીઓ આપી આરોપીએ જણાવ્યું કે, કોઇ પૈસા વૈસા મળશે નહિં, થાય તે કરી લે, હવે પછી ઉઘરાણી કરી તો જાનથી હાથ ધોઇ બેસશે’ તેમ કહી ફરીયાદીને ધમકાવવામાં આવ્યો હતો. ફરીયાદી દ્વારા લાલગેટ પોલીસ મથકમાં લખીતમાં અરજી કરવામાં આવી છે.
ચોકબજારનો વિવાદીત વેપારી અબ્દુલ્લા સોપારીવાળા અગાઉ પણ લોકોની લાખો રૂપિયાના ઉઠમણાઓ કરી નાંખ્યા છે. અબ્દુલ્લા સોપારીવાળા અગાઉ પણ કેટલાક વેપારીઓના પૈસા ચાંઉ કર્યા બાદ હાથ અધ્ધર કરી લેતા કેટલાક વેપારીઓને રસ્તે લાવી દીધા હતા. લાલગેટ પોલીસ દ્વારા હવે આ મામલામાં ક્યારે તપાસને આરંભ કરવામાં આવશે તે જાેવાનું રહ્યું.